Smartphone Blast: સ્માર્ટફોનના વિસ્ફોટના સમાચાર હવે સામાન્ય બની ગયા છે. ઘણી વખત સ્માર્ટફોનના વિસ્ફોટને કારણે તેના યુઝર્સ ઘાયલ પણ થયા છે. આવી સ્થિતિમાં તેમને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં પણ રહેવું પડે છે. પરંતુ હવે જે સમાચાર સામે આવ્યા છે તેમાં મોબાઈલ બ્લાસ્ટને કારણે એક મહિલા (Woman dies due to phone blast)નું મોત થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક યુટ્યુબરે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. યુટ્યુબરે આ અંગે એક પોસ્ટ પણ કરી છે.
રિપોર્ટ અનુસાર, YouTuber MD Talk YTએ પોતાના ટ્વીટમાં દાવો કર્યો છે કે Redmi 6Aના વિસ્ફોટને કારણે તેની કાકીનું મૃત્યુ થયું છે. આ સાથે તેણે એવો પણ દાવો કર્યો છે કે જ્યારે તેની કાકી સૂઈ રહી હતી ત્યારે ફોન તેના તકિયા પાસે રાખવામાં આવ્યો હતો. અચાનક ફોનમાં વિસ્ફોટ થયો. તેણે આ અંગે કેટલીક તસવીરો પણ શેર કરી છે.
ગઈ રાત્રે તેની કાકીનું અવસાન થયું
એમડી ટોક વાયટીએ ટ્વીટ કરીને કહ્યું કે ગઈ રાત્રે તેની કાકીનું અવસાન થયું. તે Redmi 6A નો ઉપયોગ કરતી હતી. તેણે કહ્યું કે આંટી તેના ચહેરા પાસે તકિયા નીચે ફોન રાખીને સૂઈ રહી હતી. પરંતુ, થોડા સમય પછી ફોનમાં વિસ્ફોટ થયો. અમારા માટે આ દુઃખદ સમય છે. તેને ટેકો આપવાની જવાબદારી બ્રાન્ડની છે.
Hi @RedmiIndia@manukumarjain@s_anuj Yesterday in Night my Aunty found dead 😭, she was using Redmi 6A, she was sleeping & she kept the phone near her face on pillow side & after sometime her phone blast. It's a bad time for us. It's a responsibility of a brand to support🙏 pic.twitter.com/9EAvw3hJdO
YouTuber MD Talk YT એ એક ફોટો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે સ્માર્ટફોનની ફ્રન્ટ પેનલ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત છે. જ્યારે તેની પાછળની પેનલ બળી ગઈ છે અને તેની બેટરી ફૂલેલી છે. સાથે જ આ ટ્વીટમાં તેણે RedmiIndia અને Xiaomiના ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈનને પણ ટેગ કર્યા છે. આ ટ્વીટ પર કંપનીનો જવાબ પણ આવ્યો છે.
કંપનીએ તેના જવાબમાં કહ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. Xiaomi India માટે ગ્રાહક સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ આવી બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. હાલ તેમની ટીમ પીડિત પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. દુઃખની આ ઘડીમાં તેઓ પરિવાર સાથે ઉભા છે અને તેમને જરૂરી તમામ મદદ કરવામાં આવશે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે કે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર