Realme 5G smartphones: રસપ્રદ વાત એ છે કે, ભારતમાં આ બ્રાન્ડે 9,500 ટકાથી વધુ વાર્ષિક વૃદ્ધિ કરી છે. જ્યારે 2021ના ત્રીજા ક્વાર્ટરમાં Realmeએ 831%ની વૃદ્ધિ નોંધાવી છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ દ્વારા નવા માર્કેટ પલ્સ સર્વિસ રિપોર્ટમાં નંબરો શેર કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી. Realme 5G smartphones: રિયલમી સ્માર્ટફોન (Realme Smartphones) માર્કેટની સૌથી ઝડપથી ગ્રોથ કરનાર બ્રાન્ડ (Fastest Growing Brand) બની ચૂકી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, રિયલમી 5G સ્માર્ટફોન સેગ્મેન્ટ (Realm in 5G segment)માં સૌથી ઝડપથી આગળ વધી રહી છે. છેલ્લા થોડા સમયમાં માર્કેટમાં 5G સેગમેન્ટની ગ્રોથ (5G segment growth in 2021) ખૂબ દેખાઇ રહી છે.
રસપ્રદ વાત એ છે કે, ભારતમાં આ બ્રાન્ડે 9,500 ટકાથી વધુ વાર્ષિક વૃદ્ધિ કરી છે. જ્યારે 2021ના ત્રીજા ક્વાર્ટરમાં Realmeએ 831%ની વૃદ્ધિ નોંધાવી છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ દ્વારા નવા માર્કેટ પલ્સ સર્વિસ રિપોર્ટમાં નંબરો શેર કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં દર્શાવ્યા અનુસાર, આ વૃદ્ધિએ Realmeને સતત બીજા ક્વાર્ટરમાં વૈશ્વિક 5G એન્ડ્રોઇડ સ્માર્ટફોન વેચાણમાં 6ઠ્ઠું સ્થાન મેળવવામાં મદદ કરી છે. અન્ય સ્માર્ટફોન બ્રાન્ડ કે જેણે તેમના 5G સ્માર્ટફોન વેચાણમાં પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી તેમાં Oppo અને Vivoનો પણ સમાવેશ થાય છે.
ત્રીજા ક્વાર્ટરમાં રિયલમીએ નોંધાવ્યો 831% ગ્રોથ
કાઉન્ટરપોઇન્ટના એક રિપોર્ટ અનુસાર 2021ના ત્રીજા ક્વાર્ટરમાં Realmeએ 831%ની વૃદ્ધિ નોંધાવી છે. આ ચીની કંપનીએ ભારત, ચીન અને યુરોપ જેવા પ્રદેશોમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. Realme એ 5G સ્માર્ટફોનના વેચાણમાં પણ 831 ટકાનો વધારો કર્યો છે. કંપની માટે આ એક મોટી સફળતા ગણાવી શકાય છે.
ઓપ્પો અને વિવોનું પ્રદર્શન
કાઉન્ટરપોઇન્ટના રિપોર્ટ અનુસાર, Oppo એ આ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 5G સ્માર્ટફોનના વેચાણમાં 165 ટકા વૃદ્ધિ નોંધાવી છે. જુલાઈથી સપ્ટેમ્બરના સમાન ત્રણ મહિનાના ગાળામાં Vivoએ તેના 5G સ્માર્ટફોનના વેચાણમાં 147 ટકાનો વાર્ષિક વધારો નોંધાવ્યો છે. જ્યારે કે દિગ્ગજ સ્માર્ટફોન કંપની શાઓમીએ 134 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. સેમસંગે 5G ફોનના વેચાણમાં 70 ટકાના વાર્ષિક વધારા સાથે ડિવિઝનમાં સાધારણ વૃદ્ધિ કરી છે. Honor, જે હવે તેની પેરેન્ટ ફર્મ Huaweiથી અલગ થઈ ગઈ છે, તેણે સેગમેન્ટમાં માત્ર 11 ટકાની નિરાશાજનક વૃદ્ધિ નોંધાવી હતી.
આ અહેવાલ સ્ટ્રેટેજી એનાલિટિક્સ દ્વારા અગાઉના બજાર અભ્યાસને અનુસરતા દર્શાવ્યું છે કે એપલે ફરી એકવાર 5G એન્ડ્રોઇડ માર્કેટને પછાડ્યું છે. કારણ કે આઇફોન્સ Q3, 2021માં સૌથી વધુ વેચાતા 5G ફોન બન્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તમામ 5G iPhone મોડલ વૈશ્વિક 5G સ્માર્ટફોન માર્કેટમાં 25 ટકા હિસ્સો ધરાવે છે. આ સાથે, Apple 5G સ્માર્ટફોન માર્કેટમાં ટોચ પર છે, ત્યારબાદ Xiaomi બીજા સ્થાને અને સેમસંગ ત્રીજા સ્થાને છે.
રિપોર્ટ પરથી કહી શકાય છે લોકો 5G સ્માર્ટફોન પ્રત્યો વધુ આકર્ષાય રહ્યા છે. ભારતે હજુ સુધી કોમ્યુનિકેશન માટે 5G બેન્ડનો ઉપયોગ કરવાનો શરૂ ન કર્યો હોવા છતાં, લોકો તેના માટે નવા 5જી ફોન સાથે ખરીદી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર