Home /News /tech /

Redmi 10 Prime Review: આ મિડરેન્જ સ્માર્ટફોન લેવો કે નહીં, અહીં જાણો બધું જ

Redmi 10 Prime Review: આ મિડરેન્જ સ્માર્ટફોન લેવો કે નહીં, અહીં જાણો બધું જ

Redmi 10 Prime Review

Redmi 10 Prime Review: રેડમી 10 પ્રાઇમમાં 50MP ક્વોડ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જેમાં 8MP અલ્ટ્રા-વાઇડ યુનિટ અને 2MPના ડેપ્થ અને મેક્રો યુનિટ્સ મળે છે. સામાન્ય સ્થિતિમાં કેમેરા અન્ડરપર્ફોમ કરતું નથી. સામાન્ય ફોટોગ્રાફી વધુ સારી છે. ઓટોફોકસની એક્યુરેસી પણ સારી છે. જોકે, મુવિંગ ઓબ્જેક્ટનું શૂટિંગ કરવું તેના માટે સરળ નથી.

વધુ જુઓ ...
Redmi 10 Prime Review: રેડમી દ્વારા દરેક શ્રેણીમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ સ્માર્ટફોન આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. મિડરેન્જ સિરીઝમાં રેડમીના ઘણા ફોન છે. ત્યારે Redmi 10 Prime ઘણા ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ ફોનને બેજેટ-મિડ રેન્જ શ્રેણીમાં ગણવામાં આવે છે. જેથી સ્વાભાવિક રીતે જ Redmi 10 Prime માટે અપેક્ષાઓ વધી ગઈ છે. ત્યારે અહીં રેડમી 10 પ્રાઈમનો રિવ્યુ આપવામાં આવ્યો છે.

સ્પેસિફિકેશન- રિવ્યુ પહેલાં Redmi 10 Primeના સ્પેસીફીકેશન્સ પર નાંખીએ. રેડમી 10 પ્રાઈમ MediaTek Helio G88 SoC પર કામ કરે છે. આ ચિપ હજી 2 મહિના પહેલા જ લોન્ચ થઈ હતી. જેથી Helio G88 ચિપ ધરાવતો હોય તેવો આ પ્રથમ સ્માર્ટફોન છે. અહીં રેડમી 10 પ્રાઈમનું 6GB RAM અને 128GB સ્ટોરેજ ધરાવતા મોડેલનો રિવ્યુ આપવા આવ્યો છે. જેની કિંમત રૂ. 14,999 છે. આ સાથે જ 4GB RAM અને 64GB વેરિયન્ટ પણ ઉપલબ્ધ છે, પરંતુ અમે તેને રેકમેન્ડ નથી કરતા. આ અંગે વધુ આપણે આગળ જાણીશું. રેડમી 10 પ્રાઈમમાં 6.5-ઇંચની ફૂલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં 90Hzનો રિફ્રેશ રેટ મળે છે. તેમજ ક્વાડ કેમેરા સેટઅપમાં 50MP કેમેરો મળે છે. સેલ્ફી કેમેરો 8MPનો છે. સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 અને MIUI 12.5થી ઓપરેટ થાય છે. તેમાં યુએસબી-સી પોર્ટ, કનેક્ટિવિટી માટે સ્ટાન્ડર્ડ બ્લુટુથ 5.1 અને ડ્યુઅલ-બેન્ડ વાઈ-ફાઈ, 18W ચાર્જિંગ સાથે 6,000mAh બેટરી મળે છે. ઉલ્લેખનીય છે કે, રેડમી 10 પ્રાઇમનું વજન 192 ગ્રામ છે અને તે 9.56mm જાડો છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર જમણી બાજુએ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો-EXPLAINED NEET PG Admit Card 2021: અહીં જાણો નીટ પીજી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની રીત અને ડિટેલ્સ

પરફોર્મન્સ- આ ફોન સેગમેન્ટનો શ્રેષ્ઠ ફોન ન કહી શકાય. આ સ્માર્ટફોનમાં રહેલું પ્રોસેસર પરફોર્મન્સ બિસ્ટ નથી, પરંતુ તે બિન ઉપયોગી પણ નથી. Geekbench 5 પર તેને સિંગલ કોર પરફોર્મન્સમાં 370 પોઇન્ટ અને મલ્ટી કોર પરફોર્મન્સમાં 1210 પોઇન્ટ મળ્યા છે. જણાવી દઈએ કે, Helio G95 સાથે આવતા Realme Narzo 30 અને Qualcomm Snapdragon 678 સાથે આવતા Redmi Note 10ના સ્કોર કરતા રેડમી 10 પ્રાઈમનો સ્કોર ઓછો છે. આ સ્કોરના કારણે ફોનના પરફોર્મન્સ પર અસર થતી હોય છે. દા.ત. રેડમી 10 પ્રાઇમ બૂટ અપ થયા પછી સ્મૂથ પરફોર્મન્સ માટે થોડો સમય લે છે. તે અસર જોઈ શકાય છે. ફોનમાં એકસાથે ઘણી બધી એપ્લિકેશન્સ ખુલ્લી હોય તો આ અસર સરળતાથી જોઈ શકાય છે. જો તમે ગૂગલ ક્રોમ પર 7 કે 8થી વધુ ટેબ્સ ખુલ્લી રાખી હોય અને પાંચ કે છ એપ્લિકેશનો એકસાથે એક્ટિવ હોય ત્યારે પરફોર્મન્સમાં ઘટાડો સામે આવે છે. જેથી અમે 6GB RAM વેરિયન્ટ લેવાની સલાહ આપી છે.

બીજી તરફ 90Hzની ડિસ્પ્લે હોવા છતાં ડિસ્પ્લેમાં સ્મુથનેસનો અનુભવ થતો નથી. એકંદરે એમ કહી શકાય કે, રેડમી 10 પ્રાઇમ પર સામાન્ય ગેમ્સ રમી શકાય. પણ તે મિડ-રેન્જ ફોન્સમાં મળતી સ્મૂથનેસ જેવો નથી. દા.ત. Realmeનો Narzo 30 અને રેડમીનો જ Note 10 આ જ કિંમતમાં આવતા આનાથી સારા ડિવાઇસ છે.

આ પણ વાંચો-ભારતમાં લોન્ચ થઈ Tataની પાવરફુલ ઇલેક્ટ્રિક કાર Tigor EV, સિંગલ ચાર્જમાં ચાલશે 306 km

ડિસ્પ્લે- આ ફોનનું સૌથી મજબૂત પાસું તેની ડિસ્પ્લે છે. 6.5 ઇંચની ફુલ એચડી+ ડિસ્પ્લેમાં LCD પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે એકંદર સારું પરફોર્મન્સ આપે છે. જો તમે સામાન્ય યુઝર હોવ તો 90Hz રિફ્રેશ રેટ તમને ગમશે. ડિસ્પ્લે આંખને ગમે તેવી છે. ઓવરસેચ્યુરેશન વગર તેમાં સારા કલર મળે છે. આમ તો કલર એક્યુરેસી સારી છે પણ અકયુટ એંગલ પર ક્યારેક કલર શિફ્ટ જોવા મળે છે. ખાસ કરીને ડાર્ક કન્ટેન્ટ જુઓ ત્યારે તે અનુભવા થાય છે. ટચ રિસ્પોન્સ સારો છે. પણ એડેપટીવ બ્રાઈટનેસ આ સેગમેન્ટમાં શ્રેષ્ઠ ન કહી શકાય. આ ફોનમાં બ્રાઈટનેસ મન્યુઅલી એડજસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો-50 mp કેમેરા વાળો Redmi 10 Prime લોન્ચ, જાણો તેનો ભાવ અને સ્પેસિફિકેશન

બિલ્ડ એન્ડ ડિઝાઇન- આ ફોન દેખાવમાં બેજેટ ફોન જેવો લાગે છે. થોડા સમય પહેલા રેડમી દ્વારા લોન્ચ થયેલા સ્માર્ટફોનમાં પ્રીમિયમ બિલ્ડ મળતું હતું. પણ રેડમી 10 પ્રાઈમમાં તેવું નથી. તેમાં પાછળની તરફ આપેલું પોલીકાર્બોનેટ પ્લાસ્ટિક જેવું ફિલ થાય છે. તેમાં આંગળીઓની છાપ તુરંત ઉપસી આવે છે. તે પ્રીમિયમ જેવું ફિલ થતું નથી. બીજી તરફ ફિંગરપ્રિન્ટ સેન્સર ખૂબ ઉપર મુકાયું છે. જેના કારણે નાના પંજા ધરાવતા લોકોને થોડી તકલીફ થઈ શકે. જોકે, ઉપરની તરફ 3.5mm ઓડિયો પોર્ટ અને ડ્યુલ સ્પીકરના વિકલ્પ સારી બાબત છે. તે ઉપરની તરફ હોવાથી વિડીયો જોતી વખતે કે, ગેમ રમતી વખતે તે નડતરરૂપ રહેતા નથી.

કેમેરા પર્ફોર્મન્સ- રેડમી 10 પ્રાઇમમાં 50MP ક્વોડ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જેમાં 8MP અલ્ટ્રા-વાઇડ યુનિટ અને 2MPના ડેપ્થ અને મેક્રો યુનિટ્સ મળે છે. સામાન્ય સ્થિતિમાં કેમેરા અન્ડરપર્ફોમ કરતું નથી. સામાન્ય ફોટોગ્રાફી વધુ સારી છે. ઓટોફોકસની એક્યુરેસી પણ સારી છે. જોકે, મુવિંગ ઓબ્જેક્ટનું શૂટિંગ કરવું તેના માટે સરળ નથી. portrait mode સારા પરિણામ આપે છે. જોકે, ડાયાનામિક રેન્જ વધુ સારી નથી. એટલે કે, જ્યાં સારો પ્રકાશ આવતો હશે ત્યાં ફોટા સારા આવશે. લો લાઈટમાં કેમેરો સારા રિઝલ્ટ આપશે નહીં. 8MP ફ્રન્ટ કેમેરા બહુ સારો નથી. પરંતુ જરૂર મુજબનું કામ કરી શકે. ડિટેઇલ્સમાં અભાવ છે. ફ્રન્ટ કેમેરા સાથે ટોનલની એક્યુરેસી સારી નથી, પરંતુ સારા સેટઅપ્સમાં તે સારા સિચ્યુરેશન બેલેન્સના કારણે પૂરતું કામ આપે છે. કેમેરા એપ્લિકેશન ધીમી હોવાના કારણે કેટલીક વાર થોડી અકળામણ લાવી શકે છે.

સોફ્ટવેર અને બેટરી લાઇફ- રેડમી 10 પ્રાઇમ MIUI 12.5 પર ચાલે છે. જે બજારમાં સૌથી નોંધપાત્ર કસ્ટમ એન્ડ્રોઇડ ઇન્ટરફેસમાંનું એક છે. શાઓમીએ હવે તેના કેટલાક બ્લોટવેરને દૂર કરી શકાય તેવા બનાવ્યા છે, પરંતુ શાઓમીનું એન્ડ્રોઇડનું વિઝન સ્ટોક એન્ડ્રોઇડથી અલગ છે, તેથી તમને ખૂબ ગમશે અથવા તે બિલકુલ નહીં ગમે. બેટરી લાઇફની દ્રષ્ટિએ રેડમી 10 પ્રાઇમ એવરેજ યુઝર કરતાં આખો દિવસ આરામથી ચાલે છે. આનો અર્થ એ છે કે, તમારે દિવસની વચ્ચે ફોન ચાર્જ કરવાની જરૂર નહીં પડે. બીજી તરફ આ ફોન ચાર્જ થતા અન્ય બજેટ ફોનથી વધુ સમય લે છે. દા.ત. થોડી ઓછી બેટરી લાઇફ સાથે Realme Narzo 30ને સંપૂર્ણ ચાર્જ કરવામાં રેડમી 10 પ્રાઈમ કરતા લગભગ અડધો સમય લાગે છે.

આ પણ વાંચો-આ છે LICનો જબરદસ્ત પ્લાન, 1400 રૂપિયા ભરીને મળે છે પાકતી મુદ્દતે મળશે 25 લાખ રૂપિયા


શું કરવું જોઈએ?0 આ ફોનમાં ઘણા સારા અને નબળા પાસા છે. રેડમી 10 પ્રાઇમ 6જીબી રેમ સાથે પણ મિડલિંગ પર્ફોમન્સ આપે છે. તેમાં સારી ડિસ્પ્લે છે. પાછળનો કેમેરો દિવસ દરમિયાન સારું પર્ફોર્મન્સ કરી શકે છે. બેટરી પણ સારી ચાલે છે. જોકે, ચાર્જ થવામાં સમય લે છે. આ ફોન બજેટ ફોન જેવો જ છે. રૂ. 14,999 રૂપિયામાં વધુ સારા વિકલ્પો છે. જેના પર ધ્યાન દેવું જોઈએ.
Published by:Margi Pandya
First published:

Tags: Redmi 10 prime, ટેકનોલોજી, શ્યાઓમી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन