ભારતમાં લૉન્ચ થયો 3 સિમ સ્લૉટ અને રિવર્સ ચાર્જિંગવાળો Realme 5i

News18 Gujarati
Updated: January 9, 2020, 5:18 PM IST
ભારતમાં લૉન્ચ થયો 3 સિમ સ્લૉટ અને રિવર્સ ચાર્જિંગવાળો Realme 5i
Realme 5i

Realme 5iની કિંમત 8,999 રૂપિયા છે.

  • Share this:
રિયલમી ભારતમાં તેનો રિયલમી 5 આઇ લૉન્ચ કર્યો છે. આ રિયલમી 5 સીરીઝનો ફોન છે. જેમાં પહેલા Realme 5, Realme 5 Pro અને Realme 5s લૉન્ચ થઇ ચૂક્યા છે. આ રિયલમી 5નું થોડું હળવું વજન છે. તેને ભારત પહેલા વિયતનામમાં લૉન્ચ કરી ચૂકાયો છે. આ ફોનમાં 5000 mAHની બેટરી અને 6.52 ઇંચનો ડિસ્પેલ છે.

Realme 5iની કિંમત 8,999 રૂપિયા છે. આ તેની શરૂઆતી રેન્જના ભાવ છે. આ કિંમત 4જીબી રૈમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વાળા ફોનમાં આવશે. આ ફોનમાં અલગ અલગ રંગો જેવા કે એક્વા બ્લૂ અને ફોરેસ્ટ ગ્રીન ઉપલબ્ધ છે. તેનો સેલ 15 જાન્યુઆરીથી થશે. ફોનને ફ્લિપકાર્ટ અને રિયલમી વેબસાઇટ પરથી ખરીદી શકાશે.
આ ફોનની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં 3 સિમ સ્લોટ છે. અને રિવર્સ ચાર્જિગ છે. ત્રણ સ્લોટમાં બે સિમ સાથે એક મેમરી કાર્ડ પણ લગાવી શકાય છે. સાથે જ રિવર્સ ચાર્જિગ ફિચર્સ શ્રેષ્ઠ ઠે. રિવર્સ ચાર્જિંગથી આ ફોનથી કોઇ બીજું ડિવાઇસ પણ ચાર્જ કરી શકાય છે.

6.5 ઇંચ એસડી ડિસ્પલે સાથે રિયલમી 5 આઇ 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. જે 10 વોટની ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીના કહેવા મુજબ તેમાં 30 દિવસનો સ્ટેન્ડબાય મોડ મળશે. નવા રિયલમી ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર સાથે 4 જીબી રેમ છે. ફોટો, વીડિયો અને અન્ય વસ્તુઓને સેવ કરવા 64 જીબી સુધી સ્ટોરેજ છે. સોફ્ટવેરની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ પાઇ પર આધારિત Color Os 6.0.1 ની સાથે છે. ફોનમાં બેક પેનલ સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
First published: January 9, 2020, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading