આજે શરુ થશે Realme GT Master Edition 5Gના બેઝ વેરિએન્ટનો સેલ, જાણો કિંમત અને ઓફર્સ

Realme GT Master Edition 5G

Realme GT Master Edition 5Gના ભારતમાં 6GB RAM+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે. 8GB RAM+128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 27,999 રૂપિયા છે, જ્યારે 8GB RAM+ 256GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 29,999 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, આ સ્માર્ટફોન વોયેજર ગ્રે, લુના વ્હાઇટ અને કોસ્મોસ બ્લેક કલર ઓપ્શનમાં આવે છે.

  • Share this:
    નવા લોન્ચ થયેલા Realme GT માસ્ટર એડિશન 5G ફરીથી Realme પ્લેટફોર્મ્સ અને ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. 18 ઓગસ્ટે Realme GT માસ્ટર એડિશન 5G ભારતમાં લોન્ચ થયા બાદ તેનું પહેલું વેચાણ 26 ઓગસ્ટના રોજ થયું હતું. Realme GT Master Edition 5Gના ભારતમાં 6GB RAM+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 25,999 રૂપિયા છે. 8GB RAM+128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 27,999 રૂપિયા છે, જ્યારે 8GB RAM+ 256GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 29,999 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, આ સ્માર્ટફોન વોયેજર ગ્રે, લુના વ્હાઇટ અને કોસ્મોસ બ્લેક કલર ઓપ્શનમાં આવે છે.

    આ પણ વાંચો-સાવધાન! Amazon પર 17 હજારનો ફોન 4 હજારમાં! ફ્રોડની આ નવી ટેક્નિકથી ચેતજો

    તમને જણાવી દઈએ કે, બેઝ વેરિઅન્ટ વધુ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. યુઝર્સ ફ્લિપકાર્ટ પર પ્રીપેડ ટ્રાન્ઝેક્શન દ્વારા બધા જ બેંક કાર્ડ્સ પર 2,000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. એટલું જ નહીં, ખરીદદારો ફ્લિપકાર્ટ અપગ્રેડ પ્રોગ્રામ દ્વારા 6 GB RAM + 128 GB સ્ટોરેજ વેરિએન્ટ 70 ટકા પેમેન્ટ કરીને

    એટલે કે રૂ. 18,199માં ખરીદી શકે છે. આ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો, Realme GT Master Edition 5G 6.43 ઇંચની ફુલ એચડી+ સુપર AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 778G SoC ધરાવે છે. Realme GT Master Editionમાં પાવર માટે 4,300mAhની બેટરી આપવામાં આવી છે, જે 65W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં 64 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ શૂટર અને 2 મેગાપિક્સલનો મેક્રો શૂટર શામેલ છે.

    આ પણ વાંચો-BMWને રજૂ કરી ઇલેક્ટ્રોનિક બાઇક, સિંગલ ચાર્જમાં દોડશે 90ં KM, જાણો બીજી વિગતો પણ

    Realme GT Master Edition 5G એ 32 મેગાપિક્સલ સોની IMX615 સેલ્ફી સ્નેપર સાથે આવે છે. આ સ્માર્ટફોનના કનેક્ટિવિટી ફીચર્સમાં 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth, GPS/ A-GPS, NFC અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનમાં વેપર ચેમ્બર કૂલીંગ સિસ્ટમ છે અને તેમાં 5 GB સુધી RAM એક્સપેન્ડ કરી શકાય છે અને આ મોટે ભાગે લોડિંગ ટાઈમ અને એપ મલ્ટીટાસ્કીંગને ઘટાડવામાં મદદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, મોબાઈલની પાછળ રહેલી સુટકેસ સ્ટાઈલ પેનલ નાઓટો ફુકાસાવા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
    Published by:Margi Pandya
    First published: