Realme Q3sમાં 12GB રેમ અને 144Hz ડિસ્પ્લે, 1 ઓક્ટોબરે થશે લોન્ચ

Realme Q3s સ્નેપડ્રેગન 750જી પ્રોસેસર પર કામ કરશે

Realme Q3s smartphone- Realme Q3s 5Gમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે. જેની સાથે 30 વૉટ ફાસ્ટ ચાર્જીંગ ઉપલબ્ધ છે

  • Share this:
રિયલમી દ્વારા Realme Q3s સ્માર્ટફોનને (Realme SmartPhone)ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવશે. આ પાવરફુલ સ્માર્ટફોન હશે. જેમાં 48 મેગાપિક્સલના ટ્રિપલ રિયર કેમરા સેટઅપ સાથે જ સ્નેપડ્રેગન 750જી પ્રોસેસર, 12GB રેમ અને 144Hzના રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે આપવામાં આવશે. આ ફોન હાલ ઉપલબ્ધ Realme Q3 5Gનું અપગ્રેડ વર્ઝન હશે. Realme ચાઈનાના વાઈસ પ્રેસિડેન્ટ Wan Wei Derek દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે. તેમણે ચાઈનીઝ માઈક્રો બ્લોગિંગ સાઈટ વીબો દ્વારા ફોનના લોન્ચ અંગે જાણકારી આપી હતી.

પોતાની પોસ્ટમાં વાઈસ પ્રેસિડેન્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, તેમણે Realme Q4 કે Realme Q5ને બદલે Realme Q3s મોનિકરની પસંદગી કરી છે. ઉલ્લેખનીય છે કે, કંપની આ વર્ષના સેકન્ડ હાફમાં Q સિરીઝ અંતર્ગત એક જ ફોન લોન્ચ કરશે જે Realme Q3s છે અને જે એક મિડ રેંજ ફોન છે. તો ચાલો Realme Q3sના ફીચર્સ અને સ્પેસિફિકેશન પર નજર કરીએ.

Realme Q3sના ફીચર્સ અને સ્પેસિફિકેશન

આજકાલ ઓછી કિંમતમાં વધુ ફીચર્સ આપવા માટે સ્માર્ટફોન કંપનીમાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. ત્યારે Realme Q3s વિશે વાત કરીએ તો આ ફોનમાં 1080x2400 પિક્સલ રેજોલ્યુશન સાથે 6.59 ઈંચની એચડી+ એલસીડી ડિસ્પ્લે 144Hzના રિફ્રેશ રેટ સાથે આપવામાં આવશે.

Realme Q3s સ્નેપડ્રેગન 750જી પ્રોસેસર પર કામ કરશે, જેમાં Adreno 619 જીપીયુની સાથે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે આમાં ટ્રીપલ રિયર કેમરા સેટઅપ છે, જેમાં એફ/1.8 લેંસ સાથે 48 મેગાપિક્સલનો પ્રાઈમરી સેંસર, એફ/2.3 લેંસ સાથે 8 મેગાપિક્સલનો વાઈડએંગલ સેંસર અને એફ/2.4 મેક્રોલેંસ સાથે 2 મેગાપિક્સલનો મેક્રો સેંસર સામેલ છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમરો એફ/2.1ના અર્પચર સાથે આપવામા આવ્યો છે.

આ પણ વાંચો - Redmi 9 Activ થયો લોન્ચ, જાણો સ્માર્ટફોનની કિંમત અને તેના ફીચર્સ

કનેક્ટિવિટી માટે Realme Q3s 5G ફોનમાં ડ્યુઅલ મોડ 5G, ડ્યુઅલ બેંડ વાઈ-ફાઈ, બ્લુટૂથ વી5.1, જીપીએસ, 3.5 mm હેડફોન જેક અને ચાર્જીંગ માટે USB ટાઈપ- C પોર્ટ સામેલ છે. તેમાં જીયોમેગ્નેટિક સેંસર, અંબિયંટ લાઈટ સેંસર, પ્રોક્સિમિટી સેંસર, ઝાયરો સેંસર અને એક્સલેરોમીટર સહિતના સેંસરમાં આપવામાં આવ્યા છે. Realme Q3s 5Gમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે. જેની સાથે 30 વૉટ ફાસ્ટ ચાર્જીંગ ઉપલબ્ધ છે. ફોનમાં 189 ગ્રામ વજન અને 162.5x74.8x8.8mmનું ડાયમેંશન છે.

Realme Q3sની એક્સપેક્ટેડ પ્રાઈઝ

આમ તો રિયલમી પોતાના Q3sના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સના આધારે આ સ્માર્ટફોનની કિંમત અંદાજે રૂ.20000ની આસપાસની હોઈ શકે છે.
First published: