ખૂબ જ સ્માર્ટ છે Realmeનો નવો વેક્યુમ ક્લિનિંગ રોબોટ, સફાઈ કરી આખા ઘરને લગાવશે પોતું

ખૂબ જ સ્માર્ટ છે Realmeનો નવો વેક્યુમ ક્લિનિંગ રોબોટ, સફાઈ કરી આખા ઘરને લગાવશે પોતું
પ્રતિકાત્ક તસવીર

Realme દ્વારા યુરોપિયન બજારો માટે રોબોટ વેક્યુમનું ગ્લોબલ લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે, Realmeએ રોબોટિક વેક્યુમ ક્લીનર દિવાળી પહેલા જ ભારતમાં પહોંચશે.

  • Share this:
નવી દિલ્હીઃ ઘરની સાફ-સફાઈ (Home cleaning) માટેના અવનવા રોબોટીક વેક્યુમ ક્લીનર (Robotic vacuum cleaner) બજારમાં ઘણા સમયથી મળતા હતા. હવે આ રોબોટીક વેક્યુમ ક્લીનરના વધુ સ્માર્ટ અને અત્યાધુનિક મોડેલ (Smart and sophisticated model) લોન્ચ થઈ રહ્યા છે. Realme દ્વારા પણ રોબોટીક વેક્યુમ ક્લીનર લોન્ચ કરાયું છે. જેનું નામ Realme રોબોટ વેક્યુમ છે. આ મોડેલને કંપનીએ પોતાની પ્રોડક્ટ લિસ્ટમાં સામેલ કર્યું છે.

Realmeનો નવો વેક્યૂમ ક્લિનિંગ રોબોટ ગ્રાહકોને વેક્યૂમિંગ અને મોપિંગ બંનેની સગવડ પૂરી પાડે છે. Realmeના રોબોટ વેક્યુમ ક્લીનરમાં LiDAR સેન્સર આપવામાં આવ્યું છે. જેની મદદથી તે ગંદા સ્થળને સિલેક્ટ કરી જગ્યાને સાફ કરી શકે છે. આ સાથે આ રોબોટિક ક્લીનરમાં કુલ 38 સેન્સર આપવામાં આવ્યા છે. Realmeનું આ વેક્યૂમ ક્લીનર સ્માર્ટફોન, AIOT પ્રોડક્ટ અને ટીવી માટે 1 + 5 + T રણનીતિ સાથે આવે છે.Realme દ્વારા યુરોપિયન બજારો માટે રોબોટ વેક્યુમનું ગ્લોબલ લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે, Realmeએ રોબોટિક વેક્યુમ ક્લીનર દિવાળી પહેલા જ ભારતમાં પહોંચશે, તેવી મીડિયા રિપોર્ટમાં પુષ્ટિ આપી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે.....

જોકે, કંપની તરફથી તેની લોન્ચિંગ તારીખ વિશે કંઇ ફોડ પાડવામાં આવ્યો નથી. માહિતી મુજબ Realme વેક્યુમ ક્લીનિંગ રોબોટ GT સિરીઝથી ડેબ્યૂ કરશે નહીં. અગાઉ આ સિરીઝના કારણે Realme તેના AIoT પ્રોડક્ટ્સ માટે એક અલગ ઇવેન્ટનું આયોજન કરી શકે તેવું માનવામાં આવતું હતું. Realme રોબોટ વેક્યુમ સિવાય Realme વોચ 2 અને Realme વોચ 2 પ્રો પણ લોન્ચ કરી શકે છે.

આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

ફિચરમાં શું શું છે?
Realme રોબોટ વેક્યુમ 2-ઇન-1 વેક્યુમ અને મોપિંગ ફંક્શન સાથે આવે છે. જેના વપરાશ માટે યુઝર્સ Realme લિંક એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે. LiDAR સેન્સર બધા સેન્સર્સમાં સૌથી મહત્વપૂર્ણ છે. તે રૂમમાં રહેલી ગંદી જગ્યાને શોધી કાઢે છે અને તેને સાફ કરતાં પહેલાં નકશો બનાવે છે. આ સાથે intelligent surface adaptationની સુવિધા Realme રોબોટ વેક્યુમમાં આપવામાં આવી છે. જેની મદદથી સફાઈ દરમિયાન સામે આવતી બધી વસ્તુઓની તેને ખબર પડી જાય છે. આવી સ્થિતિમાં તે પોતાની જગ્યા બદલી નાંખે છે.

આ પણ વાંચોઃ-પતિએ કર્યું એવું કારસ્તાન કે પત્ની અને સાળી બહાર કોઈને મોંઢું દેખાડવાના લાયક ના રહ્યા

રોબોટિક ક્લીનરની અંદર 600ml ડસ્ટિંગ બોક્સ આપવામાં આવ્યું છે. જેમાં તે પોતાની જાતને સાફ કરવાની ક્ષમતા ધરાવે છે. વેટ મોપિંગ માટે ગ્રાહકો અલાયદી ઇલેક્ટ્રોનિક પાણીની ટાંકી પણ ખરીદી શકે છે. રોબોટ વેક્યુમ સાથે કંપની ઓટો રિચાર્જ સુવિધા પણ આપે છે. જે ઓટોમેટિક રોબોટને ચાર્જિંગ સ્ટેશન પર લઈ આવશે અને સફાઇના બીજા રાઉન્ડમાં જવા માટે તૈયાર થાય તે પહેલાં તેની 5200mAh બેટરી ચાર્જ કરશે. રોબોટ વેક્યુમ વોઇસ કંટ્રોલ માટે ગૂગલ આસિસ્ટન્ટ અને એમેઝોન એલેકસા બંનેને સપોર્ટ કરે છે.શું છે કિંમત
Realme રોબોટ વેક્યુમ ક્લીનરની કિંમત ભારતીય ચલણ પ્રમાણે આશરે 27,000 રૂપિયા છે. ભારતમાં લોન્ચ થયા બાદ તે Xiaomi Mi રોબોટ વેક્યુમ Mop-P સાથે સ્પર્ધા કરશે. જેની કિંમત 24,999 રૂપિયા છે.
Published by:News18 Gujarati
First published:June 16, 2021, 18:30 pm

ટૉપ ન્યૂઝ