ચાર કેમેરાવાળા Realme 5 Pro ફોનનું રાત્રે 8 કલાકથી સેલ, મેળવો 7000નો ફાયદો

News18 Gujarati
Updated: September 18, 2019, 6:56 PM IST
ચાર કેમેરાવાળા Realme 5 Pro ફોનનું  રાત્રે 8 કલાકથી સેલ, મેળવો 7000નો ફાયદો
આજે Realme 5 Pro ફોનનું સેલ

આ ફોનની સૌથી ખાસ વાત તેનો કેમેરા છે. તેના રિયરમાં ચાર કેમેરા આપવામાં આવ્ચા છે.

  • Share this:
રિયલમી (Realme)ના ચાર કેમેરાવાળો ફોન Realme 5 Proનું આજે (18 સપ્ટેમ્બર)ના રોજ રાત્રે 8 કલાકથી સેલ શરૂ થશે. આ ફોન ફ્લિપકાર્ટ અને રિયલમીની વેબસાઈટ બંને જગ્યા પરથી ખરીદી શકાશે. શાનદાર ફોન હોવાની સાથે આ એક બજેટ સેગમેન્ટ ફોન છે. તો જોઈએ તેના ફિચર્સ અને ઓફરની માહિતી.

રિયલમીની વેબસાઈટ પર ખરીદી કરનાર ગ્રાહકોને mobikwikની સુપર કેશબેક આપવામાં આવશે. આ સિવાય 7 હજાર રૂપિયાની Jio Benefit અને Paytm Firstની ઓફર પણ છે. જો ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરો છો તો, નો કોસ્ટ EMI અને એક્સચેન્જ ઓફર હેઠળ 12,400 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

રિયલમી 5 પ્રોના સ્પેસિફિકેશન્સ

Realme 5 Proમાં 6.3 ઈંચની FHD+ ડ્યૂટ્રોપ ફૂલ સ્ક્રિન ડિસપ્લે આપવામાં આવી છે. ફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રેગન 712 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનની સૌથી ખાસ વાત તેનો કેમેરા છે. તેના રિયરમાં ચાર કેમેરા આપવામાં આવ્ચા છે. ફોનના બેકમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ લેંસ, 2 મેગાપિક્સલનો પ્રોટેટ લેંસ અને 2 મેગાપિક્સલનો અલ્ટ્રા મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે.

સેલ્ફી માટે ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલ કેમેરા છે. પાવર માટે ફોનમાં 4,035 mAhની બેટરી આપવામાં આવી છે.

આટલી છે કિંમતરિયલમી 5 પ્રોની શરૂઆતની કિંમત 13,999 રૂપિયા છે, જેમાં 4GB + 64GB ફોન મળશે. જ્યારે 6GB રેમ અને 64GBના વોરિએન્ટની કિંમત 14,999 રૂપિયામાં ખરીદી શકાશે.
First published: September 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading