Realme 3 Proનો પહેલો સેલ શરુ, જિયો આપી રહ્યું છે 5300 રુપિયાનો ફાયદો

News18 Gujarati
Updated: April 29, 2019, 2:49 PM IST
Realme 3 Proનો પહેલો સેલ શરુ, જિયો આપી રહ્યું છે 5300 રુપિયાનો ફાયદો
ફોન ત્રણ કલર કાર્બન ગ્રે, નાઇટ્રો બ્લૂ, અને લાઇટિંગ પર્પલમાં ઉપલબ્ધ થશે.

આ બજેટ ફોન ખરીદવા અનેક ઓફરો આપવામાં આવી રહી છે, જાણો કેટલું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

  • Share this:
Realme 3 પ્રો નો પહેલો સેલ શરુ થઇ ગયો છે. ગ્રાહક ફ્લિપકાર્ટ અને Riylmi.com પરથી ફોન ખરીદી શકે છે. આ કંપનીનો બજેટ સેગમેન્ટ સ્માર્ટફોન છે, જેની ખરીદી પર અનેક ઓફર આપવામાં આવી રહી છે. ફ્લિપકાર્ટથી ફોનની ખરીદી પર એચડીએફસી બેન્કના ગ્રાહકોને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ ઈએમઆઈ પર ફોન ખરીદવા પર મળશે. આ ઉપરાંત ફોનને રિયલમીની ઓફિશિયલ વેબસાઇટ પરતી ખરીદવા પર જિયો તરફથી 5,300 રૂપિયાનો વાઉચર્સનો ફાયદો મળશે. ઉપરાંત મોબક્વિક વોલેટનો ઉપયોગ કરવા પર 1500 રુપિયાનું રોકડ આપવામાં આવી રહ્યું છે.

Realme 3 Proના ફિચર

રિયલમી 3 પ્રો માં V નોચ સાથે 6.3-ઇંચની એફએચડી + આઇપીએસ એલસીડી ડિસ્પ્લે છે. ફોનમાં સ્નેપડ્રેગન 710 પ્રોસેસર આપવામાં આવી છે. રિયલમી કલર OS 6.0 UI પર બેસ્ડ 9.0 પાઇ પર કામ કરે છે. રિયલમી 3 પ્રો TouchBoost 2.0 પર આવે છે. પાવર માટે તેમા 4045 એમએએચ બેટરી છે.



Realme 3 Pro કેમેરા

ફોનમાં સોની IMX 519 સેન્સરનો 16MP + 5MP રિયર કેમેરો અને 25MP સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફોન ત્રણ કલર કાર્બન ગ્રે, નાઇટ્રો બ્લૂ, અને લાઇટિંગ પર્પલમાં ઉપલબ્ધ થશે.
Loading...



રિયલમી 3 પ્રોની કિંમત

આ ફોનને બે જીબીમાં 4 જીબી રેમ + 64 જીબી અને 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે. આ ફોનની શરુઆતી કિંમત રૂ. 13,999 છે અને તેના 6 જીબી વર્ઝનને 16,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

 
First published: April 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...