Home /News /tech /

Redmi 6A Sale: આજે 12 વાગે અહીંથી મેળવો રૂ.2,200નું કેશબેક, 100 GB ડેટા ફ્રી

Redmi 6A Sale: આજે 12 વાગે અહીંથી મેળવો રૂ.2,200નું કેશબેક, 100 GB ડેટા ફ્રી

ફોન બે મોડલમાં રજૂ કરવામાં આવશે જેમાં 2GB RAM + 16GB સ્ટોરેજ વાળો ફોનની કિંમત રૂ.5,999 અને 2GB RAM+ 32GB સ્ટોરેજ વાળા ફોનની કિંમત રૂ. 6,999 છે. ઓફર અંતર્ગત સેલમાં જીયો તરફથી રૂ. 2,200નું ઇન્સ્ટન્ટ કેશબેક અને 1000GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવશે.

શિયોમીને 5 ડિસેમ્બરે Redmi 6 સિરિઝના ત્રણ સ્માર્ટફોન Redmi 6, Redmi 6A, Redmi 6A pro ફોન લોન્ચ કર્યા હતા.

    શિયોમીને 5 ડિસેમ્બરે Redmi 6 સિરિઝના ત્રણ સ્માર્ટફોન Redmi 6, Redmi 6A, Redmi 6A pro ફોન લોન્ચ કર્યા હતા. કંપનીએ આ ફોન્સમાં કમાલના ફિચર્સ અને સ્પેસિફિકેશન આપ્યા છે. આ ફોન્સના ભાવ ખુબ જ ઓછા રાખવામાં આવ્યા છે. જેનાથી તમે સરળતાથી ખરીદી શકશો. આ ત્રણમાંથી બે ફોન એમેઝોન ઇન્ડિયા માટે એક્સક્લૂસિ છે અને એક ફોન ફ્લિપકાર્ટ ઉપર પણ વેચવામાં આવશે. આ ફોનમાંથી Redmi 6Aને આજે એટલે કે 26 સપ્ટેમ્બરે Amazon ઉપર 12 વાગે સેલમાં રાખવામાં આવશે. ફોનની સાથે ઓફર પણ રજૂ કરવામાં આવશે.


    ફોન બે મોડલમાં રજૂ કરવામાં આવશે જેમાં 2GB RAM + 16GB સ્ટોરેજ વાળો ફોનની કિંમત રૂ.5,999 અને 2GB RAM+ 32GB સ્ટોરેજ વાળા ફોનની કિંમત રૂ. 6,999 છે. ઓફર અંતર્ગત સેલમાં જીયો તરફથી રૂ. 2,200નું ઇન્સ્ટન્ટ કેશબેક અને 1000GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવશે.


    આ ફોનમાં 5.45 ઇન્ચ એચડી+ ડિસ્પ્લે છે જેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. આ ફોનમાં કોડ-કોર 2.0 ગીગાર્ટઝ મીડિયાટેક હીલિયો A22 પ્રોસેસર છે. આ એન્ડ્રોઇડ8.0 ઓરિયો બેસ્ડ MIUI 9.6 ચાલે છે.


    ફોટોગ્રાફીની વાત કરીએ તો આ ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. પીડીએએચ ફિચર સાથે આવે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ ઇમેઝ સ્ટેબિલાઇઝેશન ફિચર આપવામાં આવ્યું છે. જેનાથી શાનદાર વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે. ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલનો છે. જે એઆઇ પોટ્રેટ મોડ સાથે આવે છે. કેમેરા માટે એઆઇ ઇમેજ કમ્પ્યૂટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે.


    ઉલ્લેખનીય છે કે, Redmi 6Aને દેશનો નવો સ્માર્ટફોન કહેવામાં આવે છે. આ ફોનમાં 3000 mAhની બેટરી છે. આ ફોન 4G VOLTE, વાઇફોઇ, બ્લ્યુટૂથ, જીપીએસ/એ-જીપીએસ, 3.5 એમએમ ઓડિયો જેકનો સપોર્ટ કરે છે.


    Redmi 6A ફોનથી ક્લિક કરેલો ફોટો


    Redmi 6A ફોનથી ક્લિક કરેલો ફોટો


    Redmi 6A ફોનથી ક્લિક કરેલો ફોટો
    Published by:ankit patel
    First published:

    Tags: Jio, Offers, અમેઝોન, સ્માર્ટફોન

    આગામી સમાચાર