ભારતમાં Realme 8s 5G અને Realme 8i સ્માર્ટફોન લોન્ચ, જાણો તેની કિંમત અને ખાસિયત

Realme 8s 5G

realme latest phone- બંને ફોનમાં મીડિયાટેક ચીપસેટ, ટ્રિપલ રિઅર કેમેરા અને 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે

  • Share this:
Realme India એ Realme 8s 5G અને Realme 8i ફોન લોન્ચ કર્યા છે. આ બંને ફોનમાં મીડિયાટેક ચીપસેટ, ટ્રિપલ રિઅર કેમેરા અને 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ડિઝાઈન સંદર્ભે આ બંને સ્માર્ટફોન Realme 8 સીરિઝની ડિઝાઈન પરથી બનાવવામાં આવ્યા છે. આ બંને સ્માર્ટફોન બે અલગ અલગ કલરમાં ઉપલબ્ધ છે. રિઅર કેમેરા સ્ક્વેર શેપમાં આવે છે અને ફ્રન્ટ કેમેરા ડાબી બાજુ પંચ કટઆઉટમાં આવે છે. Realme 8s 5G એ Realme 8, Realme 8 5G અને Realme 8 Proની સીરિઝ છે. કંપનીએ સ્માર્ટફોન લોન્ચિંગ ઈવેન્ટમાં Realme Cobble અને પોકેટ બ્લુટૂથ સ્પીકર સાથે પોતાનું પહેલું એન્ડ્રોઈઈડ ટેબ્લેટ રજૂ કર્યું છે.

Realme 8s 5G

Realme 8s 5Gમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.5 ઈંચની ડિસપ્લે આપવામાં આવી છે. MediaTek 810 SoC ચિપસેટ સાથે એડિશનલ વર્ચ્યુએલ RAMની સાથે સાથે 6GB અને 8GB RAM આપવામાં આવી છે. વર્ચ્યુએલ RAM મલ્ટીટાસ્કિંગ માટે ઈન્ટરનલ સ્ટોરેજના એક ભાગનો ઉપયોગ કરે છે. આ સ્માર્ટફોનમાં 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ઉપરાંત સ્માર્ટફોન યૂઝર માઈક્રો SD કાર્ડ સ્લોટની સાથે ઈન્ટરનેલ મેમરીને 1TB સુધી વધારી શકે છે. Realme 8s 5G Android 11 OS પર Realme UI 2.0 કસ્ટમ સ્કીન સાથે ટોપ પર રન થાય છે. બ્લેક એન્ડ વ્હાઈટ મેક્રો ફોટોગ્રાફી માટે ત્રિપલ કેમેરા રિઅર સેટઅપમાં 64 મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર અને 2 મેગાપિક્સલનો સેન્સર છે.

ફ્રન્ટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો સ્નેપર છે. વધુ ફીચરની વાત કરવામાં આવે તો, 33W ડાર્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAhની બેટરી આપવામાં આવી છે. સુરક્ષા માટે સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. ભારતમાં 6GB RAM + 128GB સ્ટોરેજ વાળા ફોનની કિંમત Rs.17,999થી શરૂ થાય છે. 8GB RAM + 128GB સ્ટોરેજવાળા ફોનની કિંમત Rs.19,999 છે. આ ફોન 13 સપ્ટેમ્બરથી Flipkart અને Realme channels પરથી ખરીદી શકાશે.

આ પણ વાંચો - રિલાયન્સ જિયોનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન જિયોફોન નેક્સ્ટ 10 સપ્ટેમ્બરે થઈ રહ્યો છે લોન્ચ, આવા છે ફીચર

Realme 8i

Realme 8iમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.6 ઈંચની ડિસપ્લે આપવામાં આવી છે. MediaTek Helio G96 SoC ચિપસેટ આપવામાં આવી છે. આ ચિપસેટ 6GB RAM અને 128GB સુધીના ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે. આ સ્માર્ટફોન 11GB સુધીના ડાયનેમિક RAM એક્સપાન્શનને સપોર્ટ કરે છે. ત્રિપલ રિઅર કેમેરા સેટઅપમાં 50 મેગાપિક્સલ સેન્સર અને 2 મેગાપિક્સલનું સેન્સર છે. આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવમાં આવ્યો છે. 18W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAhની બેટરી આપવામાં આવી છે. અન્ય ફીચરમાં 3.5mm ઓડિયો જેક, ફિંગરપ્રિન્ટ સેન્સર અને 6 સ્તરનો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. 4GB + 64GB સ્ટોરેજ વાળા ફોનની કિંમત Rs 13,999થી શરૂ થાય છે. 6GB + 128GB સ્ટોરેજવાળા ફોનની કિંમત Rs 15,999 છે. આ ફોન 14 સપ્ટેમ્બરથી Flipkart અને Realme channels પરથી ખરીદી શકાશે.
First published: