બેંગલુરુઃ ફ્લિપકાર્ટ (Flipkar) પર આજ (5th January)થી રિયલમી ડેઝ (Realme Days)ની શરૂઆત થઈ ગઈ છે. સેલ 5 દિવસ માટે રાખવામાં આવ્યો છે, જ્યાં તમે રિયલમી પ્રોડક્ટસને ઘણી સસ્તામાં ખરીદી શકો છો. સેલમાં કંપનીના રિયલમી 6, રિયલમી C11, રિયલમી C19, રિયલમી 6 પ્રો જેવા પ્રોપ્યુલર ફોનને ઘણા સસ્તા ભાવે ખરીદી શકાય છે. આવો જાણીએ સેલમાં મળનારા તમામ ફોનના ફીચર્સ વિશે...
રિયલમી 6ના 6GB+64GB વેરિયન્ટને 17,999 રૂપિયાના બદલે 12,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ ફોન 90Hz FHD+ ડિસ્પલે અને 30Wના ફ્લેશ ચાર્જ જેવા ફીચર્સની સાથે આવે છે.
Realme C11ના 2GB+32GB વેરિયન્ટને 8,999 રૂપિયાના બદલે 6,999 રૂપિયામાં રજૂ કરવામાં આવી રહ્યો છે. આ ફોનમાં 5000mAhની બેટરી અને ડ્યુઅલ રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Realme C12 અને Realme 6 Pro પણ સસ્તામાં
કંપનીના બજેટ ફોન રિયલમી C12ના 3GB+32GB વેરિયન્ટને 10,999 રૂપિયાને બદલે 8,499 રૂપિયામાં ખરીદી શકાશે. આ ફોનમાં 6.52 ઇંચની HD+ ડિસ્પ્લે અને 13 મેગાપિક્સલ ટ્રિપલ કેમેરા આપવામાં આવ્યો છે. Realme 6 Proને આ સેલમાં 15,999માં ખરીદી શકાય છે. આ ફોનમાં ડ્યૂઅલ ઇન ડિસ્પ્લે સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. સાથે તે સ્નેપગ્રેડન 720Gની સાથે આવે છે.
Realme Narzo 20 Proને ગ્રાહક 16,999 રૂપિયામાં નહીં પરંતુ 13,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની ખાસ વાત તેનું 65W સુપરડાર્ટ ચાર્જિંગ છે. સાથોસાથ તે Helio G95થી સજ્જ છે.
Realme 7ને ગ્રાહક 14,999 રૂપિયામાં વસાવી શકે છે. આ ફોન 8GB સુધીની RAMની સાથે આવે છે. આ ફોનમાં 64 મેગાપિક્સલનો ક્વોડ કેમેરા આપવામાં આવ્યો છે, અને તે 90Hz ડિસ્પ્લેની સાથે આવે છે. Realme 7 Proને તમે 19,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનમાં 65Wની સુપર ડાર્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. સાથોસાથ તેમાં sAMOLED ડિસ્પ્લે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર