Realme 9 Pro 5G ભારતમાં આજથી અવેલેબલ, ફ્લિપકાર્ટ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, જાણો કિંમત અને ફિચર્સ
Realme 9 Pro 5G ભારતમાં આજથી અવેલેબલ, ફ્લિપકાર્ટ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ, જાણો કિંમત અને ફિચર્સ
Realme 9 Pro 5G આજે ભારત (India)માં પહેલી વખત સેલમાં અવેલેબલ થશે.
Realme 9 Pro 5G માં 120Hz રિફ્રેશ રેટનું ડિસ્પ્લે અને Qualcomm Snapdragon 695 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં 5,000mAhની બેટરી પણ આપવામાં આવી છે.
Realme 9 Pro 5G: Realme 9 Pro 5G આજે ભારત (India)માં પહેલી વખત સેલમાં અવેલેબલ થવા જઈ રહ્યો છે. આ ફોનને ભારતમાં ગયા અઠવાડિયે Realme 9 Pro+ 5G સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. બંને ફોન લાઈટ શિફ્ટ ડિઝાઈન સાથે આવે છે. તે સીધા સૂર્યપ્રકાશ કે અલ્ટ્રાવાયોલેટ લાઈટના સંપર્કમાં આવતાં જ ફોનના બેક પેનલનો કલર લાઈટ બ્લૂથી રેડમાં બદલે છે. આ ટેકનોલોજી ફક્ત સનરાઈઝ બ્લૂ કલર ઓપ્શનમાં મળે છે. ફોનમાં ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ છે. ડાયનેમિક રેમ એક્સપેન્શન ફીચર પણ મળે છે. આ ફીચરથી રેમને 5GB સુધી વધારી શકાય છે. Realme 9 Pro 5G સિરીઝમાં સ્ટ્રીટ ફોટોગ્રાફી મોડ 2.0 પ્રિલોડેડ મળે છે.
Realme 9 Pro 5Gમાં 120Hz રિફ્રેશ રેટનું ડિસ્પ્લે અને Qualcomm Snapdragon 695 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં 5,000mAhની બેટરી પણ આપવામાં આવી છે.
Realme 9 Pro 5Gની કિંમત 6GB + 128GB વેરિયન્ટ માટે 17,999 રૂપિયા અને 8GB + 128GB વેરિએન્ટ માટે 20,999 રૂપિયા રાખવામાં આવી છે. તેને ઓરોરા ગ્રીન, મિડનાઈટ બ્લેક અને સનરાઈઝ બ્લુ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગ્રાહકો આ નવો ફોન કંપનીની વેબસાઇટ અને ફ્લિપકાર્ટ (Flipkart) પરથી બપોરે 12 વાગ્યાથી ખરીદી શકશે. ઓફર્સની વાત કરીએ, તો ગ્રાહકોને Flipkart પર HDFC બેંક કાર્ડ પર 2,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર સાથે ફોનની શરૂઆતી કિંમત 15,999 રૂપિયા થઈ જશે.
Realme 9 Pro 5Gના સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોન Android 12 બેસ્ડ Realme UI 3.0 પર ચાલે છે અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.6-ઇંચની ફુલ-HD + LCD ડિસ્પ્લે ધરાવે છે. આ સ્માર્ટફોનમાં 8GB સુધીની રેમ અને Adreno 619 GPU સાથે ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન (Qualcomm Snapdragon) 695 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ફોટોગ્રાફી માટે તેના રિયરમાં 64MP પ્રાઈમરી કેમેરા, 8MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા અને 2MP મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેના ફ્રન્ટમાં 16MP કેમેરા છે. ફિંગરપ્રિન્ટ સેન્સર અહીં સાઈડ માઉન્ટેડ છે. તેની ઇન્ટરનલ મેમરી 128GB સુધીની છે.
કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ v5.2, GPS/ A-GPS, USB Type-C અને 3.5mm હેડફોન જેકનો સપોર્ટ આપવામાં આવ્યો છે. તેની બેટરી 5,000mAh છે અને 33W ફાસ્ટ ચાર્જિંગનો પણ સપોર્ટ છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર