આટલી સસ્તી ઓફર! માત્ર 12,999 રૂપિયામાં ઘરે લાવો 20W ડ્યુઅલ સ્પીકરવાળું દમદાર Smart TV
આટલી સસ્તી ઓફર! માત્ર 12,999 રૂપિયામાં ઘરે લાવો 20W ડ્યુઅલ સ્પીકરવાળું દમદાર Smart TV
(પ્રતીકાત્મક ફોટો)
Realme TV Offer: રિયલમી સ્માર્ટ ટીવી નિયો 32-ઇંચમાં ડોલ્બી ઓડિયો સપોર્ટ સાથે 20W ડ્યુઅલ સ્પીકર છે, જે ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ માટે જાણીતા છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 2.4GHz Wi-Fi, બે HDMI પોર્ટ, USB Type-A પોર્ટ, AV પોર્ટ અને LAN પોર્ટનો સમાવેશ થાય છે.
Realme TV Offer: રિયલમી (Realme)ના રિયલમી ડેઝ સેલ (Realme Days Sale)માં ગ્રાહકોને દમદાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહકો અહીંથી ઓછી કિંમતે સ્માર્ટફોન ખરીદી શકે છે તેમજ સ્માર્ટ ટીવી પર પણ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ગ્રાહકોને અહીંથી રિયલમી પ્રોડક્ટ્સ પર બેસ્ટ ડીલ મેળવવાની તક આપવામાં આવી રહી છે. એવામાં જો તમે નવું સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે સારી તક હોઈ શકે છે. આ એટલા માટે છે કારણ કે રિયલમી ડેઝ સેલમાં ગ્રાહકો રિયલમી સ્માર્ટ ટીવી નિયો (Realme Smart TV Neo)ને 1,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ઘરે લાવી શકે છે. સેલમાં આ ટીવી 13,999 રૂપિયાની જગ્યાએ માત્ર 12,999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.
રિયલમીના સ્માર્ટ ટીવીમાં 32 ઇંચની બેઝલ-લેસ ડિસ્પ્લે છે જે TUV Rheinland લો બ્લુ લાઇટ સર્ટિફિકેશન સાથે આવે છે. તે ક્વાડ-કોર મીડિયાટેક પ્રોસેસર દ્વારા સંચાલિત છે જે ARM Cortex-A35 CPU અને Mali 470 GPU સાથે 64-બીટ આર્કિટેક્ચર પર બનાવવામાં આવ્યું છે.
આ ટીવી પ્રોસેસર ક્રોમા બૂસ્ટ પિક્ચર એન્જિનને સપોર્ટ કરે છે, જે અંગે કહેવામાં આવે છે કે તે બ્રાઇટનેસ, કલર, કોન્ટ્રાસ્ટ અને ક્લેરિટી સુધારવાની સાથે પિક્ચર ક્વોલિટી વધારે છે.
Realme Smart TV Neoમાં 20Wનું ડ્યુઅલ સ્પીકર
રિયલમી સ્માર્ટ ટીવી નિયો 32 ઇંચમાં ડોલ્બી ઓડિયો સપોર્ટ સાથે 20W ડ્યુઅલ સ્પીકર છે, જે ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ માટે જાણીતા છે. તેમાં CC કાસ્ટનો પણ સમાવેશ થાય છે, જે ગ્રાહકોને તેમના સ્માર્ટફોન અથવા ટેબ્લેટથી સીધા જ તેમના ટીવી પર મોબાઈલ ગેમ્સ રમવા અથવા મૂવીઝ સ્ટ્રીમ કરવાની મંજૂરી આપે છે.
સ્ટોરેજની વાત કરીએ, તો આ સ્માર્ટ ટીવીમાં 512MB રેમ અને 4GB સ્ટોરેજ આપવામાં છે. સ્માર્ટ ફીચર્સની વાત કરીએ તો આ સ્માર્ટ ટીવીમાં YouTube, Hungama અને Eros Now જેવી એપ્સ મળે છે. કંપની આ ટીવી સાથે 1 વર્ષની વોરંટી આપે છે.
કનેક્ટિવિટી વિકલ્પોમાં 2.4GHz Wi-Fi, બે HDMI પોર્ટ, USB Type-A પોર્ટ, AV પોર્ટ અને LAN પોર્ટનો સમાવેશ થાય છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર