Home /News /tech /Realme GT માસ્ટર એડિશનનો આજે સેલ, બપોરે 12 વાગ્યાથી Flipkartમાં શરૂ થશે સેલ

Realme GT માસ્ટર એડિશનનો આજે સેલ, બપોરે 12 વાગ્યાથી Flipkartમાં શરૂ થશે સેલ

Realme GT Master Edition

Realme GT માસ્ટર એડિશન કોસ્મોસ બ્લૂ, લ્યૂના વ્હાઇટ અને વોયેજર ગ્રે શેડમાં ઉપલબ્ધ થશે. અન્ય એક્સક્લુઝિવ ઓપ્શનમાં યુનિક સુટકેસ ડિઝાઇન અને વીગન લેધર ફિનિશ સાથે આવશે.

આજે એટલે કે 26 ઓગસ્ટે ભારતમાં Realme GT માસ્ટર એડિશનનું વેચાણ શરૂ થશે. Realmeનો આ ફ્લેગશિપ ફોન Realme GT ગત સપ્તાહે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન 120 Hz સુપર AMOLED ડિસ્પ્લે અને ટ્રીપલ રિઅર કેમેરા સાથે આવશે. આ ફોનના અન્ય મહત્વના ફીચર્સમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 778G SoC, 8GB RAM અને 65W ફાસ્ટ ચાર્જીંગનો સમાવેશ થાય છે. આ ફોન એક ખાસ વેરિએન્ટમાં આવશે. જેમાં સુટકેસ જેવી બેક ડિઝાઇન છે, જેને જાણીતા જાપાનીઝ ડિઝાઇનર નાઓટો ફુકાસાવા દ્વારા તૈયાર કરવામાં આવી છે. Realme GT માસ્ટર મોટોરોલા એજ 20, પોકો F3 GT અને OnePlus Nord 2 સાથે સીધી હરીફાઈમાં છે.

આ પણ વાંચો-આ સ્માર્ટફોન્સમાં મળશે શાનદાર બેટરી પાવર, કિંમત પણ છે 15 હજાર રૂપિયાથી ઓછી

જાણો, ભારતમાં શું છે કિંમત અને ઓફર્સ- ભારતમાં Realme GT માસ્ટર એડિશનના 6GB+128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂ. 25,999 રાખવામાં આવી છે. ફોનના અન્ય વેરિએન્ટ 8GB+128GB અને 8GB+256GBની કિંમત અનુક્રમે રૂ. 27,999 અને રૂ. 29,999 રાખવામાં આવી છે. Realme GT માસ્ટર એડિશન કોસ્મોસ બ્લૂ, લ્યૂના વ્હાઇટ અને વોયેજર ગ્રે શેડમાં ઉપલબ્ધ થશે. અન્ય એક્સક્લુઝિવ ઓપ્શનમાં યુનિક સુટકેસ ડિઝાઇન અને વીગન લેધર ફિનિશ સાથે આવશે.

આ પણ વાંચો-Amazon પરથી ખરીદી પડી શકે છે મોંઘી, મોબાઇલ યૂઝર્સ માટે 7 દિવસમાં બદલાશે 5 નિયમ, થશે આ અસર

આજે બપોરે 12 વાગ્યાથી આ ફોન વેચાણ માટે ઉપલબ્ધ થશે. જેમાં 8GB+128GB અને 8GB+256GB સ્ટોરેજ વેરિએન્ટ કોસ્મોસ બ્લૂ અને લ્યૂના વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ થશે. જ્યારે 6GB+128GB સ્ટોરેજ વેરિએન્ટ પાછળથી વોયેજર ગ્રે કલરમાં ઉપલબ્ધ થશે. ગ્રાહકો આ ફોન ફ્લિપકાર્ટ અને ઓફિશ્યલ વેબસાઇટ Realme.com પરથી સેલ પર ખરીદી શકશે. આ ઉપરાંત દેશમાં રિયલમીના સ્ટોર પરથી પણ ખરીદી શકાશે.



Realme GT માસ્ટર એડિશન ફોનની ખરીદી પર જો ઓફરની વાત કરીએ તો ગ્રાહકોને ICICIના ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ ઇએમઆઇ ટ્રાન્જેક્શન દ્વારા ખરીદી પર રૂ. 2000નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટના અપગ્રેડ પ્રોગ્રામની ઓફર હેઠળ ગ્રાહકો ફોનની કિંમતના 70 ટકા પૈસા ચૂકવીને ફોન મેળવી શકશે.

Realme GT માસ્ટર સ્માર્ટફોનની ખાસિયતો- ડ્યુઅલ સિમ(નેનો) રિયલમી જીટી માસ્ટર એડિશન રિયલમી UI2.0 સાથે એન્ડ્રોઇડ 11 પર ચાલે છે. આ ઉપરાંત તેમાં 20:9 એસ્પેક્ટ રેશિયો સાથે 6.43 ઇંચ ફુલ HD+(1080*2400 પિક્સલ્સ) સુપર AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ છે. આ સિવાય ફોનમાં ઓક્ટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 778G SoC પ્રોસેસર અને 8GB RAM છે. આ ફોનમાં ટ્રિપલ રિઅય કેમેરા આવશે, સાથે જ f/1.8 લેન્સની સાથે 64 મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ શૂટર અને 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર કેમેરા છે. જ્યારે સેલ્ફી અને વિડીયો ચેટ માટે ફોનમાં f/2 લેન્સ સાથે 32 મેગાપિક્સલ સોની IMX615 કેમેરા ફ્રન્ટમાં આપવામાં આવ્યો છે.

Realme GTમાં 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi 6, બ્લૂટૂથ GPS/A-GPS, NFC અને USB ટાઇપ-C પોર્ટ સામેલ છે. આ ઉપરાંત એક ઇન-ડિસ્પ્લે સેન્સર પણ આપવામાં આવ્યું છે. ફોનમાં 4300mAhની બેટરી આવે છે જે 65W સુપરડાર્ટ ચાર્જ ફાસ્ટ ચાર્જીંગને સપોર્ટ કરે છે.
First published:

Tags: Realme GT, Realme GT Master Edition