Realme GT Neo 2, 4K સ્માર્ટ Google ટીવી સ્ટીક જુઓ કેવી છે

રેડમી GT

Realme GT Neo 2 સ્માર્ટફોન સાથે બીબીકે ઈલેક્ટ્રોનિક્સની માલિકી ધરાવતી બ્રાંડ રીયલમી 4K સ્માર્ટ Google ટીવી સ્ટીક પણ લોન્ચ કરશે, જે એમેઝોનની ફાયર ટીવી સ્ટીક માટે રીયલમી તરફથી એક સ્પર્ધક હશે.

  • Share this:

    ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની Realme આજે ભારતમાં પોતાનો Realme 4K સ્માર્ટ ગુગલ (Google) ટીવી સ્ટીક સાથે Realme GT Neo 2 લોન્ચ કરશે. ત્યારે હવે આ કંપનીને એમેઝોન ફાયર ટીવી સ્ટીકના પ્રતિસ્પર્ધીના રુપમાં માનવામાં આવે છે. Realme GT Neo 2 કંપનીનાં પ્રિમિયમ મિડ રેન્જ ફ્લેગશિપ ઓફર તરીકે લાવવામાં આવશે. આ સ્માર્ટફોનને OnePlus 9R, Mi 11X અને Vivo X60 Proના કોમ્પિટીટર તરીકે લોન્ચ કરવામાં આવશે. Realme GT Neo 2 એ 120Hz ડિસ્પ્લે સાથે આવશે, આ માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 870 ચિપસેટ દ્વારા ઓપરેટ થશે. આ સ્માર્ટફોનને આજે બપોરે IST (Indian standard time) અનુસાર 12.30 કલાકે લોન્ચ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે કંપનીના ઓફિશિયલ યૂટ્યુબ ચેનલ પર આ લોન્ચિંગ પ્રોગ્રામ સ્ટ્રીમ કરવામાં આવશે.


    આ  પણ વાંચો- Ayushman Health Card: આધાર કાર્ડ દ્વારા આ રીતે સરળતાથી ડાઉનલોડ કરો આયુષ્માન હેલ્થ કાર્ડ

    Realme GT Neo 2 સ્માર્ટફોન સાથે બીબીકે ઈલેક્ટ્રોનિક્સની માલિકી ધરાવતી બ્રાંડ રીયલમી 4K સ્માર્ટ Google ટીવી સ્ટીક પણ લોન્ચ કરશે, જે એમેઝોનની ફાયર ટીવી સ્ટીક માટે રીયલમી તરફથી એક સ્પર્ધક હશે. જણાવવામાં આવેલી વિગતો અનુસાર લોન્ચિંગ ઇવેન્ટ કંપનીના ઓફિશિયલ યૂટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. જેને દર્શકો લાઈવ જોઈ શકશે. તો ચાલો એક નજર કરીએ કે Realmeના નવા સ્માર્ટફોનથી કેટલી આશા રાખી શકાય છે.



    Realmeએ હાલમાં જ જાહેરાત કરી હતા કે Realme GT Neo 2 ને 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લેની ફેસેલિટી સાથે લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફોનમાં ગ્રાહકોને 3 કલર ઓપ્શન્સ મળી રહેશે, જેમાં રેસ ગ્રીન (race green) જેવો શેડ પણ ઉપલબ્ધ છે. તેમાં ડાબી બાજુ પર તેની લંબાઈ જેટલી એક સ્ટીપ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 870 ચિપસેટ સાથે આવશે, જેમાં 12 GB રેમ પણ આપવામાં આવશે. સ્માર્ટફોનમાં Realmeના રેમ એક્સપેંશન ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની વાત પણ કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે આ સૌથી ઝડપી રેમ એક્સપેંશન ટેક્નીક છે, કેમ કે આ સ્માર્ટફોનની રેમને 19GB સુધી વધારવાની ક્ષમતા રાખે છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ આ પહેલા Realme GT Neo 2 માં 65W સુપરડાર્ટ ફાસ્ટ ચાર્જીંગ હોવાની પણ જાહેરાત કરી હતી.

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: