રિયલમી (Realme) આજે (4 ફેબ્રુઆરી) ભારતમાં પોતાની નવી સીરીઝ Realme X7 લૉન્ચ કરવા માટે તૈયાર છે. ફોનની સીરીઝમાં Realme X7 5G અને Realme X7 Pro 5G હશે, જેને આજે બપોરે 12.30 વાગ્યે લૉન્ચ કરવામાં આવશે. ફોનને લઇ ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે અને તેનું ટીઝર ફ્લીપકાર્ટ (Flipkart) ઉપર પણ રીલીઝ કરવામાં આવ્યું છે. ફોનના ફીચર્સ અને કિંમત બંને બાબતોને લઈ ઘણી ચર્ચા ચાલી રહી છે અને લીક રિપોર્ટમાં ફોનને લઈને અલગ-અલગ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. આવો જાણીએ કયા ફીચર્સની સાથે આવી શકે છે આ બંને સ્માર્ટફોન્સ અને કેટલી હોઈ શકે છે કિંમત...
Realme X7 5G સુપર AMOLED ફુલ-HD ડિસ્લેંમ આપવામાં આવી શકે છે. તેમાં MediaTek Dimensity 800U ચિપસેટ હશે. કેમેરા તરીકે આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે, જેમાં 64 મેગાપિક્સલનો પ્રોઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવી શકે છે.
પાવર માટે Realme X7માં 50Wની સુપરહાર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટવાળી 4300mAh બેટરી આપવામાં આવી શકે છે. ફોનનું વજન 185 ગ્રામ હોવાની આશા છે. Realme X7માં 128 GB સ્ટોરેજવાળા બે વેરિયન્ટ હશે, જેમાં 6 GB અને 8 GB રેમ ઓપ્શન આપવામાં આવી શકે છે. Realme X7 5Gના ભારતીય વેરિયન્ટની કિંમત ચીન વેરિયન્ટની તુલનામાં ઓછી હોવાની આશા રાખવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને 15,000 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે.
Realme X7 Pro 5Gમાં 120 Hz રિફ્રેશ રેટવાળો સુપર એમોલેડ ડિસ્લે ા આપવામાં આવી શકે છે. તે MediaTek Dimensity 1000+ ચિપસેટ પર કામ કરશે. કેમેરા તરીકે ફોનમાં 64 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરવાળો ક્વાડ રિયર કેમેરા સેટઅપ હશે. સેટઅપમાં 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ એન્ગલ સેન્સર, 2 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ અને 2 મેગાપિક્સલ મેક્રો લેન્સ હોઈ શકે છે.
પાવર માટે આ સ્માર્ટફોનમાં 65W સુપરડાર્ટ ફાસ્ટ ચાર્જિગ સપોર્ટવાળી બેટરીની સાથે આવશે. તેનું વજન 184 ગ્રામ હોઈ શકે છે. Realme X7 Pro 5Gના ભારતીય વેરિયન્ટની પ્રારંભિક કિંમત 20 હજાર રૂપિયાની અંદર હોવાની આશા રાખવામાં આવી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર