Home /News /tech /

Ray-Ban smart glasses: રે-બન સ્માર્ટ ગ્લાસ ટૂંક સમયમાં Facebook Messengerના મેસેજ send અને receive કરી શકાશે

Ray-Ban smart glasses: રે-બન સ્માર્ટ ગ્લાસ ટૂંક સમયમાં Facebook Messengerના મેસેજ send અને receive કરી શકાશે

રે-બન સ્માર્ટ ગ્લાસિસ

Ray-Ban smart glasses: ઝુકરબર્ગએ ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, "રે-બન ગ્લાસમાં યૂઝર્સ ફોટા અને વીડિઓઝ કેપ્ચર કરી શકે, સંગીત સાંભળી શકે અને ફોન કોલ્સ પણ કરી શકે તે માટે હેન્ડ્સ-ફ્રી સુવિધાઓ રોલ આઉટ કરવામાં આવી છે.

મુંબઈ: ફેસબુક (Facebook) સાથે મળી ડિઝાઈન કરેલા રે-બન સનગ્લાસિસ (Ray-Ban Stories sunglasses)માં યૂઝર્સને નવું અપડેટ મળ્યું છે. આ અપડેટના કારણે યુઝર્સને વધુ અનુકૂળતા મળશે. અહેવાલો મુજબ આ અપડેટના કારણે યૂઝર્સ ફેસબુક પર મેસેજ મોકલી અને મેળવી શકશે. આ ફીચર અંગે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ (Meta CEO Mark Zuckerberg)એ જાહેરાત કરી હતી. ઝુકરબર્ગએ ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, "રે-બન ગ્લાસમાં યૂઝર્સ ફોટા અને વીડિઓઝ કેપ્ચર કરી શકે, સંગીત સાંભળી શકે અને ફોન કોલ્સ પણ કરી શકે તે માટે હેન્ડ્સ-ફ્રી સુવિધાઓ રોલ આઉટ કરવામાં આવી છે. જેમાં તમારા વોઇસ મારફતે મેસેજ મોકલવા, મેસેજનું વાંચન, સાંભળવાની અને કોલ કરવા અને વોલ્યુમ અથવા રિઝ્યુમને કંટ્રોલ કરવા સહિતના ફીચર્સ મળે છે. અમે તો હજી આ શરૂ કર્યું છે. 2022માં વધુ અપડેટ મળશે."

રે-બન સ્ટોરીઝની કિંમત

રે-બન સ્ટોરીઝ $299 યુએસડી (આશરે રૂ.21,000)માં લોન્ચ કરવામાં આવ્યા હતી. ઓનલાઇન અને યુએસમાં પસંદગીના રિટેલ સ્ટોર્સમાં 20 સ્ટાઇલ કોમ્બિનેશનમાં મળે છે. આ સાથે સ્માર્ટ ગ્લાસિસ ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, ઇટાલી અને યુકે.માં પણ મળે છે. જોકે, ભારતમાં સ્માર્ટ ગ્લાસ લોન્ચ થવાના બાકી છે.

રે-બન સ્ટોરીઝના સ્પેસિફિકેશન

Ray-Ban Stories સ્માર્ટ ગ્લાસમાં 5-મેગાપિક્સલનો ઈન્ટિગ્રેટેડ કૅમેરો છે, જે યૂઝર્સ સફરમાં ઇમેજ અને વીડિયો કૅપ્ચર કરવા દે છે. ફેસબુકે બ્લોગમાં જણાવ્યું છે કે સ્માર્ટ ગ્લાસિસ યૂઝર જે રીતે બોલે છે તેમ શબ્દ કેપ્ચર કરે છે. ઈમેજ પર ક્લિક કરવા ઉપરાંત, યૂઝર્સ કેપ્ચર બટનનો ઉપયોગ કરીને અથવા ફેસબુક વૉઇસ કમાન્ડ સાથે હેન્ડ્સ-ફ્રીનો ઉપયોગ કરીને 30-સેકન્ડ સુધીના વીડિયો પણ રેકોર્ડ કરી શકે છે. બ્લોગમાં કંપનીએ જણાવ્યું હતું કે જ્યારે પણ તમે તમારા સ્માર્ટ ચશ્માનો ઉપયોગ કરીને ફોટો લો છો અથવા વીડિયો રેકોર્ડ કરો છો, ત્યારે હાર્ડ-વાયર કેપ્ચર LED લાઇટ થાય છે.

ઉલ્લેખનીય છે કે, રે-બન સ્ટોરીઝ પણ ઇન-બિલ્ટ સ્પીકર્સ સાથે આવે છે અને તેમાં ત્રણ-માઇક્રોફોન ઑડિયો એરે છે, જે કૉલ્સ અને વીડિયોમાં વૉઇસ અને સાઉન્ડ ટ્રાન્સમિશન પહોંચાડે છે. કંપનીએ સ્માર્ટ ગ્લાસિસમાં બીમફોર્મિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જે તમે કૉલ પર હોવ ત્યારે બેકગ્રાઉન્ડના અવાજને નડતરરૂપ થવા દેતો નથી.

આ પણ વાંચો: Samsung Galaxy S22 launch: જાણો સેમસંગના નવા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન, ફીચર્સ અને કિંમત વિશે

કઈ રીતે થઈ શકે ઉપયોગ?

Ray-Ban સ્ટોરીઝને નવી Facebook વ્યૂ એપ સાથે જોડી શકાય છે. જેના થકી યૂઝર્સ મિત્રો અને સોશિયલ મીડિયા ફોલોઅર્સ સાથે સ્ટોરીઝ અને મેમરીને શેર કરી શકે છે. Facebook વ્યૂ એપ iOS અને Android બંને પર ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનના કારણે યૂઝર્સ માટે સ્માર્ટ ગ્લાસિસ પર કેપ્ચર કરેલ કેન્ટેન્ટને તમારા ફોન પરની એપ્સમાં લઈ જવા, એડિટ કરવા અને શેર કરવાનું સરળ થઈ જાય છે. સ્માર્ટ ગ્લાસ દ્વારા કેપ્ચર કરાયેલી તસવીરો અને વીડિયો તમારા ફોનના કેમેરામાં પણ સેવ કરી શકાય છે. એપ્લિકેશન પોસ્ટ-કેપ્ચર એન્હાન્સમેન્ટ જેવી સુવિધાઓ સાથે આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Facebook, Gadgets, Meta, ટેકનોલોજી

આગામી સમાચાર