દિવાળી બાદ વધી શકે છે આ સ્માર્ટફોનની કિંમત

રિયલમી કંપનીના સીઇઓ માધવ સેઠે ટ્વિટર દ્વારા જણાવ્યું છે કે, દિવાળી પછી, ભારતમાં રિયલમી સ્માર્ટફોનની કિંમતોમાં વધારો કરી શકાય છે.

News18 Gujarati
Updated: November 7, 2018, 1:49 PM IST
દિવાળી બાદ વધી શકે છે આ સ્માર્ટફોનની કિંમત
રિયલમી કંપનીના સીઇઓ માધવ સેઠે ટ્વિટર દ્વારા જણાવ્યું છે કે, દિવાળી પછી, ભારતમાં રિયલમી સ્માર્ટફોનની કિંમતોમાં વધારો કરી શકાય છે.
News18 Gujarati
Updated: November 7, 2018, 1:49 PM IST
જો તમે દિવાળી પહેલાં રિયલમીનો ફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો જલદીથી તેને ખરીદી લો. ઇન્ડિયાના રિયલમી કંપનીના સીઇઓ માધવ સેઠએ એક ટ્ટીટરથી બીજી ટ્વી્ટ પોસ્ટ કરતા જણાવ્યુ છે કે દિવાળી બાદ ભારતમાં રિયલમી સ્માર્ટફોનની કિંમતમાં વધારો થઇ શકે છે.

સેઠે ટ્વિટમાં લખ્યું છે કે ડોલરની સરખામણીમાં સતત રૂપિયાના દરમાં ઘટાડો થાય છે અને આપણે એક બ્રાન્ડ તરીકે વાસ્તવિકપણે માર્જિન સાથે કામ કરી રહ્યા છીએ. તે દર્શાવે છે કે ભાવમાં વધારો કરી શકાય. અમે તમને આવનારા સ્માર્ટફોનમાં નવી-નવી ટેક્નોલોજી પૂરી પાડીએ છીએ. આમાં અમે નક્કી કર્યું છે કે દિવાળી પછી રિયલમી સ્માર્ટફોનના ભાવમાં વધારો કરવામાં આવશે.

આ ઉપરાંત તેમણે એક બીજું ટ્વિટ પણ કર્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે 'અમે દિવાળી બાદ આ સમસ્યાનું સમાધાન કરવામાં પ્રયત્ન કરીશું. જોકે, અત્યારે આ માટે કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી.

ત્યાં જ પહેલા ભારતીય રૂપિયાના ઘટાડાને ધ્યાનમાં રાખીને ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની શિઓમીએ તેમની પસંદ કરેલી સ્માર્ટફોન અને ટેલિવિઝન કિંમતોમાં વધારો કર્યો હતો. વર્તમાન સમયમાં ભારતમાં ડોલરનું મૂલ્ય 73 રૂપિયા છે, અને તાજેતરમાં જ 74.22 રૂપિયા પ્રતિ ડોલર હતું.
First published: November 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...