Home /News /tech /Redmi 10 ભારતમાં આ તારીખે થશે લોન્ચ, 50MP કેમેરા અને સ્નેપડ્રેગન પ્રોસેસર તેને બનાવી શકે છે ખાસ

Redmi 10 ભારતમાં આ તારીખે થશે લોન્ચ, 50MP કેમેરા અને સ્નેપડ્રેગન પ્રોસેસર તેને બનાવી શકે છે ખાસ

Redmi 10નું ગ્લોબલ લોન્ચ ગયા વર્ષે કરવામાં આવ્યું હતું.

Redmi 10 India: Redmi 10નું ગ્લોબલ લોન્ચ ગયા વર્ષે કરવામાં આવ્યું હતું. કંપનીએ ગયા મહિને Redmi 10 2022ના રૂપમાં પોતાનું અપગ્રેડ પણ રજૂ કર્યું હતું.

Redmi 10 India Launch: રેડમીનો નવો સ્માર્ટફોન ‘Redmi 10’ ભારતમાં 17 માર્ચે લોન્ચ કરવામાં આવશે. શ્યાઓમી  (Xiaomi)ની સબ-બ્રાન્ડે ગુરુવારે આ જાહેરાત કરી. નવા Redmi સ્માર્ટફોનમાં વોટરડ્રોપ ડિસ્પ્લે નોચ હોવાની જાણકારી ટીઝ કરવામાં આવી છે. આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર હશે, જે પાછલી જનરેશનની સરખામણીમાં બમણું ઝડપી છે. Redmi 10માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ હોવાની વાત કહેવામાં આવી રહી છે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર હશે. Redmi 10નું ગ્લોબલ લોન્ચ ગયા વર્ષે કરવામાં આવ્યું હતું. કંપનીએ ગયા મહિને Redmi 10 2022ના રૂપમાં પોતાનું અપગ્રેડ પણ રજૂ કર્યું હતું.

Redmi 10 હોઈ શકે છે ‘ખાસ’

સોશિયલ મીડિયા પર Redmi Indiaના ઓફિશિયલ અકાઉન્ટથી સ્માર્ટફોનની લોન્ચ ડેટની જાહેરાત કરવામાં આવી છે. Xiaomiએ Redmi 10ની લોન્ચિંગથી જોડાયેલ એક ડેડીકેટેડ માઈક્રોસાઈટ પણ બનાવી છે. એવું લાગે છે કે Redmi 10નું ઇન્ડિયા વર્ઝન ગયા વર્ષે આવેલા ગ્લોબલ મોડેલથી અલગ હોઈ શકે છે. આ Redmi 10 2022થી પણ અલગ લાગે છે, જેને ગયા મહિને અમુક ફેરફાર સાથે રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Apple iPad Air 2022 લૉન્ચ: કિંમતથી લઈને સ્પેસિફિકેશન સુધી, જાણો સંપૂર્ણ માહિતી

Redmi 10ની ભારતમાં અપેક્ષિત કિંમત

ભારતમાં Redmi 10ની કિંમત Redmi 9 જેટલી જ હોવાની અપેક્ષા છે. Redmi 9 ઓગસ્ટ 2020માં 4GB + 64GB કન્ફિગરેશન સાથે 8,999 રૂપિયામાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, બાદમાં તેની કિંમત વધીને 9,499 રૂપિયા કરવામાં આવી હતી. Redmi 10ની કિંમત Redmi 10 Prime કરતાં ઓછી હોવાની અપેક્ષા છે. સપ્ટેમ્બરમાં લોન્ચ કરાયેલા Redmi 10 Primeની શરૂઆતી કિંમત 12,499 રૂપિયા છે.

Redmi 10ના સંભવિત સ્પેસિફિકેશન્સ

Xiaomi ની માઇક્રોસાઇટ અનુસાર, ભારતમાં Redmi 10માં વોટરડ્રોપ ડિસ્પ્લે નોચ હશે. આ ગ્લોબલી લોન્ચ થયેલ Redmi 10 અને Redmi 10 2022થી અલગ છે, જેમાં હોલ-પંચ ડિસ્પ્લે ડિઝાઇન છે. નવા સ્માર્ટફોનમાં 6nm સ્નેપડ્રેગન પ્રોસેસર હોવાની પણ શક્યતા છે. આ તેના ગ્લોબલ મોડલથી પણ અલગ છે, જ્યાં MediaTekનું Helio G88 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: 2GB ડેઇલી ડેટા, અનલિમિટેડ કોલિંગ સાથે Airtelનો 28 દિવસવાળો રિચાર્જ પ્લાન, જાણો કિંમત

ભારતમાં આવી રહેલા Redmi 10માં 50 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સર સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ હોવાનું કહેવાય છે. તો તેના ગ્લોબલ વેરિઅન્ટમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. Redmi 10ના ઈન્ડિયા વેરિઅન્ટનું ફિનિશિંગ પણ અલગ હશે. માઇક્રોસાઇટથી માલૂમ પડે છે કે ફોનમાં ટેક્સચર્ડ ડિઝાઈન સાથે સ્મજ-ફ્રી ફિનિશ છે.
First published:

Tags: 5G Smartphone, Gujarati tech news, Mobile and Technology, Redmi, Xiaomi Smartphones

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો