Home /News /tech /50MP કેમેરા, 6GB RAM, 6000mAh બેટરી સાથે Redmi 10 સ્માર્ટફોન લોન્ચ, જાણો Price

50MP કેમેરા, 6GB RAM, 6000mAh બેટરી સાથે Redmi 10 સ્માર્ટફોન લોન્ચ, જાણો Price

Redmi 10માં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 680 પ્રોસેસર લાગેલું છે. (Image credit- Redmi India)

Redmi 10 Launched in India: Redmi 10નું ઇન્ડિયન મોડલ વોટરડ્રોપ-સ્ટાઈલ ડિસ્પ્લે નોચ સાથે આવે છે અને તેમાં ડ્યુઅલ રિયર કેમેરા છે. ફોનમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 680 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

    Redmi 10 Launched in India: Redmi 10 સ્માર્ટફોન ગુરુવારે ઇન્ડિયામાં લોન્ચ થઈ ગયો છે. તે Redmi 9નો સક્સેસર છે અને Redmi 10ના ગ્લોબલ વેરિયન્ટ કરતાં અલગ મોડલ છે. તે Redmi 10Cનું રિબ્રાન્ડેડ વર્ઝન લાગે છે, જે આ સપ્તાહની શરૂઆતમાં નાઇજીરીયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. Redmi 10નું ઇન્ડિયન મોડલ વોટરડ્રોપ-સ્ટાઈલ ડિસ્પ્લે નોચ સાથે આવે છે અને તેમાં ડ્યુઅલ રિયર કેમેરા છે. ફોનમાં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 680 પ્રોસેસર આપવામાં આવ્યું છે. Redmi 10ની ટક્કર Realme C35, Motorola Moto E40, Tecno Spark 8 Pro અને Samsung Galaxy M21 2021 એડિશન જેવા સ્માર્ટફોન સાથે થશે.

    Redmi 10ની ભારતમાં કિંમત અને ઉપલબ્ધતા

    ભારતમાં Redmi 10ની કિંમત 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિયન્ટ માટે 10,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફોન 6GB + 128GB મોડલમાં પણ આવે છે, જેની કિંમત 12,999 રૂપિયા છે. Redmi 10નું વેચાણ 24 માર્ચે બપોરે 12 વાગ્યાથી Flipkart, Mi.com, Mi Home અને પસંદગીના ઓફલાઇન રિટેલ સ્ટોર પર શરૂ થશે. તે કેરેબિયન ગ્રીન, મિડનાઈટ બ્લેક અને પેસિફિક બ્લુ કલરમાં આવે છે.

    આ પણ વાંચો: Redmi Note 11 Pro સિરીઝ ભારતમાં લોન્ચ, 108MP કેમેરા સાથે મળશે આ ખાસ ફીચર્સ

    Redmi 10 સાથે કંપનીએ લોન્ચ ઓફર પણ રજૂ કરી છે. તેના હેઠળ HDFC બેંક ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI પર 1,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેની સરખામણીમાં Redmi 9ને ભારતમાં 8,999 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો.

    Redmi 10ના સ્પેસિફિકેશન્સ

    ડ્યુઅલ-સિમ (નેનો) સ્લોટ સાથે આવતો Redmi 10 સ્માર્ટફોન Android 11 પર બેસ્ડ MIUI 13ના લેયર પર ચાલે છે. તેમાં 6.7-ઇંચની HD+ ડિસ્પ્લે છે, જેમાં 20.6: 9નો આસ્પેક્ટ રેશિયો અને 400 નિટ્સની પીક બ્રાઇટનેસ છે. ડિસ્પ્લેને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પેનલ લાગેલી છે. Redmi 10માં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 680 પ્રોસેસર લાગેલું છે, સાથે એડ્રેનો 610 GPU અને 6GB સુધી LPDDR4X રેમ છે. આ ફોન તેના સ્ટોરેજનો ઉપયોગ કરીને રેમને 2GB સુધી વધારી શકે છે. ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર અને 2 મેગાપિક્સલનો પોટ્રેટ સેન્સર છે. કેમેરા સેટઅપમાં LED ફ્લેશ પણ આપવામાં આવી છે.

    આ પણ વાંચો: ભારતમાં જલ્દી લોન્ચ થશે Oppo K10, 20 હજારની રેન્જમાં મળશે મીડિયાટેક 8000 સિરીઝ પ્રોસેસર

    સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો કેમેરા ફોનમાં મળે છે. Redmi 10માં 128GB સુધી ઇન્ટરનલ સ્ટોરેજ છે, જેને SD કાર્ડ દ્વારા વધારી શકાય છે. કનેક્ટિવિટી ઓપ્શન્સ વિશે વાત કરીએ તો, Redmi 10માં 4G LTE, Wi-Fi 802.11ac, Bluetooth v5.0, GPS/A-GPS, USB Type-C અને 3.5mm હેડફોન જેક છે. બેક સાઈડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

    Redmi 10માં 6,000mAhની બેટરી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સાથે 10Wનું બંડલ ચાર્જર બોક્સમાં મળે છે. ફોનનું વજન 203 ગ્રામ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Redmi

    विज्ञापन
    विज्ञापन