તૈયાર થઈ જાઓ શાનદાર સ્માર્ટફોન Realme 2ને ખરીદવા, જાણો ક્યારે છે સેલ

News18 Gujarati
Updated: September 10, 2018, 10:13 PM IST
તૈયાર થઈ જાઓ શાનદાર સ્માર્ટફોન Realme 2ને ખરીદવા, જાણો ક્યારે છે સેલ
Realme 2

  • Share this:
Realme 2ને ભારતમાં નવી દિલ્હીમાં એક ઈવેન્ટ દરમિયાન હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ નવો સ્માર્ટફોન Realme 1નો જ બીજો વેરિએન્ટ છે. તમારી માહિતી ખાતર જણાવી દઈએ કે, Realme આ વર્ષે ઓપ્પોની સબ-બ્રાન્ડના રૂપમાં લોન્ચ થયો હતો અને હવે આ અલગ થઈને ભારતીય બજારમાં નવી કંપનીના રૂપમાં સામે આવ્યો છે. આ સ્માર્ટફોનનો પ્રથમ સેલ 4 સપ્ટેમ્બરે થઈ હતી. હવે આ સ્માર્ટફોનને કાલે એટલે 11 સપ્ટેમ્બરે ફરીથી ખરીદવાની તક ગ્રાહકો પાસે રહેશે.

કંપનીએ Realme 2ની કિંમત ભારતીય માર્કેટમાં 3GB રેમ/32GB સ્ટોરેજ માટે 8,990 રૂપિયા અને 4GB રેમ/64GB સ્ટોરેજ માટે 10,990 રૂપિયા રાખવામાં આવી છે. બંને વેરિએન્ટને કાલે એટલે 11 સપ્ટેમ્બર, મંગળવારે ફ્લિપકાર્ટ પર ફરીથી ખરીદી શકાશે. પ્રથમલ સેલની જેમ જ ગ્રાહક આને બપોરે 12 વાગ્યાથી ખરીદી શકશે. આને ડાયમંડ બ્લેક અને ડાયમંડ રેડ કલર ઓપ્શનમાં સેલ કરવામાં આવશે. જ્યારે ડાયમંડ બ્લૂ ઓપ્શનનું વેચાણ ઓક્ટરના શરૂઆતમાં કરવામાં આવશે.

લોન્ચ ઓફરની વાત કરીએ તો Realme 2ની શોપિંગ HDFC બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા કરવા પર 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથે જ જિયો તરફથી 120GB ડેટા અને 4,200 રૂપિયાની વેલ્યૂનો ફાયદો પણ આપવામા આવશે અને ગ્રાહકો માટે નો-કોસ્ટ EMIનું ઓપ્શન પણ ઉપલબ્ધ રહેશે.

Realme 2 ના ફિચર્સ

ડ્યુઅલ-સિમ સપોર્ટવાળા આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો બેસ્ડ ColorOS 5.1 પર ચાલે છે. આમાં 19:9 રેશ્યો સાથે 6.2 ઈંચ HD+ (720x1520 પિક્સલ) ઈન-સેલ પેનલ આપવામાં આવી છે. આ હૈંડસેટમાં 3GB/4GB રેમ અને Adreno 506 GPU સાથે ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નૈપડ્રેગન 450 પ્રોસેસર આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન આપવામાં આવેલ 32GB/64GBની ઈન્ટરનલ મેમોરીને એસડી કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે.

ફોટોગ્રાફી સેક્શનની વાત કરીએ તો આના રિયરમાં ડ્યુઅલ કેમરા સેટઅપ આપવામાં આવ્યો છે, આનો પ્રથમ કેમેરો 13 એમપી અને બીજો કેમેરો 2 એમપીનો છે. જ્યારે આના ફ્રન્ટમાં f/2.2 એપર્ચર સાથે 8 એમપીનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ક્નેક્ટિવિટી માટે આમાં 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ v4.2, GPS/ A-GPS, GLONASS, માઈક્રો-USB, OTG સપોર્ટ અને એક 3.5mm હેડફોન જેકનું સપોર્ટ આપવામાં આવ્યો છે. આની બેટરી 4,230mAhની છે અને આમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક સેન્સર બંને આપવામાં આવ્યા છે. 
First published: September 10, 2018, 10:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading