Home /News /tech /

ફક્ત 8,999 રૂપિયામાં લોન્ચ થયો Realmeનો દમદાર સ્માર્ટફોન! 45 દિવસ ચાલશે બેટરી

ફક્ત 8,999 રૂપિયામાં લોન્ચ થયો Realmeનો દમદાર સ્માર્ટફોન! 45 દિવસ ચાલશે બેટરી

Realme C31 કંપનીનો નવો એફોર્ડેબલ સ્માર્ટફોન છે.

Realme C31 Launched in India: Realme C31માં 6.5 ઇંચની એલસીડી ડિસ્પ્લે અને 13 મેગાપિક્સલ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ જેવા ફીચર્સ છે. આ ફોન ડાર્ક ગ્રીન અને લાઇટ સિલ્વર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

    Realme C31 Launched in India: Realme C31 સ્માર્ટફોન ભારતમાં ગુરુવારે લોન્ચ કરવામાં આવ્યો છે. આ C સિરીઝમાં કંપનીનો નવો એફોર્ડેબલ સ્માર્ટફોન છે. તેમાં 6.5 ઇંચની એલસીડી ડિસ્પ્લે અને 13 મેગાપિક્સલ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ જેવા ફીચર્સ છે. Realme C31માં Unisoc T612 ચિપસેટ આપવામાં આવી છે, જેને 4GB સુધીની રેમ સાથે જોડવામાં આવી છે. આ સ્માર્ટફોન Android 11 પર બેસ્ડ Realme R UI પર ચાલે છે અને 5,000mAhની બેટરીથી પેક છે.

    Realme C31ની ભારતમાં કિંમત અને અવેલિબીલિટી

    ભારતમાં Realme C31ની કિંમત 3GB + 32GB સ્ટોરેજ મૉડલ માટે 8,999 રૂપિયાથી શરૂ થાય છે. તેના 4GB + 64GB વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. આ ફોન ડાર્ક ગ્રીન અને લાઇટ સિલ્વર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. Realme C31 સ્માર્ટફોન કંપનીના ઓનલાઈન સ્ટોર, ફ્લિપકાર્ટ અને ઓફલાઈન રિટેલ ચેનલો પર 6 એપ્રિલ બપોરે 12 વાગ્યાથી ખરીદી શકાય છે.

    આ પણ વાંચો: 2 હજારથી પણ ઓછી કિંમતમાં આવી ધાંસુ Smarthwatch, મળશે 100થી વધુ વોચ ફેસ

    Realme C31 Specifications

    ડ્યુઅલ-સિમ (નેનો) સ્લોટવાળો Realme C31 સ્માર્ટફોન Android 11 પર બેસ્ડ Realme UI R એડિશન પર ચાલે છે. ફોનમાં 6.5-ઇંચની HD+ (720x1,600 પિક્સલ) LCD ડિસ્પ્લે છે, જેનો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 88.7 ટકા છે. Realme C31માં 12nm Unisoc T612 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેને 4GB સુધીની RAM સાથે જોડવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: ખોવાયેલો બેગ મેળવવા વ્યક્તિએ ઇન્ડિગોની વેબસાઇટ કરી હેક! શા માટે તેની જરૂર ન હતી, જાણો

    Realme C31માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં f/2.2 અપર્ચર લેન્સ અને 4x ડિજિટલ ઝૂમ સાથે 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે. 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને એક મોનોક્રોમ સેન્સર પણ છે. ફોનમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.

    Realme C31માં 64GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ છે. તેને SD કાર્ડથી 1 TB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી ઓપ્શન્સમાં 4G LTE, Wi-Fi (2.4 GHz), Bluetooth v5, 3.5mm હેડફોન જેક અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. ફોનમાં 5,000mAh બેટરી છે. એવો દાવો કરવામાં આવે છે કે તે સ્ટેન્ડબાય પર 45 દિવસ સુધીની બેટરી લાઈફ આપે છે. Realme C31નું વજન 197 ગ્રામ છે. 10 હજાર રૂપિયાથી ઓછી રેન્જમાં આવતા આ સ્માર્ટફોનને 6 એપ્રિલથી ખરીદી શકાશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Gujarati tech news, Mobile and Technology, Realme, Realme phones

    આગામી સમાચાર