Home /News /tech /

Realme Narzo 50નું વેચાણ આજથી ભારતમાં શરુ; જાણો કિંમત, ઉપલબ્ધતા અને સ્પેસિફિકેશન્સ

Realme Narzo 50નું વેચાણ આજથી ભારતમાં શરુ; જાણો કિંમત, ઉપલબ્ધતા અને સ્પેસિફિકેશન્સ

Realme Narzo 50 બે કલરમાં ઉપલબ્ધ હશે; સ્પીડ બ્લેક (Speed Black) અને સ્પીડ બ્લુ (Speed Blue).

Realme Narzo 50 Sale India: Realme Narzo 50માં AI ટ્રીપલ કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી શૂટર છે. આ સ્માર્ટફોનમાં 33W ડાર્ટ ચાર્જિંગ સાથે 5,000mAh બેટરી છે જેથી તે આરામથી કલાકો સુધી ચાલી શકે છે.

    Realme Narzo 50 Sale India: રિયલમી (Realme)ના લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન રિયલમી નાર્ઝો 50 (Realme Narzo 50)નું આજથી ભારતમાં વેચાણ શરુ થઈ ગયું છે. આ સ્માર્ટફોન realme.com અને Amazon.in પર ઓનલાઈન અને દેશમાં ઓફિશિયલ રિટેલ સ્ટોર પર ઓફલાઈન મળશે. Realme Narzo 50 MediaTek Helio G96 ચિપસેટ પર કામ કરશે. તે 6.6-ઇંચની ડિસ્પ્લે સાથે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 33W ડાર્ટ ચાર્જિંગ સાથે 5,000mAh બેટરી છે જેથી તે આરામથી કલાકો સુધી ચાલી શકે છે. જો તમે ગેમિંગના શોખીન હો તો આ સ્માર્ટફોન તમારા માટે છે કેમ કે તેમાં દમદાર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં જબરદસ્ત રિફ્રેશ રેટ હોવાને લીધે તેની સ્ક્રીન પણ તમને નેક્સ્ટ લેવલ એક્સપીરિયન્સ ઓફર કરશે.

    Realme Narzo 50માં રેમ એક્સપાન્ડ કરવાની ટેક્નોલોજી (Dynamic RAM expansion technology) છે, જે 11GB સુધી રેમ વધારવાનો વિકલ્પ આપે છે.

    આ પણ વાંચો: WhatsAppએ જાન્યુઆરીમાં ભારતમાં બૅન કર્યા 18 લાખ અકાઉન્ટ, આ છે કારણ

    કેમેરામાં છે ગજબની ટેકનીક

    Realme Narzo 50માં AI ટ્રીપલ કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં એક પ્રાઇમરી કેમેરા પણ સામેલ છે, જે લાર્જ એરિયા માટે 50 મેગાપિક્સલ ઇમેજ સેન્સર અપનાવવા સક્ષમ છે. આ ઉપરાંત, કેમેરા સેટઅપમાં એક 2 મેગાપિક્સલ મેક્રો લેન્સ અને 2 મેગાપિક્સલ બ્લેક એન્ડ વ્હાઇટ લેન્સ છે, જે સ્પેશિયલ આર્ટિસ્ટિક ઇફેક્ટ આપે છે. આ સ્માર્ટફોન Android 11 પર આધારિત UI 2.0 પર કામ કરે છે.

    કેટલામાં મળશે આ સ્માર્ટફોન

    Realme Narzo 50 બે કલરમાં ઉપલબ્ધ હશે; સ્પીડ બ્લેક (Speed Black) અને સ્પીડ બ્લુ (Speed Blue). તેમાં બે સ્ટોરેજ વેરિઅન્ટ હશે. 4GB + 64GB વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા અને 6GB + 128GBની કિંમત 15,499 રૂપિયા છે.

    આ પણ વાંચો: TCL Foldable Phone: TCL લઈને આવી રહ્યું છે ફોલ્ડેબલ અને રોલેબલ પહેલો સ્માર્ટફોન

    આ સ્માર્ટફોનની કનેક્ટીવિટીની વાત કરીએ, તો Realme Narzo 50માં 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS, USB ટાઇપ-C પોર્ટ જેવી સુવિધા છે.

    Realme ઇન્ટરનેશનલ બિઝનેસ ગ્રુપના પ્રમુખ માધવ સેઠનું કહેવું છે કે, ‘આ નવા સ્માર્ટફોન સાથે યુઝર MediaTek Helio G96 પ્રોસેસરને કારણે રોમાંચક ગેમિંગ સેશનનો અનુભવ કરી શકે છે. આ સેગમેન્ટમાં સૌથી સારું પ્રોસેસર છે. એમેઝોન સાથેનો સહયોગ અમને વધુ લોકો સુધી પહોંચવામાં મદદ કરશે અને ઓનલાઈન સેલ માર્કેટમાં રિયલમીની સ્થિતિ વધુ મજબૂત કરશે.’
    Published by:Nirali Dave
    First published:

    Tags: Amazon india, Gujarati tech news, Mobile and Technology, Realme, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन