Home /News /tech /Realme GT 5G અને Realme GT ભારતમાં લોન્ચ, જાણો કેવા છે તેના ફીચર્સ અને કિંમત
Realme GT 5G અને Realme GT ભારતમાં લોન્ચ, જાણો કેવા છે તેના ફીચર્સ અને કિંમત
Realme GT 5G અને Realme GT ભારતમાં લોન્ચ
Realme Smarphone- Realme GT 5Gનો પહેલો સેલ 25 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ અને Realmeના ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ થશે. જયારે Realme GT Master Editionનો સેલ આ બંને પ્લેટફોર્મ પર 26 ઓગસ્ટના રોજ શરૂ થશે
Realmeએ 18 ઓગસ્ટના રોજ Realme GT સીરિઝના સ્માર્ટફોન (Realme Smarphone)લોન્ચ કર્યા છે. આ સીરિઝમાં બે નવા સ્માર્ટફોન (Smarphone)લોન્ચ કરવામાં આવ્યા છે. Realme GT 5G સ્માર્ટફોનમાં પાવરફુલ સ્નેપડ્રેગન 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ઉપરાંત Realme GT 5G માસ્ટર એડિશન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. Realme GT 5G સીરિઝને પાવરફુલ પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં યૂઝર્સને અનેક ખાસ ફીચર્સ આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં હાઈ રિફ્રેશ રેટ સ્ક્રીન, 12 GB RAM, ફાસ્ટ ચાર્જિંગ માટે સુપરડાર્ટ ચાર્જ આપવામાં આવ્યા છે. Realme Master Editionમાં સ્ટ્રીટ ફોટોગ્રાફી મોડ અને ડાયનેમિક RAM જેવા અનેક ફીચર્સ આપવામાં આવ્યા છે.
Realme GT 5Gનો પહેલો સેલ 25 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ અને Realmeના ઓફિશિયલ વેબસાઈટ પર શરૂ થશે. જયારે Realme GT Master Editionનો સેલ આ બંને પ્લેટફોર્મ પર 26 ઓગસ્ટના રોજ શરૂ થશે.
ફોનના ફીચર
Realme GT 5Gમાં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.43 ઈંચની ફુલ HD+ AMOLED ડિસપ્લે, ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રૈગન 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 11 બેઝ્ડ Realme UI 2.0 પર ચાલે છે. સાથે જ આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા, 45000mAh બેટરી અને 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.
Realme GT Master Editionમાં 6.43 ઈંચની ફુલ HD+ સુપર AMOLED ડિસપ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 778G પ્રોસેસર તથા 8GB RAM આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલ મેઈન સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ શૂટર અને 2 મેગાપિક્સલનું મેક્રો શૂટર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે તેમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4,300mAhની બેટરી પણ આપવામાં આવી છે, જે 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
સ્માર્ટફોનની કિંમત
Realme GT બે સ્ટોરેજ વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ભારતમાં આ સીરિઝના 8GB RAM અને 128GB સ્ટોરેજવાળા સ્માર્ટફોનની કિંમત રૂ. 37,999 છે. જ્યારે 12GB RAM અને 256 GB સ્ટોરેજવાળા ટોપ વેરિએન્ટની કિંમત રૂ. 41,999 છે.