Home /News /tech /

Realme Watch T1: Realmeની લેટેસ્ટ સ્માર્ટવોચ, 35 મિનિટમાં થશે 90% ચાર્જ, જાણો ફીચર અને કિંમત

Realme Watch T1: Realmeની લેટેસ્ટ સ્માર્ટવોચ, 35 મિનિટમાં થશે 90% ચાર્જ, જાણો ફીચર અને કિંમત

રિયલમી સ્માર્ટ વોચ

Realme Watch T1: કંપનીએ રિયલમી વોચ T1ની ભારતીય કિંમત અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી, પરંતુ રિયલમી વોચ T1ની કિંમત ચીનમાં CNY 699 (આશરે 8,200 રૂપિયા) છે અને તે બ્લેક, મિન્ટ અને ઓલિવ ગ્રીન કલર ઓપ્શનમાં આવે છે.

મુંબઈ: રિયલમી (Realme) દ્વારા ભારતમાં પોતાની સ્માર્ટવોચ (smartwatch) T1 લોન્ચ કરવાની તૈયારી થઈ રહી છે. કંપની આ સ્માર્ટવોચ ચીનમાં લોન્ચ કરી ચૂકી છે. કંપનીએ ગત ઓક્ટોબર મહિનામાં કંપનીએ Realme GT Neo 2T અને Realme Q3s સાથે આ સ્માર્ટવોચ પણ લોન્ચ કરી હતી. હવે ભારતમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (Bureau of Indian Standards) એટલે કે, BIS પર T1 સ્માર્ટવોચ જોવા મળી છે.

મોડેલ નંબર RMW2103 BIS લિસ્ટમાં જોવા મળેલ છે. જે રિયલમી પ્રોડક્ટ રિયલમી વોચ T1 હોવાનું કહેવાય છે. જાણીતા ટિપસ્ટર મુકુલ શર્મા (@stufflistings)એ સૌપ્રથમ આ લિસ્ટિંગ જોયું હતું તેમણે ઉલ્લેખ કર્યો છે કે, ચીનના બજારમાં મૂકવામાં આવેલી રિયલમી વોચ T1 સ્માર્ટવોચને RMW2103 નંબર દ્વારા ઓળખવામાં આવી છે. આ માહિતીના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કંપની ટૂંક સમયમાં રિયલમી T1 સ્માર્ટવોચનું ભારતીય વેરિએન્ટ રજૂ કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ સ્માર્ટવોચ ચીનના બજારમાં લોન્ચ થતા પહેલા મોડેલ નંબર RMW2102 સાથે જોવા મળી હતી.

કિંમત

કંપનીએ રિયલમી વોચ T1ની ભારતીય કિંમત અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી, પરંતુ રિયલમી વોચ T1ની કિંમત ચીનમાં CNY 699 (આશરે 8,200 રૂપિયા) છે અને તે બ્લેક, મિન્ટ અને ઓલિવ ગ્રીન કલર ઓપ્શનમાં આવે છે. જેથી ભારતમાં પણ કિંમત તેની આસપાસ રહેશે તેવો અંદાજ છે.

સ્પેસિફિકેશન

રિયલમી વોચ T1માં 416 X 416 પિક્સલ રિઝોલ્યુશન, પિક્સેલ ડેન્સિટીની 325PP અને 50hz ગ્લોબલ રિફ્રેશ રેટ સાથે 1.3 ઇંચની રાઉન્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની ઉપર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં બ્લુટુથ વી5.0, GPS/ એ-જીપીએસ/ ગ્લોનાસ/ ગેલિલિયો અને NFCનો સમાવેશ થાય છે. સ્માર્ટવોચ બ્લુટુથ કોલિંગને પણ સપોર્ટ કરે છે

રિયલમી વોચ T1માં 4 જીબી ઓનબોર્ડ સ્ટોરેજ પેક મળે છે અને ઓફલાઇન પ્લેબેક સપોર્ટ આપે છે. ઓનબોર્ડ સેન્સરમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, જાયરોસ્કોપ, જીઓમેગ્નેટિક સેન્સર મળે છે અને હાર્ટ રેટ બ્લડ ઓક્સિજન સેન્સરનો સમાવેશ થાય છે. રિયલમી વોચ T1 રિયલ ટાઇમ હાર્ટ રેટ મોનિટરિંગ રહે છે. તેમાં SpO2 મોનિટરિંગ અને સ્લીપ એનાલિસિસ પણ છે.

આ પણ વાંચો: બેસ્ટ 5G સ્માર્ટફોન શોધો છો? આ રહ્યા ભારતમાં મળતા એકથી એક હટકે 5G સ્માર્ટફોન

228mAh બેટરી

રિયલમી વોચ ટી1માં બેડમિન્ટન, હાઇકિંગ અને વોકિંગ સહિત 110 સ્પોર્ટ્સ મોડ્સ આપવામાં આવ્યા છે. તે 50થી વધુ વૉચ ફેસીસને સપોર્ટ કરે છે. સ્માર્ટવોચ પણ 5ATM (50 મીટર) વોટરપ્રૂફ છે. તેમાં 228 એમએએચ બેટરી પેક મળે છે. જેને એક ચાર્જ કરવાથી સાત દિવસ ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ફાસ્ટ મેગ્નેટિક ચાર્જીંગની સુવિધા મળે છે. જેના કારણે 35 મિનિટમાં 90 ટકા ચાર્જ થઈ શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Realme, Smartwatch, ટેકનોલોજી, ભારત, મોબાઇલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन