Home /News /tech /12GB RAM સાથે આવે છે અલ્ટ્રા-પ્રીમિયમ ફોન Realme GT 2 Pro, જાણો કેટલી છે કિંમત
12GB RAM સાથે આવે છે અલ્ટ્રા-પ્રીમિયમ ફોન Realme GT 2 Pro, જાણો કેટલી છે કિંમત
Realme GT 2 Pro ભારતમાં લોન્ચ થઈ ગયો છે.
Realme GT 2 Pro: તાજેતરમાં લોન્ચ થયેલો રિયલમી GT 2 પ્રો ભારતમાં સૌથી ઓછી કિંમતનો ફ્લેગશિપ ફોન છે. તેમાં 6.7-ઇંચની LTPO2 AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે અને તે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે.
Realme GT 2 Pro: રિયલમી (Realme) નો અલ્ટ્રા પ્રીમિયમ સ્માર્ટફોન Realme GT 2 Pro લોન્ચ કરવામાં આવ્યો છે. રિયલમી GT 2 પ્રો ભારતમાં સૌથી અફોર્ડેબલ ફ્લેગશિપ ફોન છે, અને તેની શરૂઆતી કિંમત 49,999 રૂપિયા છે, જે તેની 8GB રેમ અને 128GB સ્ટોરેજની કિંમત છે. આ ઉપરાંત તેના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજની કિંમત 57,999 રૂપિયા છે. ઇન્ટ્રોડક્ટરી ઓફર હેઠળ તેને 44,999 રૂપિયા અને 52,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સેલ 14 એપ્રિલ બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ (Flipkart) પર રાખવામાં આવશે. હેન્ડસેટ ત્રણ કલર ઓપ્શન- પેપર ગ્રીન, સ્ટીલ બ્લેક અને પેપર વ્હાઈટમાં લોન્ચ થયો છે.
Realme GT 2 Pro Specifications
રિયલમી GT 2 Proમાં 6.7-ઇંચની LTPO2 AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે અને તે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. તેમાં HDR10+ અને 1400 નિટ્સની પીક બ્રાઇટનેસ મળે છે. રિયલમીનો દાવો છે કે સ્ક્રીનના કન્ટેન્ટના હિસાબે તેનો રિફ્રેશ રેટ બદલાઈ જશે. તેનું ડિસ્પ્લે 2K રિઝોલ્યુશન અને 1440×3216 પિક્સલ સાથે આવે છે. તેનું ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ (Corning Gorilla Glass Victus) સાથે આવે છે, જે અંગે કહેવાય છે કે તે એન્ડ્રોઇડ ફોનનું સૌથી ટફ પ્રોટેક્શન છે. આ ફોનમાં સોનીનો ટોપ ક્લાસ કેમેરા સેન્સર અને Snapdragon 8 Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
કેમેરા (Realme GT 2 Pro Camera)ની વાત કરીએ તો, રિયલમી GT 2 Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. તેના મેઇન કેમેરામાં 50 મેગાપિક્સલનો સોની IMX766 સેન્સર મળે છે, જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન, એક અલ્ટ્રા-વાઇડ કેમેરા અને એક માઇક્રો-લેન્સ કેમેરા સાથે આવે છે, જેને 40X મેગ્નિફિકેશન મળે છે.
તેનો મેઇન કેમેરા 8K 30fps અને 4K 60fps સુધીના રિઝોલ્યુશન વીડિયો રેકોર્ડ કરી શકે છે. સેલ્ફી માટે ફોનમાં 32 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે, જે HDR સપોર્ટ સાથે આવે છે. પાવર માટે ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 65W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવશે. એવું કહેવાય છે કે Realme GT 2 Pro તેના હાઇ-એન્ડ સ્પેસિફિકેશન્સ સાથે Samsung Galaxy S22 અને OnePlus 10 Pro ને ટક્કર આપે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર