Home /News /tech /આજે લોન્ચ થશે Realme 3 Pro, સૌથી શ્રેષ્ઠ હશે કેમેરો
આજે લોન્ચ થશે Realme 3 Pro, સૌથી શ્રેષ્ઠ હશે કેમેરો
Realme 3 Pro 48MP કેમેરા ફિચર સાથે થશે લોન્ચ
રિયલમી 3 પ્રો પહેલેથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટીઝ કરવામાં આવી ચુક્યો છે, તેના આધારે તેના કેમેરા સાથે તમે લો લાઇટમાં પણ સારો ફોટો લઇ શકો છો. જાણો ઓફર્સ વિશે.
ઓપ્પોની સબ બ્રાન્ડ રિયલમી તેમનો સ્માર્ટફોન Realme 3 Proને આજે દિલ્લીમાં યોજાનારી એક ઇવેન્ટમાં લોન્ચ કરશે. આ સ્માર્ટફોનના ફિચર પહેલા જ લીક થયા હતા. લોન્ચ પહેલા રિયલમી 3એ લોન્ચ સમયે કંપનીએ આ સ્માર્ટફોન વિશે સંકેત આપ્યો હતો. રિયલમીના સ્માર્ટફોનને બજેટ રેન્જથી યૂઝર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ રેડમીનો સૌથી સ્પર્ધક માનવામાં આવે છે. જાણીએ આ સ્માર્ટફોનની લીક થયેલ સુવિધાઓ વિશે.
Realme 3 Pro માં 6.3 ઇંચની ડિસ્પ્લે ઉપલબ્ધ હશે. સાથે જ આ સ્નૈપડ્રૈગન 710 પ્રોસેસરથી સજ્જ હશે. તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી સેંસર અને 3960 એમએએચની બેટરી આપવામાં આવી છે. CEO માઘવ સેઠે કહ્યું કે આ ફોન ફાસ્ટ સ્પીડ ઉપલબ્ધ કરાવશે. તેમાં સુપર સ્લો-મો મોડ, સ્પીડ શોટ અને હાઇપરબૂસ્ટ પરફોર્મન્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફોનનું ટીઝર Flipkart પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
રિયલમી 3 સીરીઝમાં પાછળ ક્વર્ડ કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3ડી પ્રોટેકશન આપવામાં આવ્યું છે. પાછળ ફિંગરપ્રિન્ટ સાથે ગ્રેડિએન્ટ ફિનિશ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં મીડિયા ટેક પી7 પ્રોસેર છે.
ફોન એન્ડ્રોઇડ 9.0 પાઇ ઓપરેટિંગ સિસ્ટમથી લોન્ચ કરી શકાય છે. ફોનની સૌથી શક્તિશાળી સુવિધા તેના કેમેરા હશે. ફોનમાં 48 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવશે. ફોનની કિંમત 13,000 થી 15,000 હોઇ શકે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર