Home /News /tech /40 અને 43 ઇંચવાળા Realme Smart TV X માં છે આટલા બધા ખાસ ફીચર્સ, ઘર બની જશે થિએટર!
40 અને 43 ઇંચવાળા Realme Smart TV X માં છે આટલા બધા ખાસ ફીચર્સ, ઘર બની જશે થિએટર!
Realme Smart TV X બે સાઇઝ- 40 ઇંચ અને 43 ઈંચમાં આવે છે.
Realme Smart TV X: રિયલમી (Realme)એ ભારતમાં સ્માર્ટ ટીવી ઉપરાંત, Realme Pad Mini ટેબલેટ, Realme Buds Q2s અને 150W એડિશન વાળો Realme GT Neo 3 પણ લોન્ચ કર્યા છે. Realme Smart TV Xમાં 24W ડોલ્બી ઓડિયો સ્પીકર્સ ક્વોડ-સ્પીકર સેટઅપ સાથે આવે છે.
Realme Smart TV X Launched: રિયલમી (Realme)એ ભારતમાં એક નવું સ્માર્ટ ટીવી Realme Smart TV X મોડેલ લોન્ચ કરી નાખ્યું છે. આ ટીવી બે સાઇઝ- 40 ઇંચ અને 43 ઈંચમાં આવે છે, અને ફુલ એચડી રેઝોલ્યુશન પ્રદાન કરે છે. Realme Smart TV X એક સ્મૂધ બોડી સાથે આવે છે અને તેના થિન બેઝલ પર Realme બ્રાન્ડિંગ સામેલ છે. જણાવી દઇએ કે સ્માર્ટ ટીવી સાથે, કંપનીએ Realme Pad Mini ટેબલેટ, Realme Buds Q2s અને 150W એડિશન વાળો Realme GT Neo 3 પણ લોન્ચ કર્યો છે.
Realme GT Neo 3 માં 4500mAhની બેટરી મળશે જેની સાથે 150Wની ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. કંપનીનો દાવો છે કે, આ ચાર્જર 5 મિનિટમાં 50% બેટરી ચાર્જ કરશે. ભારતમાં રિયલમી સ્માર્ટ ટીવી એક્સની કિંમત 40 ઇંચ સ્ક્રીન વેરિયન્ટ માટે 22,999 રૂપિયાથી શરુ થાય છે, જ્યારે 43 ઇંચ મોડેલની કિંમત 25,999 રૂપિયા છે.
Realme Smart TV X ફુલ એચડી 40 ઇંચની સેલ 4 મે થી અને 43 ઇંચની સેલ 5 મે થી બપોરે 12 વાગ્યાથી રિયલમી, ફ્લિપકાર્ટ અને મેનલાઇન ચેનલ પર રાખવામાં આવશે. Realme તેના ઇ-સ્ટોર પર એક ઇન્ટ્રોડક્ટરી કિંમત પણ રજૂ કરી રહ્યું છે, જ્યાં બંને વેરિયન્ટ લિમિટેડ ટાઇમ માટે 1,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ હશે.
Realmeનું કહેવું છે કે Realme Smart TV X 7 ડિસ્પ્લે મોડ પ્રદાન કરે છે- સ્ટાન્ડર્ડ, વિવિડ, સપોર્ટ, મૂવી, ગેમ, એનર્જી સેવિંગ અને યુઝર. Realme Smart TV Xની સ્ક્રીન 400થી વધુ નિટ્સ બ્રાઈટનેસ આપે છે અને તેની ક્રોમા બૂસ્ટ ટેક્નોલોજી તેની પિક્ચર ક્વોલિટીને વધુ સારી બનાવે છે.
Realme Smart TV Xની ઓડિયો ક્વોલિટીની વાત કરીએ, તો ટીવીમાં 24W ડોલ્બી ઓડિયો સ્પીકર્સ ક્વોડ-સ્પીકર સેટઅપ સાથે આવે છે. ટીવી ARM Cortex-A55 CPU અને Mali-G31 MP2 GPU સાથે MediaTek ક્વાડ-કોર પ્રોસેસર દ્વારા ઓપરેટ થશે. સોફ્ટવેરની વાત કરીએ, તો Google Play Service અને Google Play Storeની એક્સેસ સાથે Android TV 11 OS મળે છે. અન્ય ફીચર્સમાં ક્રોમકાસ્ટ, યુએસબી પોર્ટ, HDMI પોર્ટ અને Google Assistant સપોર્ટનો સમાવેશ થાય છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર