Home /News /tech /

Realme 8s 5Gનો આજે ભારતમાં પહેલો સેલ, મળશે રૂ. 1500નું શાનદાર ડિસ્કાઉન્ટ

Realme 8s 5Gનો આજે ભારતમાં પહેલો સેલ, મળશે રૂ. 1500નું શાનદાર ડિસ્કાઉન્ટ

Realme 8s 5Gનો આજે ભારતમાં પહેલો સેલ

Realme 8s 5Gના 6GB+128GB વેરિએન્ટની કિંમત રૂ. 17,999 છે. જ્યારે 8GB+128GB મોડલને રૂ. 19,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાશે.

નવી દિલ્હી: Realme ગત સપ્તાહે જ ભારતીય બજારમાં લૉંચ કરેલા Realme 8s 5Gનો આજે એટલે કે 13 સપ્ટેમ્બરે પહેલો સેલ યોજવા જઈ રહ્યું છે. આ સેલ બપોરે 12 કલાકે શરૂ થઈ ગયો છે. આ ફોન તમે ફ્લિપકાર્ટ, Realme.com અને અન્ય રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકશો. યુઝર્સમાં લાંબા સમયથી આ ફોનની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે Realme 8s 5G વિશ્વનો પહેલો એવો સ્માર્ટફોન છે, જેને Media Tek Dimensity 810 5G પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનના અન્ય પ્રમુખ ફીચર્સમાં 5000mAhની બેટરી અને ટ્રિપલ રીયર કેમેરા સેટઅપ છે, જેમાં પ્રાઇમરી કેમેરો 64MPનો છે. આ સાથે જ આ ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Realme 8s 5Gની કિંમત અને ઓફર્સ

Realme 8s 5Gના 6GB+128GB વેરિએન્ટની કિંમત રૂ. 17,999 છે. જ્યારે 8GB+128GB મોડલને રૂ. 19,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાશે. જોકે, ફ્લિકાર્ટ અપગ્રેડ પ્રોગ્રામ અંતર્ગત 6GB+128GB મોડલને રૂ. 12,999 અને 8GB+128GB મોડલને રૂ. 13,999માં ખરીદી શકાશે. આ સ્માર્ટફોન યુનિવર્સ બ્લૂ અને યૂનિવર્સ પર્પલ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. આ ફોનને ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ સિવાય ઈ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ અને ઘણા રીટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. આ સ્માર્ટફોનને ખરીદવા માટે જો તમે HDFC અને ICICI બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશો તો તમને રૂ. 1500નું ડિસ્કાઉન્ટ મળશે.

Realme 8s 5Gના ફીચર્સ

ડ્યુઅલ સિમ (નેનો) રિયલમી 8s 5G સ્માર્ટફોન Android 11 પર આધારિત Realme UI 2.0 પર કામ કરે છે અને તેમાં 6.5-ઇંચની full-HD+(1080x2400px) ડિસ્પ્લે આપ્યું છે. જેની સાથે 20:9 આસ્પેક્ટ રેશિયો, 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 180Hz ટચ સેમ્પલિંગ રેટ છે. ફોનમાં 90.5 ટકા સ્ક્રિન-ટૂ-બોડી રેશિયો અને 600 નિટ્સ બ્રાઇટનેસ આવશે. આ ફોન ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 810 પ્રોસેસરથી સજ્જ છે, જેના ગત મહિને લોન્ચ કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત 8જીબી LPDDRx રેમ અને 5GB વર્ચ્યુઅલ રેમ પણ આપી છે.

જો કેમેરા સેટઅપની વાત કરીએ તો ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા પણ સામેલ છે. સાથે જ તેમાં 2 મેગાપિક્સલનો મોનોક્રોમ પોર્ટ્રેટ સેન્સર અને 2 મેગાપિક્સલનો માઇક્રો સેન્સર સામેલ છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે તમને ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપ્યો છે.

ફોનની સ્ટોરેજ 128GB UFS 2.1 છે, જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G,4G VOLTE, wi-fi 802.11ac, બ્લૂટૂથ વી5.1, GPS/A-GPS ને યૂએસબી ટાઇપ સી પોર્ટ સામેલ છે. સેન્સરમાં એક્સેલેરોમીટર, એમ્બિયંટ લાઇટ, જાયરોસ્કોપ, મેગ્નેટોમીટર અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં 5000mAhની બેટરી મળશે જેની સાથે 33 વોટ ડાર્ટ ચાર્જ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે. ફોનનું ડાયમેન્શન 162.5x74.8x8.8mm અને વજન 191 ગ્રામ છે.


ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.


Published by:Vinod Zankhaliya
First published:

Tags: Realme, ટેકનોલોજી, સ્માર્ટફોન

આગામી સમાચાર