નવી દિલ્હી : સ્માર્ટફોન (Smartphone)આજે દરેકની જીવન જરૂરિયાત વસ્તુ બની ગઈ છે. સ્માર્ટફોન વિના જીવનની કલ્પના કરવી પણ ઘણી મુશ્કેલ છે. સ્માર્ટફોન ઉદ્યોગ દિવસેને દિવસે વધતો જાય છે અને તેમાં ઘણા મોટા ખેલાડીઓ પણ આવી ચુક્યા છે. સ્માર્ટફોન વેચાણ અંગે વાત કરવામાં આવે તો Xiaomi આજે ઘણું મોટું નામ બની ચૂક્યું છે. Xiaomiએ ભારતમાં Redmi 9 સીરીઝનો નવો સ્માર્ટફોન Redmi 9 Activ લોન્ચ કર્યો છે. જે સ્માર્ટફોન Redmi 9ની લાઈનઅપ સિરીઝનું લેટેસ્ટ એડિશન છે. Activ વેરિએન્ટે Redmi 9 નું થોડું અપગ્રેડ વર્ઝન છે. Xiaomi આ બજેટ સ્માર્ટફોન ભારતમાં બે ઓપ્શનમાં લોન્ચ કર્યા છે. Amazon Indiaએ Redmi 9 Activ ના વેચાણ માટે એક ખાસ પેજ બનાવ્યું છે.
આ સ્માર્ટફોનની ડિઝાઇન સ્માર્ટફોન Redmi 9 જેવી જ છે. આ સ્માર્ટફોનના પાછળના ભાગમાં સ્ક્વેર કેમેરા મોડ્યુલ અને આગળના ભાગમાં વોટર-ડ્રોપ નોચ ડિસ્પ્લે મળે છે. Redmi 9 Activ સ્માર્ટફોન ત્રણ કલરમાં ઉપલબ્ધ છે- કાર્બન બ્લેક, મેટાલિક પર્પલ અને કોરલ ગ્રીન કલર.
Redmi 9 Activ 6.53 ઇંચની IPS LCD પેનલ સાથે આવે છે. આ ડિવાઇસ octa-core MediaTek Helio G35 SoC પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં 6GB RAM અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. Redmi 9 Activ ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ સાથે આવે છે. જેમાં 13-મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરો અને 2-મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની બેટરીની વાત કરવામાં આવે, તો તેમાં 5000mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે.
Redmi 9 Activ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઇ ચૂક્યો છે. 24 સપ્ટેમ્બરે તેનું વેચાણ પણ શરુ થઇ જશે. તમે એમેઝોન ઇન્ડિયા પર આ સ્માર્ટફોન ખરીદી શકો છો. Redmi 9 Activમાં તમને 3.5mm ઓડિયો જેક, કેપેસિટીવ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને IR બ્લાસ્ટર પણ આપવામાં આવ્યું છે. Redmi 9 Activ ઓક્ટા-કોર મીડિયાટેકનું Helio G35 SoC દ્વારા સંચાલિત છે. આ ડિવાઈસ 6GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. એટલું જ નહીં પરંતુ તેમાં 20: 9ના એસ્પેક્ટ રેશિયો સાથે 6.53-ઇંચની IPS એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે.
જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો, Redmi 9 Activ ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે જેમાં f/2.2 લેન્સ સાથે 13-મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર અને f/2.2 લેન્સ સાથે 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. જ્યારે ફ્રન્ટમાં, તમને સેલ્ફી માટે 5-મેગાપિક્સલનો કેમેરો મળે છે.
ભારતમાં લોન્ચ અને તેની કિંમત
Redmi 9 Activ એમેઝોન ઇન્ડિયાની વેબસાઇટ, Mi.com અને Mi Home સ્ટોર્સ પર લોન્ચ થઇ ચૂક્યો છે. આ ડિવાઇઝની કિંમત 9499 રૂપિયા રાખવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર