Home /News /tech /

10 હજારથી ઓછી કિંમતમાં 64GB સ્ટોરેજ, 5000mAh બેટરી સાથે ભારતમાં લોન્ચ થયો Redmi 10A

10 હજારથી ઓછી કિંમતમાં 64GB સ્ટોરેજ, 5000mAh બેટરી સાથે ભારતમાં લોન્ચ થયો Redmi 10A

Redmi 10A ભારતમાં લોન્ચ થઈ ગયો છે.

Redmi 10A Launched in India: Redmi 10Aને 3GB અને 4GB એમ બે વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ ફોનની સૌથી ખાસ વાત તેનું MediaTek Helio G25 પ્રોસેસર, 13 મેગાપિક્સલ કેમેરા અને 5000mAhની બેટરી છે.

    Redmi 10A Launched in India: Xiaomi એ સબ-બ્રાન્ડ Redmiના સસ્તા મોડલ તરીકે Redmi 10A ને બુધવારે ભારતમાં લોન્ચ કર્યો. નવો Redmi ફોન Redmi 9A ના નવા મોડલ તરીકે આવ્યો છે, જે 2020માં દેશમાં આવ્યો હતો. જો કે, આ ફોન તેના જૂના મોડલથી ઘણો મળતો આવે છે, જેમાં MediaTek Helio G25 SoC પ્રોસેસર સાથે 13 મેગાપિક્સલનો રિયર કેમેરા સામેલ છે. જો કે, Redmi 10Aમાં ઘણું બધું નવું પણ છે. ચાલો આ સ્માર્ટફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સથી લઈને કિંમત વગેરે વિશે જાણીએ.

    Redmi 10A ની ભારતમાં કિંમત

    કિંમતની વાત કરીએ તો ભારતમાં Redmi 10Aના 3GB RAM અને 32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,499 રૂપિયા છે, તો 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,499 રૂપિયા છે. ઉપલબ્ધતાની વાત કરીએ તો, Redmi 10A દેશમાં Amazon, Mi.com, Mi Home Stores અને Xiaomiના રિટેલ પાર્ટનર્સના માધ્યમથી 26 એપ્રિલ બપોરે 12 વાગ્યાથી ઉપલબ્ધ થશે. આ ફોન Charcoal Black, Sea Blue અને Slate Grey કલર ઓપ્શનમાં અવેલેબલ હશે. Xiaomiનો દાવો છે કે ટેક્સચર્ડ રિયર પેનલ સ્મજ-ફ્રી રહશે.

    આ પણ વાંચો: Samsung Galaxy M53 5G આ દિવસે ભારતમાં આપશે દસ્તક, લોન્ચ પહેલા કલર ઓપ્શન, વેરિયન્ટનો થયો ખુલાસો

    Redmi 10A ના સ્પેસિફિકેશન્સ

    સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો Redmi 10Aમાં 6.53 ઇંચની HD + IPS ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેઝોલ્યુશન 720x1600 પિક્સલ અને 20:9 આસ્પેક્ટ રેશિયો છે. ડ્યુઅલ સિમ સપોર્ટ વાળો Redmi 10A સ્માર્ટફોન એન્ડ્રોઇડ બેસ્ડ MIUI 12.5 પર કામ કરે છે. પ્રોસેસરની વાત કરીએ તો તેમાં ઓક્ટા-કોર MediaTek Helio G25 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 512GB સુધી વધારી શકાય છે.

    આ પણ વાંચો: Airtel ગ્રાહકોને ઝટકો! Amazon Prime Videoનું ફ્રી સબસ્ક્રિપ્શન હવે એક વર્ષ માટે નહીં મળે, જાણો વિગત

    Redmi 10A કેમેરા અને બેટરી

    કેમેરાની વાત કરીએ, તો આ સ્માર્ટફોનમાં f/2.2 અપર્ચર સાથે 13 મેગાપિક્સલનો સિંગલ રિયર કેમેરા અને f/2.2 અપર્ચર સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS, માઇક્રોયુએસબી અને 3.5mm હેડફોન જેક છે. બેટરી બેકઅપની વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી છે જે 10W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડાયમેન્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોનની લંબાઈ 164.9mm, 77.07mm, 9mm અને વજન 194 ગ્રામ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Redmi

    આગામી સમાચાર