આ સસ્તા ફોન પર 7 હજાર રુપિયાથી વધારે છૂટ, આજે છેલ્લો દિવસ

News18 Gujarati
Updated: October 16, 2019, 3:08 PM IST
આ સસ્તા ફોન પર 7 હજાર રુપિયાથી વધારે છૂટ, આજે છેલ્લો દિવસ
જાણો આ બજેટ ફોનની સુવિધાઓ કેવી છે.

ફ્લિપકાર્ટ પર Big Diwali Sale ચાલી રહ્યો છે, આજે અંતિમ દિવસ છે. તેથી જો તમે આ ફોન અહીંથી ખરીદો છો, તો ઑફરનો લાભ મેળવી શકાય છે.

  • Share this:
શિયોમીનો લેટેસ્ટ સસ્તો ફોન રેડમી 8 વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. સેલ ફ્લિપકાર્ટ પર મૂકવામાં આવ્યો છે, જ્યાંથી ઑફર્સનો લાભ લઈને ફોનને ખૂબ ઓછી કિંમતે ઘરે લાવી શકાય છે. કંપનીએ આ ફોનની કિંમત 8,999 રૂપિયા રાખી છે, જે તેના 4 જીબી + 64 જીબી વેરિએન્ટની છે, પરંતુ આ ફોનના પહેલા 50 લાખ યુનિટ્સ માટે તે 7,999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે.

ફ્લિપકાર્ટ પર દિવાળી સેલ ચાલી રહ્યો છે, આજે અંતિમ દિવસ છે. તેથી જો તમે આ ફોન અહીંથી ખરીદો છો, તો તેમને એક્સચેન્જ ઑફર હેઠળ 7,700 રૂપિયાની છૂટ આપવામાં આવશે. આ સિવાય નો-કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે. જાણો આ બજેટ ફોનની સુવિધાઓ કેવી છે.

આ પણ વાંચો: આજથી બદલાઇ જશે Xiaomiના આ 20 સ્માર્ટફોન, જાણો તમે તો આ લિસ્ટમાં નથી ને..રેડમી 8ની સુવિધાઓ

રેડમી 8 માં 6.2 ઇંચની એચડી ડિસ્પ્લે છે, જે ડોટ નોચ સાથે છે. તેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 છે. શિયોમીના નવા બજેટ ફોન રેડમી 8 માં ડ્યુઅલ રિયર કૅમેરો આપવામાં આવ્યો છે. તેનો પ્રાઇમરી કૅમેરો 12 મેગાપિક્સલનો છે, બીજો કૅમેરો 2 મેગાપિક્સલનો છે. તેના કૅમેરામાં એચડીઆર સપૉર્ટ પણ આપવામાં આવ્યો છે.

કૅમેરા ઇન્ટરફેસમાં ગૂગલ લેન્સ માટેનો સપૉર્ટ પણ સામેલ છે. સેલ્ફી માટે રેડમી 8 માં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. આ સ્માર્ટફોનમાં રિયર ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક જેવા પ્રીમિયમ સુવિધાઓ પણ આપવામાં આવી છે. પાવર માટે, રેડમી 8 માં 5,000 એમએએચની બેટરી આપવામાં આવી છે.
First published: October 16, 2019, 2:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading