ધડાકાભેર અવાજ સાથે પેન્ટના ખિસ્સામાં ફાટી ગયો redmi ફોન, નીકળવા લાગ્યા ધુમાડા

News18 Gujarati
Updated: September 2, 2019, 10:20 AM IST
ધડાકાભેર અવાજ સાથે પેન્ટના ખિસ્સામાં ફાટી ગયો redmi ફોન, નીકળવા લાગ્યા ધુમાડા
Photo: Fossbytes

આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં રહેનારા યૂઝરના પેન્ટમાં રાખેલો શિયોમીનો ફોન ગરમ થવા લાગ્યો અને ત્યારબાદ બ્લાસ્ટ થયો.

  • Share this:
સ્માર્ટફોનમાં આગ લાગવી, બેટરી ફાટવાના અનેક અહેવાલો સામે આવ્યાં છે. હવે આવી જ બીજી ઘટના ચર્ચામાં આવી છે, જ્યાં લોકપ્રિય બ્રાન્ડ શિયોમીનો ફોન માણસના પેન્ટમાં ફાટી ગયો. ફોસબાઇટ્સના એક અહેવાલ મુજબ આંધ્રપ્રદેશમાં રહેનારા એક યૂઝરના પેન્ટમાં રાખેલો ફોન ગરમ થવા લાગ્યો અને પછી બ્લાસ્ટ થયો.

અહેવાલ મુજબ 31 વર્ષીય મધુ બાબુ કહે છે કે તે સવારે ઓફિસે જવા માટે ઘરેથી નીકળી રહ્યો હતો. ત્યારે તે બાઇક ચાલુ કરવા ગયો તે દરમિયાન ખ્યાલ આવ્યો કે ખિસ્સામાં રાખેલો રેડ્મી 6 એ ધીમે-ધીમે ગરમ થઈ રહ્યો છે અને પછી ફોનમાં ધડાકાભેર અવાજ સાથે બ્લાસ્ટ થયો અને તેના ખિસ્સામાંથી ધુમાડો નીકળવા લાગ્યો.

આ પણ વાંચો: ફ્લાઇટમાં આ લેપટોપ લઈ જવા પર પ્રતિબંધ, આજે જ તપાસો તમારું લેપટોપ



તેણે તાત્કાલિક ગભરાઇને પોતાનો ફોન રસ્તા પર ફેંકી દીધો, ત્યારબાદ તે આગની લપેટમાં ઘરે ગયો. આ સમગ્ર ઘટનામાં મધુને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે મધુએ કહ્યું કે ફોન એવી રીતે સળગવા લાગ્યો કે કોઈએ તેને કેરોસીનમાં પલાળીને આગ લગાવી દીધી હોય. મધુએ કહ્યું કે ફોનનું કવર પણ સંપૂર્ણ રીતે બળી ગયું છે અને જો કવર ન હોત તો તેને વધુ ઈજાઓ પહોંચી શકે.

આ પણ વાંચો: 3 સપ્ટેમ્બરથી બદલાઇ જશે OnePlusનો આ સ્માર્ટફોન, શરુ થશે નવી સિસ્ટમ

મધુના જણાવ્યા અનુસાર તેણે એપ્રિલ 2019માં નવો રેડમી 6 એ ખરીદો હતો. જ્યારે તેને ફોનની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ફોન પહેલા 4-5 મહિના સુધી તો ઠીક ચાલ્યો, પરંતુ ત્યારબાદ તેમા સમસ્યાઓ આવવા લાગી. બાબુએ એમ પણ કહ્યું હતું કે તેણે જતા પહેલા બે કલાક પહેલા પોતાનો સ્માર્ટફોન ચાર્જ કર્યો હતો.

જો તમે ફોનનો ફોટો જોશો, તો તેમા કવર લગાવેલું હતું. તેને જોતાં લાગે છે કે તેની બેટરીમાં કોઈ બ્લાસ્ટ થયો છે.શિયોમીને આ સમગ્ર મામલાની જાણકારી આપવામાં આવી છે અને તેની તપાસ કર્યા પછી કંપની ટૂંક સમયમાં કોઈ પરિણામ અને ફોન ફાટવાના કારણ પર વિશે જાણી શકશે.
First published: September 2, 2019, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading