Home /News /tech /

Realme Narzo 50 series : ભારતમાં 24 સપ્ટેમ્બરે ફોન, વોચથી માંડી ટીવી સુધીની પ્રોડક્ટ કરશે લોન્ચ

Realme Narzo 50 series : ભારતમાં 24 સપ્ટેમ્બરે ફોન, વોચથી માંડી ટીવી સુધીની પ્રોડક્ટ કરશે લોન્ચ

Realme Narzo 50 series 24 સ્પટેમ્બરે થશે લોન્ચ

Realme Narzo 50 ટીઝર પેજ સાથે જોડાયેલ રેન્ડર સૂચવે છે કે, ફોનમાં (Waterproof phone)વોટરડ્રોપ-સ્ટાઇલ નોચ ડિસ્પ્લે અને પાછળના ભાગમાં લંબચોરસ કેમેરા મોડ્યુલ હોઈ શકે છે. જે માત્ર ત્રણ સેન્સર અને ફ્લેશ જ નહીં, પણ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ ધરાવે છે.

વધુ જુઓ ...
  Realme આજે ભારતમાં ઘણું મોટું નામ બની ચૂક્યું છે. આ કંપની સ્માર્ટફોન, લેપટોપ, સ્માર્ટ ટીવીથી લઈને બીજી ઘણી વસ્તુઓ બનાવે છે. હાલમાં જ તેના વિશે એક મોટી ખબર આવી છે. Realme Narzo 50 સિરીઝ ભારતમાં 24 સપ્ટેમ્બરે લોન્ચ થવાની છે. કંપનીએ આ વાતની પુષ્ટિ કરી છે. Realme Band 2 અને Realme Smart TV Neo 32-inch પણ આ જ ઇવેન્ટમાં Narzo 50 ની સાથે લોન્ચ થઈ રહ્યા છે.

  Realme Narzo 50 સિરીઝ બે સ્માર્ટફોન Realme Narzo 50 અને Realme Narzo 50 Pro લોન્ચ કરે તેવી અપેક્ષા છે. ઘણા રિપોર્ટ એવું પણ સૂચવે છે કે, કંપની Realme Narzo 50A મોડલ પર પણ કામ કરી રહી છે.  Realme Narzo 50 લોન્ચિંગ તારીખ અને તેના કેટલાક રસપ્રદ ફીચર્સ:

  Realme Narzo 50 સિરીઝ ભારતમાં 24 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે તેવા અહેવાલ છે. ઇવેન્ટ બપોરે 12.30 વાગ્યે શરૂ થવાની છે અને તે વર્ચ્યુઅલ ઇવેન્ટ હોય તેવી શક્યતા છે. Realme તરફથી Narzo 50 સિરીઝ અંગે પેજ લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તેના ફીચરની કેટલીક ઝલક પણ મળે છે. તેને ARM Mali G52 GPU અને 12nm MediaTek Helio G85 ઓક્ટા-કોર SoCની તાકાત મળશે. Realme Narzo 50 સિરીઝ 6,000mAh બેટરી સાથે આવી શકે છે. જે 53 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ, 48 કલાક કોલિંગ, 111 કલાક Spotify, 26 કલાક વોટ્સએપ અને 8 કલાક ગેમિંગ ઓફર કરી શકે છે.

  આ પણ વાંચો-iPhone 13 series: આખરે શા માટે આટલા મોંઘા હોય છે iPhone? આ છે કારણ

  Realme Narzo 50 સિરીઝ સુપર પાવર સેવિંગ મોડ સાથે આવી શકે છે. જેમાં ફોન 5 ટકા પાવર સાથે 144 કલાક સુધી કોલિંગ કરી શકે છે. તે 120 કલાક વોટ્સએપ અને 2.6 દિવસ સ્ટેન્ડબાય ટાઇમ સુધી ટકી શકે છે. આ સ્માર્ટફોનમાં કેમેરા વિશે વાત કરવામાં આવે તો પાછળના ભાગમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરો અને 2 મેગાપિક્સલનો વધારાનો પોટ્રેટ અને મેક્રો લેન્સ સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ હશે. કેમેરાની સુવિધાઓમાં સુપર નાઇટસ્કેપ મોડનો સમાવેશ થાય છે.

  Realme Narzo 50 ટીઝર પેજ સાથે જોડાયેલ રેન્ડર સૂચવે છે કે, ફોનમાં વોટરડ્રોપ-સ્ટાઇલ નોચ ડિસ્પ્લે અને પાછળના ભાગમાં લંબચોરસ કેમેરા મોડ્યુલ હોઈ શકે છે. જે માત્ર ત્રણ સેન્સર અને ફ્લેશ જ નહીં, પણ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ ધરાવે છે.

  આ પણ વાંચો-TATA મોટર્સે લોન્ચ કરી સફારી ગોલ્ડ એડિશન, જાણો કિંમત અને તેનાં આકર્ષક ફિચર્સ

  Realme Band 2 ના ફીચર અને તેની કિંમત:

  Realme Band 2 તેના જુના મોડલ સાથે સરખામણી કરતા મોટી ડિસ્પ્લે ધરાવે છે. તેના સિવાય વિવિધ પ્લે મોડ્સ અને મેઇન હેલ્થ મોનિટર સાથે આવી રહ્યું છે. જે આ મહિનાની શરૂઆતમાં મલેશિયામાં પહેલેથી જ લોન્ચ થઇ ચૂક્યું છે અને 1.4-ઇંચનો ટચ ડિસ્પ્લે ધરાવે છે. તે હૃદયના ધબકારાને મોનિટર કરે છે અને તમારા લોહીના ઓક્સિજનના સ્તરને ટ્રેક કરવામાં પણ મદદ કરે છે.

  કનેક્ટિવિટી વિશે વાત કરવામાં આવે તો Realme Band 2 બ્લૂટૂથ v5.1 સપોર્ટ આપે છે. તેમાં 204mAh ની બેટરી પેક છે. જે 12 દિવસ સુધી ચાલી શકે છે. કિંમત વિશે વાત કરીએ તો મલેશિયામાં Realme Band 2 ની કિંમત MYR 139 (આશરે રૂ. 2,500) નક્કી કરવામાં આવી છે અને તે ભારતીય બજારમાં પણ આ કિંમતની આસપાસ આવી શકે તેવી શક્યતા છે.

  આ પણ વાંચો-ભારતમાં કોમ્પેક્ટ SUV Citroen C3 થઈ લોન્ચ, હ્યૂન્ડાઈ, કિયા સોનેટ, ટાટા નેક્સન સાથે થશે સીધી ટક્કર

  ઉલ્લેખનીય છે કે, Realmeએ ઇવેન્ટમાં સ્માર્ટ ટીવી નિયોની જાહેરાત કરવાની પણ પૃષ્ટિ કરી છે. સ્માર્ટ ટીવી વિશે વધુ જાણકારી હજુ બહાર આવી નથી.

  આ પણ વાંચો-મહિન્દ્રા આ SUV પર આપી રહી છે 2.5 લાખનું બંપર ડિસ્કાઉન્ટ, આ તારીખ સુધી મળશે લાભ

  Realme Narzo 50 Series રિયલમી નારજો 50 સીરિઝ, Realme Band 2 રિયલમી બેન્ડ 2, Realme Smart TV Neo રિયલમી સ્માર્ટ ટીવી નીઓ, સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી, રિયલમી ઇન્ડિયા

  વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
  First published:

  Tags: Realme, Realme band 2, Realme narzo 50 specifications

  આગામી સમાચાર