Home /News /tech /150W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realme GT Neo 3 જલ્દી આવી રહ્યો છે ભારત, સૌથી ખાસ હશે બેટરી

150W ફાસ્ટ ચાર્જિંગ સાથે Realme GT Neo 3 જલ્દી આવી રહ્યો છે ભારત, સૌથી ખાસ હશે બેટરી

Realme GT Neo 3 ભારતમાં 29 એપ્રિલે લોન્ચ થશે.

Realme GT Neo 3: ફોનના ઓફિશિયલ રેન્ડર પરથી ખ્યાલ આવે છે કે આ સ્માર્ટફોનમાં ટ્રીપલ કેમેરા મોડ્યુલ હશે, જે LED ફ્લેશ સાથે આવે છે. કેમેરા સેટઅપને લઇને એ કન્ફર્મ થઈ ગયું છે કે તેમાં Sony IMX766 સેન્સર હશે, જે OIS એટલે કે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સપોર્ટ સાથે આવશે.

વધુ જુઓ ...
Realme GT Neo 3: Realme આવતી કાલે એટલે કે 29 એપ્રિલે પોતાનો નવો સ્માર્ટફોન રિયલમી GT Neo 3 લોન્ચ કરવા માટે તૈયાર છે. ફોનનું લોન્ચિગ બપોરે 12:30 વાગ્યે થશે, અને કંપનીએ પહેલા જ જણાવી દીધું છે કે ફોનનું પહેલું વેચાણ 4 મેએ રાખવામાં આવશે. ફોનને લઈને અપેક્ષા છે કે, તેને ત્રણ સ્ટોરેજ વેરિયન્ટ 8GB RAM + 128GB સ્ટોરેજ, 8GB RAM + 256GB સ્ટોરેજ અને 12GB RAM + 256GB સ્ટોરેજ સાથે રજૂ કરવામાં આવશે. ઓનલાઇન અફવાઓનું સાચું માનીએ તો Realme GT Neo 3ને 35000 રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

રિયલમી GT Neo 3માં 120Hz રિફ્રેશ રેટ સાથેની ડિસ્પ્લે આપવામાં આવશે જે ટચ સેમ્પલિન્ગ રેટ 1000Hz સાથે આવશે. આ ધાંસૂ ગેમિંગ ફોન હશે જે મીડિયાટેક ડાયમેન્સિટી 8100 5G SoC ચિપસેટ સાથે આવશે. આ ફોન PDDR5 RAM અને UFS 3.1 સ્ટોરેજ સાથે આવશે.

આ પણ વાંચો: સ્કોટલેન્ડની સડકો પર દોડી UKની પહેલી સેલ્ફ ડ્રાઇવિંગ બસ, જલ્દી લોકો પણ કરી શકશે મુસાફરી

OSની વાત કરીએ તો કંપની Android 12 બેસ્ડ લેટેસ્ટ Realme UI આપી શકે છે. ગેમિંગ સ્માર્ટફોન હોવાને લીધે ફોનમાં 4D ગેમ વાઇબ્રેશન ફીચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં ગરમીને નિયંત્રિત કરવા માટે વીસી કૂલિંગ એરિયા જેવી ઘણી ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મળશે ધાંસુ કેમેરા

ફોનના ઓફિશિયલ રેન્ડર પરથી ખ્યાલ આવે છે કે આવનારા સ્માર્ટફોનમાં ટ્રીપલ કેમેરા મોડ્યુલ હશે, જે એલઇડી ફ્લેશ સાથે આવે છે. કેમેરા સેટઅપને લઇને એ કન્ફર્મ થઈ ગયું છે કે તેમાં Sony IMX766 સેન્સર હશે, જે OIS એટલે કે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સપોર્ટ સાથે આવશે.

આ પણ વાંચો: પહેલી વાર આટલી ઓછી કિંમતના ફોનમાં મળે છે Fingerprint Lock, ભારત આવ્યો આ જોરદાર સ્માર્ટફોન

જાણકારી મુજબ, સ્માર્ટફોન બે બેટરી ઓપ્શન 5,000 mAh અને 4,500 mAh સાથે આવી શકે છે. તેની 5,000 mAh બેટરીનો વેરિયન્ટ 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે અને 4,500 mAh બેટરીવાળો વેરિયન્ટ 150W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. Realmeએ કન્ફર્મ કર્યું છે કે આવનારો ફોન નવી 150W અલ્ટ્રાડાર્ટ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરશે, જેની જાહેરાત Realmeએ MWC 2022 ઇવેન્ટમાં કરી હતી.
First published:

Tags: Android smartphone, Gujarati tech news, Mobile and Technology, Realme, Realme GT

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો