Apple, Samsung અને OnePlusને ટક્કર આપવા Realme તૈયાર, બજારમાં ઉતારશે રૂ. 60,000નો સ્માર્ટફોન

રિયલમી સ્માર્ટફોન (ફાઇલ તસવીર)

Realme Flagship Model: કંપનીએ અગાઉ તેનો ફ્લેગશિપ સ્માર્ટફોન રિયલમી જીટી 5જી લોન્ચ કર્યો હતો. ભારતમાં તેની કિંમત 37,999 રૂપિયાથી 41,999 રૂપિયા હતી.

  • Share this:
નવી દિલ્હી: સ્માર્ટફોન કંપનીઓ વચ્ચે જોરદાર હરીફાઈ જોવા મળી રહી છે. બજાર પર સેમસંગ (Samsung) અને એપલ (Apple)નું રાજ છે. જેને ટક્કર આપવા માટે રિયલમી (Realme) ફ્લેગશીપ સ્માર્ટફોન બજારમાં ઉતારશે. રિયલમીના આગામી સ્માર્ટફોનની સ્પર્ધા સેમસંગ ગેલેક્સી એસ સિરીઝ (Samsung Galaxy S Series) અને એપલના આઈફોન (iPhone) સાથે થશે. આ સાથે જ કંપની પોતાની ભગિની સંસ્થા ગણાતી વનપ્લસ (OnePlus) સાથે પણ સીધી હરીફાઈમાં ઉતરશે.

ફ્લેગશીપ ફોન લાવશે રિયલમી

રિયલમીના સ્થાપક અને CEO સ્કાઈ લી (Sky Li)એ રિયલમીના આગામી સ્માર્ટફોન અંગે જાણકારી આપી છે. તેમણે ટ્વિટમાં કહ્યું છે કે, રિયાલમી હવે પ્રીમિયમ સ્માર્ટફોન. સેગમેન્ટમાં (Premium Smartphone Segment) પ્રવેશવા જઈ રહી છે. સ્કાઈ લીએ પોતાના ટ્વિટમાં 800 US ડોલર એટલે કે, અંદાજે 60,000 રૂપિયાની કિંમતના સ્માર્ટફોન બજારમાં ઉતારવાની તૈયારી થઈ રહી હોવાનો સંકેત આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કંપનીએ અગાઉ તેનો ફ્લેગશિપ સ્માર્ટફોન રિયલમી જીટી 5જી લોન્ચ કર્યો હતો. ભારતમાં તેની કિંમત 37,999 રૂપિયાથી 41,999 રૂપિયા હતી. ત્યારે હવે રિયલમી વધુ એક ફ્લેગશીપ સ્માર્ટફોન લઈ આવવા જઈ રહી છે.

રિયલમીના ફ્લેગશીપમાં લેટેસ્ટ ટેકનોલોજી મળશે

આમ તો કંપનીના પ્રીમિયમ સ્માર્ટફોન વિશે કોઈ માહિતી નથી. પરંતુ આ ડિવાઇસમાં લેટેસ્ટ ટેક્નોલોજી હશે તેમ કહી શકાય. આ ડીવાઈસમાં પ્રીમિયમ ડિસ્પ્લે અને પાવરફુલ કેમેરા સાથે ફ્લેગશિપ પ્રોસેસર પણ મળી શકે છે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 898 ચિપસેટ અથવા મીડિયાટેક ડાયમેન્શન 2000 ચિપસેટ હોઈ શકે છે. આ ફોનમાં 1500 નિટ્સ સુધીની બ્રાઈટનેસ સાથે E5 એમોલેડ ડિસ્પ્લે પણ હોવાની સંભાવના છે.

આ પણ વાંચો: એન્ડ્રોઇડ યૂઝર્સ માટે 4 ટીપ્સ: ફટાફટ ચાર્જ થશે તમારો સ્માર્ટફોન, જાણો રીત

ક્યારે થશે લોન્ચ?

સ્કાઈ લીએ યૂઝર્સને પૂછ્યું કે, તમે રિયલમીના સ્માર્ટફોનમાં શું ઈચ્છી રહ્યા છો? તેમના ટ્વીટનો જવાબ આપતાં કેટલાક લોકોએ લખ્યું હતું કે, તેઓ રિયલમી, હાર્ડવેર સપોર્ટ, વોટર રેઝિસ્ટન્ટ, વાયરલેસ ચાર્જિંગ, ગ્લાસ બેક અને વધુ સારા કેમેરા પર્ફોમન્સની અપેક્ષા રાખે છે. બીજી તરફ ભારતમાં આ સ્માર્ટફોન 2022ના પહેલા છ માસિકમાં લોન્ચ થઈ શકે છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ Reels માટે આવ્યા બે સુપર ફીચર્સ, આ રીતે કરો ઉપયો

ઉલ્લેખનીય છે કે, રિયલમીએ ઓપ્પો (Oppo)ની સબ બ્રાન્ડ તરીકે શરૂઆત કરી હતી. શરૂઆતના દિવસોમાં કંપનીએ માત્ર બજેટ સ્માર્ટફોન પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યારબાદ કંપનીએ કેટલાક મિડરેન્જ સેગમેન્ટ ફોન બજારમાં ઉતાર્યા હતા. સમય જતાં કંપની બંને સેગમેન્ટમાં સફળ થઈ છે. હવે કંપની ઓપ્પોથી અલગ થઈ ગઈ છે.
First published: