Home /News /tech /

Realmeએ લૉન્ચ કર્યો ભારતનો પ્રથમ 5G સ્માર્ટફોન, કિંમત 37,999થી શરૂ

Realmeએ લૉન્ચ કર્યો ભારતનો પ્રથમ 5G સ્માર્ટફોન, કિંમત 37,999થી શરૂ

ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ અને રિયલમી.કોમ પર સોમવારે સાંજથી શરૂ થયું છે.

ચાઇનીઝ મોબાઇલ કંપની રિયલમીએ એક્સ 50 પ્રો 5જી (Realme X50 Pro 5G) લૉન્ચ કર્યો હતો. આ ફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન પ્રોસેસર 865 આપવામાં આવ્યું છે.

    નવી દિલ્હી : ભારતનો પ્રથમ 5જી સ્માર્ટફોન બજારમાં આવી ગયો છે. રિયલમીએ એક્સ 50 પ્રો 5જી (Realme X50 Pro 5G) લૉન્ચ કર્યો હતો. આ ફોનમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન પ્રોસેસર 865 આપવામાં આવ્યું છે. આ ફોનની બીજી ખાસિયત છે કે 2 સેલ્ફી કેમેરા ઉપરાંત રિયર ક્વોડ કેમેરાસેટ છે. આ ફોનની કિંમત 37,999 રૂપિયાથી શરુ થાય છે અને 44,999 રૂપિયા સુધી છે.

    4500 mAhની બેટરી

    ફોનમાં ઇનડિસપ્લે ફિંગરપ્રિન્ટ સેંસર ઉપરાંત 4500mAhની બેટરી આપવામાં આવી છે. 90 હર્ટ્ઝ સુપર અમોલેડ સ્ક્રીન વાળો સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 ઑપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે. રિયલમીએ આ ફોન લૉન્ચ કરતા જણાવ્યું છે કે આ ફોનમાં 6 કેમેરા છે જેમાં 32 મેગાપિક્સલ અને આઠ મેગાપિક્સલનો ડ્યુઅલ સેલ્ફી કેમેરા પણ છે. આ ફોનને મૉસ ગ્રીન અને રસ્ટ રેડ રંગમાંથી પસંદ કરી શકાય છે.

    આ પણ વાંચો :  Jioના ગ્રાહકો ફોનમાં નેટવર્ક વગર પણ Call કરી શકશે, આ 150 સ્માર્ટફોનમાં મળશે સુવિધા

    5G સ્માર્ટફોનની કિંમત

    આ ફોન ત્રણ વેરિએન્ટમાં ભારતીય બજારોમાં ઉપલબ્ધ થશે. 6 GB/128 GB બેઝ વેરિએન્ટની કિંમત 37,999 રૂપિયા છે જ્યારે 8 GB/128 GB વેરિએન્ટની કિંમત 39,999 રૂપિયા છે. જ્યારે આ ફોનના પ્રીમિયમ મૉડલ 12 GB/256 GB વેરિએન્ટની કિંમત 44,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનનું વેચાણ સોમવારે સાંજે 6 વાગ્યાથી Flipkart અને Realme.com પર થશે.

    રિયલમી ઇન્ડિયાના સીઈઓ માધવ શેઠના જણાવ્યા મુજબ, 5 જી ટેક્નોલોજી વિદેશમાં ખૂબ સફળ છે અને અપેક્ષા છે કે ટૂંક સમયમાં ભારતમાં પણ આ ટેકનોલોજી માટે જોઇતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ જશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: 5G, Realme, સ્માર્ટફોન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन