Home /News /tech /

રેડમી 5A પર 1,500 રૂપિયાની છૂટ, જાણો ક્યાંથી અને કેવી રીતે ખરીદશો, ઓફર માત્ર 5 દિવસ

રેડમી 5A પર 1,500 રૂપિયાની છૂટ, જાણો ક્યાંથી અને કેવી રીતે ખરીદશો, ઓફર માત્ર 5 દિવસ

    Xiaomiના સૌથી સસ્તા સ્માર્ટફોન પર 1,500 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ છૂટ આ સ્માર્ટફોનને ઓફલાઈન ખરીદવા પર આપવામાં આવી રહી છે. બિગ બજારમાં આ સ્માર્ટફોનને 5,499 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોનને બિગ બજારમાંથી ખરીદવા પર 1,000 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. આ કેશબેક યૂઝર્સને ફ્યૂચર પે વોલેટમાં ફેબ્રુઆરીથી જૂન વચ્ચે ક્રેડિટ કરવામાં આવશે. તે ઉપરાંત બિગ બજારમાંથી ખરીદ્યા બાદ એક્સિસ બેંક અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10 ટકા (મહત્તમ 500 રૂપિયા)નું ડિસ્કાઉન્ટડ અલગથી આપવામાં આવશે. આમ આ ફોન ખરીદ્યા બાદ બંને ઓફર મળીને યૂઝર્સને આ ફોન માત્ર 3,999 રૂપિયામાં પડશે.

    તમને જણાવી દઈએ કે, શાઓમીની રિપબ્લિક ડે સેલ ચાલી રહી છે. આ સેલમાં સ્માર્ટફોન સહિત શાઓમીના બધી જ એસેસિરીઝ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ 26 જાન્યુઆરી સુધી ચાલશે. સેલમાંથી કંઈપણ ખરીદ્યા બાદ મોબિક્વિકથી પેમેન્ટ કરવા પર 30 ટકા કેશબેક મળશે. તે ઉપરાંત સ્માર્ટફોન ખરીદનારને 3 મહિના માટે હંગામા પ્લે સબ્સક્રિપ્શન અને 12 મહિનાનું હંગામા મ્યૂઝિક સબ્સક્રિપ્શન પણ ફ્રિમાં આપવામાં આવશે. આ સેલ શાઓમીની વેબસાઈટ www.mi.com પર ચાલી રહ્યો છે.

    સેલમાં Xiaomi Mi A1ને 13,999 રૂપિયામાં Xiaomi Mi Mix 2ને 32,999 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યો છે. જ્યારે mi Max 2ને 12,999 રૂપિયામાં અને રેડમી નોટ 4 સ્માર્ટફોનને 9,999 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યો છે. જ્યારે રેડમી 4ને 6,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. Redmi Y1ને 8,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જ્યારે રેડમી Y1 Lite 6,999 રૂપિયામાં સેલ કરવામાં આવશે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Redmi 5A

    આગામી સમાચાર