Home /News /tech /ઇંતેજાર ખતમ! ભારતમાં આ દિવસે લોન્ચ થશે ‘દેશનો સ્માર્ટફોન’ Redmi 10A, સામે આવ્યા ફીચર્સ
ઇંતેજાર ખતમ! ભારતમાં આ દિવસે લોન્ચ થશે ‘દેશનો સ્માર્ટફોન’ Redmi 10A, સામે આવ્યા ફીચર્સ
રેડમી 10Aની લોન્ચ ડેટ આખરે સામે આવી ગઈ છે.
Redmi 10A Launch in India: શિઓમી (Xiaomi) ઇન્ડિયાએ ભારતમાં Redmi 10Aની લોન્ચિંગ કન્ફર્મ કરી દીધી છે. કંપનીએ તેને ‘દેશનો સ્માર્ટફોન’ (Desh Ka Smartphone) કહ્યો છે. સ્માર્ટફોનમાં મોટી ડિસ્પ્લે, દમદાર બેટરી અને RAM બૂસ્ટર ફીચર મળી શકે છે.
Redmi 10A Launch in India: રેડમી 10Aની લોન્ચ ડેટ આખરે સામે આવી ગઈ છે. કંપનીએ પોતાની ઓફિશિયલ સાઇટ પર તેનું પેજ લાઇવ કરી દીધું છે. એમેઝોનની એક માઇક્રોસાઇટ પરથી આ સ્માર્ટફોનના લોન્ચ વિશે માહિતી મળી છે. સ્માર્ટફોનમાં મોટી ડિસ્પ્લે, દમદાર બેટરી અને RAM બૂસ્ટર ફીચર મળી શકે છે. Redmi એ ગયા મહિને ચીનમાં 6.53 ઇંચની HD+ ડિસ્પ્લે, MediaTek Helio G25 SoC, 6GB RAM અને 128GB સ્ટોરેજ તેમજ 5,000mAh બેટરી સાથે સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. તાજેતરના અહેવાલમાં આ સ્માર્ટફોનની કિંમત વિશે પણ માહિતી આપવામાં આવી છે.
શિઓમી ઇન્ડિયાએ ભારતમાં આ ફોનની લોન્ચિંગ કન્ફર્મ કરી દીધી છે. કંપનીએ તેને ‘દેશનો સ્માર્ટફોન’ (Desh Ka Smartphone) કહ્યો છે, અને જણાવ્યું છે કે આ ફોનને 20 એપ્રિલ 2022ના રોજ લોન્ચ કરવામાં આવશે. શિયોમીએ આ ફોન માટે #DeshKaSmartphone ટેગનો ઉપયોગ કર્યો છે. અને સાથે Notify Me બટન પણ લાઇવ કરી દીધું છે.
કંપનીએ આ ફોનને લઈને અમુક જાણકારીઓ શેર કરી છે. કંપનીએ કહ્યું છે કે આ ફોન જોરદાર પરફોર્મન્સ સાથે આવશે અને એવું પણ જણાવ્યું છે કે તેનું સ્મૂધ અને સ્વિફ્ટ પ્રોસેસર યુઝરને સરળતાથી બધા કામ કરવા આપશે.
ભારતમાં Redmi 10Aની કિંમત
કિંમતની વાત કરીએ તો ભારતમાં Redmi 10Aની શરૂઆતી કિંમત 10,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે. તે બે સ્ટોરેજ ઓપ્શનમાં ઉપલબ્ધ થઈ શકે છે. કલર ઓપ્શન તરીકે આ ફોન બ્લેક, બ્લુ અને ગ્રે કલરમાં આવી શકે છે. તેનો 4GB + 64GB સ્ટોરેજ વેરિઅન્ટ ગયા મહિને ચીનમાં CNY 699ની પ્રારંભિક કિંમત એટલે કે લગભગ 8,300 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, ફોનના સ્ટોરેજ (Redmi 10A Storage) અંગે કંપનીએ કહ્યું છે કે તેની રેમ બૂસ્ટર સાથે તમે પોતાના કામ વચ્ચે આરામથી સ્વિચ કરી શકશો. રેડમી 10A દમદાર ડિસ્પ્લે સાથે આવશે અને તેની સ્ક્રિનને લઇને પણ કંપનીએ ખુલાસો કર્યો છે કે તેની મોટી ડિસ્પ્લે સિનેમેટિક એક્સપીરિયન્સ આપશે. આ ફોનની બેટરી (Redmi 10A Battery) પણ દમદાર છે અને તે બે દિવસ ચાલશે.
Redmi 10A Camera
કેમેરાની વાત કરીએ તો ગ્રાહકોને આ ફોનમાં દમદાર કેમેરા આપવામાં આવશે. ફોટો મુજબ તેમાં ડ્યુઅલ લેન્સ સાથે એક AI લેન્સ અને એક ફ્લેશ જોઈ શકાય છે. કંપનીએ જણાવ્યું છે કે આ ફોનમાં કેટલાય પ્રકારના ફોટોગ્રાફી મોડ મળશે. આ અપકમિંગ ફોન એરગોનોમિક ગ્રિપ સાથે દમદાર ડિઝાઈનમાં આવશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર