Home /News /tech /11 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં Redmi 10 Prime ખરીદવાની તક, 6000mAh બેટરી સાથે મળશે દમદાર કેમેરા

11 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં Redmi 10 Prime ખરીદવાની તક, 6000mAh બેટરી સાથે મળશે દમદાર કેમેરા

Redmi 10 Primeમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા મળે છે.

Redmi 10 Prime Discount: રેડમી 10 પ્રાઇમમાં 6.5 ઇંચની ફુલ HD+LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેઝોલ્યુશન 2,400 X 1,080 પિક્સલ છે. ફોન સ્ક્રીનની સુરક્ષા માટે તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 આપવામાં આવ્યો છે. તેના ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90 Hz છે.

વધુ જુઓ ...
Amazon Smartphone Upgrade Days Sale: એમેઝોન (Amazon) પર સ્માર્ટફોન અપગ્રેડ ડેઝ સેલ લાઇવ થઈ ગઈ છે. ગ્રાહકો માટે આ સેલને પાંચ દિવસ માટે રાખવામાં આવી છે. આ સેલમાં ગ્રાહકોને ટોપ સેલિંગ મોબાઇલ અને એસેસરીઝ પર 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમાં નો કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે. આ સેલમાં વાત કરીએ કેટલીક બેસ્ટ ઓફરની તો ગ્રાહકોને આ સેલમાં રેડમી 10 પ્રાઇમ (Redmi 10 Prime) ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એમેઝોન.ઇન પર આપવામાં આવેલી જાણકારી મુજબ આ ફોન 11,999 રૂપિયાની શરૂઆતી કિંમત પર અવેલેબલ છે અને બેંક ઓફર હેઠળ તેને 10,799 રૂપિયામાં ખરીદી શકાય છે.

શિયોમી રેડમી 10 પ્રાઇમમાં 6.5 ઇંચની ફુલ HD+LCD ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેઝોલ્યુશન 2,400 X 1,080 પિક્સલ છે. ફોન સ્ક્રીનની સુરક્ષા માટે તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 આપવામાં આવ્યો છે. તેના ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90 Hz છે. પ્રોસેસર તરીકે તેમાં મીડિયાટેક હીલિયો G88 મળે છે.

આ પણ વાંચો: Realme Narzo 50 5G લૉન્ચ, મિડ-રેન્જ સ્માર્ટફોનમાં મળશે 48 મેગાપિક્સલ કેમેરા અને 33W ડાર્ટ ચાર્જિંગ

કેમેરાની વાત કરીએ, તો રેડમી 10 પ્રાઇમમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ, 2 મેગાપિક્સલનો મેક્રો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર મળે છે.

સૌથી ખાસ છે તેની બેટરી

પાવર માટે રેડમી 10 પ્રાઇમમાં 6000mAh બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કંપનીએ બોક્સમાં 22.5 W અડેપ્ટર સાથે આપ્યું છે. ફોન 9W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

આ પણ વાંચો: 4 લાખથી વધુ લોકોએ ખરીદી Tataની આ સેફેસ્ટ હેચબેક! કિંમત 5.50 લાખથી પણ ઓછી અને આપે છે 26Kmની માઇલેજ

આ ફોન 4 GB અને 6 GB રેમ સાથે 64 GB અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. તેના સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે અને સ્માર્ટફોનમાં 2 જીબી રેમ એક્સટેન્ડ કરી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 11 પર આધારિત MIUI 12.5 કસ્ટમ સ્કિન સાથે આવે છે.

Redmi 10 Prime સ્માર્ટફોનમાં 4G VoLTE, Wi-Fi 802.11 એસી, Bluetooth 5.1, GPS, USB Type-C અને 3.5mm ઓડિયો જેક આપ્યો છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. આ ઉપરાંત, ગ્રાહકોને ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ, 3.5mm ઓડિયો જેક, IR બ્લાસ્ટર, વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ માટે IP 53 રેટિંગ મળશે. ફોનનું ડાયમેન્શન 161.95×75.57×9.56mm છે અને વજન લગભગ 192 ગ્રામ છે.
First published:

Tags: Amazon sale, Mobile and Technology, Redmi 10 prime, Xiaomi redmi, Xiaomi Smartphones, ટેક ન્યૂઝ