Home /News /tech /50MP ટ્રિપલ કેમેરા, 150W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realme GT Neo 3 લૉન્ચ, જાણો કિંમત

50MP ટ્રિપલ કેમેરા, 150W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realme GT Neo 3 લૉન્ચ, જાણો કિંમત

ફોનમાં 'ડાયમંડ આઈસ કોર કૂલિંગ પ્લસ' નામનું એક ફીચર છે જે ફોનને ગરમ થવાથી બચાવે છે.

Realme GT Neo 3 સ્માર્ટફોનમાં MediaTek Dimensity 8100 5G SoC આપવામાં આવ્યું છે જેને 12GB સુધી RAM અને 256GB સુધીના UFS 3.1 સ્ટોરેજ સાથે પેઅર કરવામાં આવ્યું છે.

    Realme GT Neo 3 Launch: Realmeએ તેનો લેટેસ્ટ સ્માર્ટફોન Realme GT Neo 3 ચીનમાં લૉન્ચ કરી નાખ્યો છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે અને મીડિયાટેક ડાયમેન્સિટી 8100 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોન અલગ-અલગ બેટરી કેપેસિટી સાથે બે વેરિઅન્ટમાં આવે છે. જેમાં એકમાં 4500 mAh બેટરી સાથે 150W ફાસ્ટ ચાર્જિંગ મળે છે અને બીજા વેરિઅન્ટમાં 5000 mAh બેટરી સાથે 80W ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. ફોનમાં 12 GB સુધી રેમ અને 256 GB સુધીની સ્ટોરેજ છે. હેન્ડસેટમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે જેમાં પ્રાઇમરી લેન્સ 50 મેગાપિક્સલનો Sony IMX766 સેન્સર છે. તેના ખાસ ફીચર્સમાં સ્પીકર્સની અંદર ડોલ્બી સપોર્ટ અને 150W અલ્ટ્રા ડાર્ટ ચાર્જિંગ ટેક્નોલોજી છે. ફોનમાં 'ડાયમંડ આઈસ કોર કૂલિંગ પ્લસ' નામનું એક ફીચર છે જે ફોનને ગરમ થવાથી બચાવે છે.

    Realme GT Neo 3 price, availability

    Realme GT Neo 3ના 6 GB RAM અને 128 GB સ્ટોરેજવાળા બેઝ વેરિઅન્ટની કિંમત CNY 1,999 (લગભગ 24,000 રૂપિયા) છે. તેનો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ CNY 2,299 (લગભગ 27,500 રૂપિયા)માં આવે છે. જ્યારે ટોપ એન્ડ વેરિઅન્ટ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે CNY 2,599 (અંદાજે 31,200 રૂપિયા)માં ઓફર કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: ફેસબુક પર આ કામ ન કર્યું તો લોક થઈ શકે છે તમારું અકાઉન્ટ, જાણો નવા સેફ્ટી અપડેટ વિશે

    તેનો 150W વેરિઅન્ટ, 8 GB RAM અને 256 GB સ્ટોરેજ સાથે CNY 2,599 (અંદાજે 31,000 રૂપિયા)માં આવે છે જ્યારે 12 GB RAM અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટ CNY 2,799 (અંદાજે 33,600 રૂપિયા)માં આવે છે. આ ફોન સાયક્લોન્સ બ્લેક, સિલ્વરસ્ટોન અને લી મેન્સ કલરમાં અવેલેબલ છે. 30 માર્ચથી આ તમામ વેરિઅન્ટ્સનું વેચાણ ચીનમાં શરૂ થશે. આ ફોન અન્ય માર્કેટમાં ક્યારે ઉપલબ્ધ થશે તેની માહિતી કંપનીએ આપી નથી.

    Realme GT Neo 3 Specifications

    Realme GT Neo 3 એક ડ્યુઅલ (નેનો) સિમ સ્માર્ટફોન છે જે Android 11 આધારિત Realme UI 3.0 પર ચાલે છે. ફોનમાં 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.7 ઇંચ 2K ડિસ્પ્લે છે. ડિસ્પ્લેમાં 1000 Hzનો ટચ સેમ્પલિંગ રેટ આપવામાં આવ્યો છે. સાથે HDR 10 પ્લસ અને DC ડિમિંગનો પણ સપોર્ટ મળે છે. આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 8100 5G SoC આપવામાં આવ્યું છે, જેમાં 12GB સુધીની RAM અને 256GB સુધીની UFS 3.1 સ્ટોરેજ છે.

    આ પણ વાંચો: વોટ્સએપ ચેટ ખોલ્યા વગર પણ વાંચી શકાય છે મેસેજ, જાણો પ્રોસેસ

    ફોનમાં LED ફ્લેશ સાથે રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે, જેનો પ્રાઇમરી લેન્સ 50-મેગાપિક્સલનો Sony IMX766 સેન્સર છે. તેમાં ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન સાથે ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફીચર પણ છે. સેકન્ડરી સેન્સર 119 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યુવાળો અલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ છે. આ સિવાય ફોનમાં મેક્રો શૂટર પણ છે.

    કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS, NFC અને એક USB Type-C પોર્ટ પણ છે. તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. 150W અલ્ટ્રાડાર્ટ ચાર્જિંગ વેરિઅન્ટમાં 4,500mAh બેટરી છે જ્યારે 80W ફાસ્ટ ચાર્જિંગવાળા વેરિઅન્ટમાં 5,000mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે 150W ફાસ્ટ ચાર્જિંગ સાથે તે માત્ર 5 મિનિટમાં 50% સુધી ચાર્જ થઈ જાય છે. જ્યારે 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે ફોન 32 મિનિટમાં ફુલ ચાર્જ થઈ જાય છે.

    ગેમના શોખીનો માટે Realme GT Neo 3માં ઘણાં ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં X-axis લિનિયર મોટર સાથે 4D Game Vibration પણ મળે છે. તેના સ્પીકરમાં Dolby Atmosનો સપોર્ટ પણ છે. ફોનનું વજન 188 ગ્રામ છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: 5G Smartphone, Gujarati tech news, Mobile and Technology, Realme, Realme GT

    विज्ञापन
    विज्ञापन