શિયોમી (Xiaomi) એક એવી બ્રાન્ડ છે જે પોતાના બજેટ સ્માર્ટફોન માટે જાણીતી છે. પરંતુ કેટલાક લોકો ફોનને સસ્તો થવાની રાહ જુએ છે. તો જો તમે પણ શિયોમી ફોન ખરીદવા માટે કોઈ ઓફરની રાહ જોઈ રહ્યા છે તો કંપની ઘણી સારી તક આપી રહી છે. Mi.comથી મળતી જાણકારી મુજબ શિયોમીના રેડમી 8A Dualને ઘણા સસ્તા ભાવે ખરીદી શકાય છે. કંપનીએ પોતાના ઓફિશિયલ પેજ પર એક બેનર રજૂ કર્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રેડમી 8A Dualને 8,999ને બદલે 6,999 રૂપિયામાં ખરીદી શકાય છે. એટલે કે આ ફોન પર કંપની 2,500 રૂપિયાની છૂટ આપી રહી છે. ફોનની ખાસ વાત ઓછી કિંમતમાં 5000 mAhની બેટરી અને 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે.
Redmi 8A Dualમાં ડૉટ નૉચ ડિસ્પ્લે
Redmi 8A Dualમાં 6.22 ઇંચ HD+ IPS ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનને ડૉટ નૉચ સ્ક્રેચ રેસિસ્ટન્ટ ગ્લાસથી પ્રોટેક્ટેડ છે. ફોનને સ્પ્લેશ પ્રૂફ બનાવવા માટે તેમાં P2i કોટિંગ આપવામાં આવ્યું છે. ફોન દેખાવમાં ઘણો આકર્ષક લાગી રહ્યો છે. તેને ત્રણ કલર Sea Blue, Sky White અને Midnight Greyમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
રેડમીનો આ બજેટ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર પર કામ કરે છે. નવો ફોન ટ્રિપલ કાર્ડ સ્લોટની સાથે આવે છે, એટલે કે યૂઝર્સ તેમાં બે સિમની સાથે એક માઇક્રો એસડી કાર્ડ લગાવી શકે છે. બંને સિમ કાર્ડ 4G VoLTE સિમને સપોર્ટ કરે છે.
કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. ફોન કેમેરામાં AI ડિટેક્શન, પોર્ટેટ મોડ અને ગૂગગ લેન્સ જેવા ફીચર ઉપલબ્ધ છે. સેલ્ફી માટે ફોનના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.
પાવર માટે ફોનમાં 5000mAhની બેટરી, જે 18Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે Redmi 8A Dualમાં 4G, VoLTE, 3G, WiFi, Bluetooth, GPS અને USB ટાઇપ C આપવામાં આવ્યું છે. ફોનમાં વાયરલેસ FM Radio જેવા ફીચર પણ છે, એટલે કે યૂઝર્સ હેડફોન વગર પણ રેડિયો સાંભળી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર