Home /News /tech /Realme 9 4Gની આતુરતાનો અંત! ભારતમાં આ દિવસે આવી રહ્યો છે 108 મેગાપિક્સલ કેમેરાવાળો આ દમદાર ફોન

Realme 9 4Gની આતુરતાનો અંત! ભારતમાં આ દિવસે આવી રહ્યો છે 108 મેગાપિક્સલ કેમેરાવાળો આ દમદાર ફોન

Realme 9 4Gની લોન્ચિંગ ડેટ સામે આવી છે.

Realme 9 4G Launch Date: કેમેરા-સેન્ટ્રિક ફોન શોધી રહેલા ગ્રાહકો માટે પણ આ સારા સમાચાર છે કારણકે રિયલમી 9 4Gમાં રિયર સિસ્ટમ પર 108 મેગાપિક્સેલ કેમેરા હોવાની પુષ્ટિ થઈ છે.

  Realme 9 4G Launch Date: Realme 9 4Gને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, અને હવે સમાચાર આવ્યા છે કે આ ફોન ભારતમાં 7 એપ્રિલે આવી રહ્યો છે. આ એ જ દિવસ છે જ્યારે Realme ભારતમાં તેનો ફ્લેગશિપ ફોન GT 2 Pro કેટલાક અન્ય પ્રોડક્ટ્સ સાથે લોન્ચ કરશે, જેમાં Realme Book લેપટોપ પણ સામેલ છે. Realme 9 4G ઘણા સમયથી અફવાઓમાં છે. રિયલમી 9 4જીનું લોન્ચિંગ 7 એપ્રિલે GT 2 પ્રો સાથે થશે. આ ઇવેન્ટ ભારતમાં બપોરે 12.30 વાગ્યે શરૂ થશે.

  આ વચ્ચે કેમેરા-સેન્ટ્રિક ફોન શોધી રહેલા ગ્રાહકો માટે પણ આ સારા સમાચાર છે કારણકે રિયલમી 9 4Gમાં રિયર સિસ્ટમ પર 108 મેગાપિક્સેલ કેમેરા હોવાની પુષ્ટિ થઈ છે.

  108 મેગાપિક્સલ કેમેરા મળશે

  એક ટ્વીટમાં Realmeએ કહ્યું કે Realme 9 4G '9X ફોકસિંગ એક્યુરસી' ઓફર કરવામાં સક્ષમ હશે, પરંતુ તે શું હશે તે સ્પષ્ટ કર્યું નથી. કંપની કોઈપણ રીતે કેમેરા પર ધ્યાન કેન્દ્રિત કરશે કારણ કે 108 મેગાપિક્સલનો કેમેરો એવા ગ્રાહકોને અપીલ કરશે કે જેઓ આ સેન્સર સાથે કંપનીનો પહેલો ફોન Realme 8 Pro પસંદ કરે છે.

  આ પણ વાંચો: Samsungના લેટેસ્ટ 5G ફોનની કિંમતનો થયો ખુલાસો, પહેલી વાર મળી રહી છે આવી ઓફર

  જણાવી દઈએ કે ગયા વર્ષે Realme એ 108 મેગાપિક્સલ કેમેરા સાથેનો પહેલો ફોન 8 Pro લોન્ચ કર્યો હતો. અફવાઓ મુજબ Realme 9 4G 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા સાથે આવશે, જે સંભવતઃ ડિસ્પ્લે પરના પંચ-હોલની અંદર હશે.

  ટિપસ્ટર અભિષેક યાદવે Realme 9 4Gનું એક પોસ્ટર ટ્વીટ કર્યું, જેમાં જણાવાયું કે ફોન 90Hz રિફ્રેશ રેટ અને 360Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે AMOLED ડિસ્પ્લેનો ઉપયોગ કરશે. સ્ક્રોલ કરતી વખતે અથવા ગેમ રમતી વખતે તે એક સહજ અનુભવ આપે છે.

  આ પણ વાંચો: Vodafone Ideaએ 30 અને 31 દિવસની વેલિડિટીવાળા 2 સસ્તા પ્લાન કર્યા લોન્ચ, Airtel-Jioને ટક્કર!

  આ ફોન AMOLED ડિસ્પ્લે સાથે આવી રહ્યો હોવાથી એક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને મહત્તમ 1000 નિટ્સની બ્રાઇટનેસ ઓફર કરશે. ફોનની બોડી 7.99mm પાતળી હશે અને તેનું વજન 178 ગ્રામ હશે. Realme 9 4G રિપલ હોલોગ્રાફિક્સ ડિઝાઇન (Holographics Design) સાથે આવશે જે આપને તાજેતરમાં Realme 9 5G SE પર જોયું છે, અને તે સનબર્સ્ટ ગોલ્ડ, સ્ટારગેઝ વ્હાઇટ અને મીટિઅર બ્લેક કલર વેરિઅન્ટમાં આવી શકે છે.

  પોસ્ટર મુજબ, ફોનમાં 108 મેગાપિક્સલ સેમસંગ ISOCELL HM6 સેન્સર, જેમ કે નેનોપિક્સેલ પ્લસ ટેક્નોલોજી, 9-સમ પિક્સલ બિનિંગ મળશે. રિયર સિસ્ટમ પરના અન્ય કેમેરા 120 ડિગ્રીના વિઝ્યુઅલ ફીલ્ડ અને 4 સેમિ મેક્રો સેન્સર સાથે 'સુપર' વાઇડ-એંગલ સેન્સરનો ઉપયોગ કરશે.

  આટલી હશે કિંમત

  આગામી Realme 9 4G ની કિંમત વિશે કોઈ માહિતી નથી, પરંતુ આપણે ગયા વર્ષના Realme 8 Proની કિંમતના આધારે એક અનુમાન લગાવી શકીએ છીએ. Realmeએ 8 Proને રૂ. 17,999 ની પ્રારંભિક કિંમતે લોન્ચ કર્યો હતો, જે સૂચવે છે કે આગામી Realme 9 4G ની કિંમત પણ એ જ કિંમતની આસપાસ હશે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Gujarati tech news, Mobile and Technology, Realme

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन