Home /News /tech /

ફીચર ફોન યૂઝર્સ પણ કરી શકશે UPI payment, RBI લૉંચ કરશે On-device વોલેટ

ફીચર ફોન યૂઝર્સ પણ કરી શકશે UPI payment, RBI લૉંચ કરશે On-device વોલેટ

ફીચર ફોન

Feature phone:  આરબીઆઈ પ્રમાણે દેશમાં 118 કરોડ યૂઝર્સ છે, જેમાં 74 કરોડ યૂઝર્સ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, જ્યારે બાકીના લોકો હજી પણ ફીચર ફોનનો ઉપયોગ કરે છે.

મુંબઈ: Digital Payment- રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank Of India)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે મોનીટરી પોલિસી કમિટી (MPC)ની ચોથી દ્વિમાસિક નાણાકીય નીતિ રજૂ કરી હતી. આ દરમિયાન શક્તિકાંત દાસે કેટલીક મહત્ત્વની જાહેરાતો કરી હતી. આ જાહેરાતોમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય અને સાથે જ યૂપીઆઈ પેમેન્ટને લઈને એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. આપણે તમામ જાણીએ જ છીએ કે હવે લોકો ડિજિટલ પેમેન્ટ (Digital Payment) વધુ પ્રમાણમાં કરે છે અને તેમાં પણ યૂપીઆઈ (UPI) પેમેન્ટનું પ્રમાણ સૌથી વધારે છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકો યૂપીઆઈનો ઉપયોગ કરતા હોય છે પણ હવે આરબીઆઈ (RBI) તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ફીચર ફોનનો વપરાશ કરતા લોકો પણ યૂપીઆઈનો ઉપયોગ કરી શકશે.

ફીચર ફોન યૂઝર્સ માટે યૂપીઆઈ

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ફીચર ફોનનો ઉપયોગ કરતા લોકો માટે હવે યૂપીઆઈ પેમેન્ટ પણ કરી શકશે. આરબીઆઈ પ્રમાણે દેશમાં 118 કરોડ યૂઝર્સ છે, જેમાં 74 કરોડ યૂઝર્સ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, જ્યારે બાકીના લોકો હજી પણ ફીચર ફોનનો ઉપયોગ કરે છે. જાહેર છે કે આ સંખ્યા ખૂબ મોટી છે. આટલી મોટી સંખ્યામાં લોકો ફીચર ફોનનો ઉપયોગ કરતા હોવાથી આ તમામ લોકો હાલ પણ યૂપીઆઈ પેમેન્ટની સેવાનો લાભ લઈ શકતા નથી. જોકે, હાલ પણ ફીચર ફોન યૂઝર્સ USSD પ્લેટફોર્મના માધ્યમથી બેસિક પેમેન્ટ કરી શકે છે. આ તમામ લોકોને ધ્યાનમાં રાખીને આરબીઆઈ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

RBI ગવર્નરે જણાવ્યું કે ફાઈનાન્શિયલ પ્રોડક્ટ્સની પહોંચ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે ફીચર ફોન યૂઝર્સને મેનસ્ટ્રીમ ડિજિટલ પેમેન્ટ સાથે જોડવા ખૂબ જરૂરી છે. એવામાં ડિજિટલાઈઝેશનને પ્રોત્સાહન આપવા માટે યૂપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ફીચર ફોન યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. આ વિશે વધુ જાણકારી RBI તરફથી ટૂંક જ સમયમાં આપવામાં આવશે.

યૂપીઆઈ શું છે?

યૂપીઆઈ જેને અગ્રેજીમાં યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ કહેવામાં આવે છે, આ એક ડિજિટલ પેમેન્ટની રીત છે જે મોબાઈલ એપના માધ્યમથી કામ કરે છે. આ એપના માધ્યમથી સુરક્ષિત રીતે પેમેન્ટ કરી શકાય છે. જો આ પેમેન્ટ મેથડમાં તમારા નાણાં ક્યાંય અટવાઈ જાય તો તે ફરીથી બેન્ક અકાઉન્ટમાં રિફંડ થઈ જાય છે. યૂપીઆઈના માધ્યમથી દરેક પ્રકારના બિલનું પેમેન્ટ, ઓનલાઈન ફંડ ટ્રાન્સફર અને મિત્રોને પૈસા મોકલવા જેવા કામ પણ કરી શકાય છે. યૂપીઆઈ સેવાનો લાભ લેવા માટે તમારા મોબાઈલમાં તમારે એપ ડાઉનલોડ કરવાની રહેશે અને તમારો મોબાઈલ નંબર બેન્ક સાથે લિન્ક કરવાનો રહેશે. આ સાથે જ યૂપીઆઈ વોલેટ એપ પણ લોન્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો: Waterproof smartphones: ભારતમાં મળતા 12 બેસ્ટ વોટરપ્રૂફ સ્માર્ટફોન, જાણો કિંમત અને ફીચર્સ

ડિજિટલ પેમેન્ટ થઈ શકે છે મોંધુ

RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા ડિજિટલ પેમેન્ટને લઈને એક મહત્વની જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે રિઝર્વ બેન્ક હવે ડિજિટલ પેમેન્ટ પર ચાર્જીસ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે. આ વાતથી જાહેર થાય છે કે આગામી સમયમાં જો તમે ડિજિટલ પેમેન્ટ કરો છો તો તમારે એક્સ્ટ્રા ચાર્જી ચૂકવવા પડશે.
First published:

Tags: Payment, Upi, આરબીઆઇ, મોબાઇલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन