Home /News /tech /

Realme આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે 108 MP કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

Realme આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે 108 MP કેમેરાવાળો સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

રિયલમી એપ્રિલમાં ભારતમાં 9 સિરીઝ હેઠળ નવું મોડલ માર્કેટમાં ઉતારશે.

Realme 9 Series Smartphone: રિયલમી (Realme) એપ્રિલ, 2022માં ભારતમાં 9 સિરીઝ હેઠળ નવું મોડલ માર્કેટમાં ઉતારશે. રિપોર્ટ મુજબ તેનું નામ રિયલમી 9 સુપરઝૂમ (Realme 9 SuperZoom) હોઈ શકે છે.

    Realme 9 Series Smartphone:  રિયલમી (Realme) આગામી મહીને ભારતમાં વધુ એક ધાંસૂ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. માનવામાં આવે છે કે રિયલમી 9 સિરીઝ (Realme 9 Series) અંતર્ગત જ આ ફોન માર્કેટમાં ઉતારવામાં આવશે. જોકે, હજુ સુધી સ્માર્ટફોનના નામનો ખુલાસો નથી થયો. 9 સિરીઝના અપકમિંગ સ્માર્ટફોનમાં તેનું સૌથી ખાસ ફિચર તેનો કેમેરા હોઈ શકે છે.

    લોન્ચ પહેલા જ નવા ફોનના સ્પેસિફિકેશન (Specifications) વિશે અમુક જાણકારી સામે આવી છે. 91Mobileની રિપોર્ટ મુજબ રિયલમી એપ્રિલ, 2022માં ભારતમાં 9 સિરીઝ હેઠળ નવું મોડલ માર્કેટમાં ઉતારશે. રિપોર્ટ મુજબ તેનું નામ રિયલમી 9 સુપરઝૂમ (Realme 9 SuperZoom) હોઈ શકે છે. રિયલમી અત્યાર સુધી ભારતીય માર્કેટમાં 9 સિરીઝ હેઠળ 9i, 9 5G, 9 SE 5G, 9 Pro અને 9 Pro + સ્માર્ટફોન લોન્ચ કરી ચૂક્યું છે.

    આ પણ વાંચો: 50MP ટ્રિપલ કેમેરા, 150W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realme GT Neo 3 લૉન્ચ, જાણો કિંમત

    ખાસ હશે કેમેરા

    જે જાણકારી સામે આવી રહી છે, તે દર્શાવે છે કે Realmeના આવનારા ફોનની સૌથી મોટી ખાસિયત તેનો કેમેરા હશે. આ નવા ડિવાઇસમાં 108 મેગાપિક્સલનો કેમેરા (Realme 9 SuperZoom Camera) હોઈ શકે છે. આ કંપનીનો બીજો ફોન હશે જે 108 MP કેમેરા સાથે આવશે. અગાઉ Realme 8 Pro કંપનીનો પહેલો ફોન હતો જે 108MP કેમેરા સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો. 108 MPના મુખ્ય કેમેરા ઉપરાંત સ્માર્ટફોનની પાછળ વધુ બે કેમેરા હશે.

    એવામાં અપકમિંગ 9 સિરીઝનો સ્માર્ટફોન આ સિરીઝનો પહેલો ફોન હોઈ શકે છે જે 108MP કેમેરા સાથે આવશે. રિયલમી 9iમાં 50MP પ્રાઇમરી કેમેરા છે અને SE 5G અને 9 5Gમાં 48MP કેમેરા છે. 9 પ્રોમાં 64MP મેઇન કેમેરા છે, તો 9 Pro + 5G માં 50MP Sony IMX766 કેમેરા આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: YouTubeએ ભારતીય યુઝર્સ માટે લોન્ચ કર્યા 2 જોરદાર ફીચર્સ, હેલ્થ ઇન્ફોર્મેશનમાં આ રીતે કરશે મદદ

    31 માર્ચે લોન્ચ થશે Realme C31

    Realme તેનો નવો સ્માર્ટફોન Realme C31 ભારતમાં 31 માર્ચે લોન્ચ કરશે. આ ફોનને ઈન્ડોનેશિયામાં 24 માર્ચે લોન્ચ કરવામાં આવ્યો છે. Realme C31 સ્માર્ટફોન ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. Realme C31માં 5000mAh બેટરી આપવામાં આવી છે. તેમાં અલ્ટ્રા સેવિંગ મોડ પણ છે. તે 10W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીથી સજ્જ છે. Realme C31 સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો AI ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં ફ્રન્ટમાં 5MP કેમેરા છે. તેમાં 6.5 ઇંચની ડિસ્પ્લે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Realme, Smartphones

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन