Home /News /tech /

Realme GT2 Seriesના Smartphoneની લોન્ચ ડેટ આવી સામે, જાણો તેની ખાસિયત શું હોઈ શકે છે

Realme GT2 Seriesના Smartphoneની લોન્ચ ડેટ આવી સામે, જાણો તેની ખાસિયત શું હોઈ શકે છે

કંપની આ સિરીઝમાં બે નવા ફોન Realme GT2 અને Realme GT2 Pro રજૂ કરવા જઈ રહી છે. (Image credit- realme)

Realme GT2 Series: Realme GT2માં 6.62 ઇંચ AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 888 ચિપસેટ છે. જ્યારે અન્ય ફોન Realme GT2 Proમાં 6.7-ઇંચની LTPO2 AMOLED ડિસ્પ્લે અને Snapdragon 8 Gen 1 ચિપસેટ છે.

    Realme GT2 Series Launch Date: ભારતીય મોબાઇલ માર્કેટમાં ધમાકો કરનારી કંપની રિયલમી (Realme) એક પછી એક નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. Realme 9 Pro સિરીઝની સફળતા બાદ રિયલમી હવે Realme GT2 seriesના સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. GT 2 સિરીઝના સ્માર્ટફોન 28 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. કંપની આ સિરીઝમાં બે નવા ફોન Realme GT2 અને Realme GT2 Pro રજૂ કરવા જઈ રહી છે.

    Realmeએ જણાવ્યું છે કે તે 28 ફેબ્રુઆરીએ Realme GT2 સિરીઝ લોન્ચ કરશે. જો કે આ સીરિઝ પહેલા જ ચીનમાં લોન્ચ થઈ ચૂકી છે.

    રિયલમી સ્માર્ટફોન ફીચર્સ (Realme GT2 series Features)

    ટેક એક્સપર્ટ અનુસાર Realme GT2 સિરીઝમાં આવનારા સ્માર્ટફોન Realme GT2માં 6.62-ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 888 ચિપસેટ છે. જ્યારે અન્ય ફોન Realme GT2 Proમાં 6.7-ઇંચની LTPO2 AMOLED ડિસ્પ્લે અને Snapdragon 8 Gen 1 ચિપસેટ છે.

    આ પણ વાંચો: લોન્ચ થયું મોટી સ્ક્રીનવાળું ધમાકેદાર Tablet, દિલ જીતી લેશે ડિઝાઇન, જાણો Price & Features

    Realme GT2 series Camera

    GT2 સિરીઝના કેમેરાની વાત કરીએ તો બંને સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. સેલ્ફી માટે પ્રો મોડલમાં 32MP કેમેરા હશે અને રેગ્યુલર મોડલમાં 16MP કેમેરા હશે.

    એવું કહેવામાં આવ્યું છે કે બંને સ્માર્ટફોનમાં 5000mAhની દમદાર બેટરી હશે, જે 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ફોનમાં ડાયમંડ આઈસ કોર કૂલિંગ સિસ્ટમ પ્લસ આપવામાં આવી છે.

    આ પણ વાંચો: ભારતમાં આવી રહ્યો છે OnePlus 10 Pro, સ્માર્ટફોનમાં છે Fast Charging અને અન્ય આકર્ષક features

    કિંમત શું હોઈ શકે છે?

    Realme GT2 સિરીઝના સ્માર્ટફોનની કિંમતને લઈને કંપની તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. ચીનમાં લોન્ચ થયેલા ફોનની કિંમત અનુસાર, Realme GT2ના બેઝ મોડલ 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત લગભગ 30,000 રૂપિયા હોઈ શકે છે. 8GB રેમ અને 256GB ઈન્ટરનલ સ્ટોરેજવાળા ફોનની કિંમત લગભગ 32,000 રૂપિયા હોઈ શકે છે. 12GB રેમ અને 256GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત લગભગ 36,000 રૂપિયા જણાવવામાં આવી રહી છે. Realme GT2 Pro સ્માર્ટફોનની કિંમત લગભગ 43,000 રૂપિયા હોઈ શકે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: 5G Smartphone, Gujarati tech news, Mobile and Technology, Realme, Realme GT

    આગામી સમાચાર