twitter ઉપર કરી મદદની અપીલ, અજાણ્યા પુરુષે બચાવ્યો માતાનો જીવ

સોશિયલ મીડિયા ઉપર અપશબ્દો બોલનારા લોકો અને ટ્રોલ્સથી ભરેલું છે. જોકે, અહીં અનેક ભલા અને દાયાળું પણ મળી જાય છે.

સોશિયલ મીડિયા ઉપર અપશબ્દો બોલનારા લોકો અને ટ્રોલ્સથી ભરેલું છે. જોકે, અહીં અનેક ભલા અને દાયાળું પણ મળી જાય છે.

  • Share this:
સોશિયલ મીડિયા ઉપર અપશબ્દો બોલનારા લોકો અને ટ્રોલ્સથી ભરેલું છે. જોકે, અહીં અનેક ભલા અને દાયાળું પણ મળી જાય છે. જેમની મદદ તમને જીવનભર યાદ રહી જાય છે. અમેરિકામાં સેન ફ્રાન્સિસ્કોમાં રહેનારા શેન મેકને સોશિયલ મીડિયા ઉપર કંઇ આવી જ રીતે મદદ મળી હતી. જેના વખાણ કરતા તેઓ થાકતા નથી.

ઉલ્લેખનીય છે કે, સેન પોતાના માતાની બીમારીના કારણે ખુબ જ પરેશાન રહેતો હતો. ગત વર્ષે તેણે ટ્વિટર ઉપર એક અજાણ્યા યુવક સાથે મુલાકાત થઇ હતી. તેની સાથે થયેલી વાતચીતમાં તેને એક ડોક્ટર વિશે જાણવા મળ્યું હતું. એ અજાણ્યા મિત્રએ શેન મેકને એ ડોક્ટરને બતાવવાની સલાહ આપી હતી. ત્યારબાદ એ ડોક્ટરે એટલી સારી સારવાર કરી કે શેનની માતાનો જીવ બચી ગયો હતો.

શેન મેક thoracic outlet syndrome નામના રોગથી પીડિતા હતા. મેકે એક ટ્વિટ કરીને મદદ માટે અપીલ કરી હતી. એક અજનબીએ તેનું ટ્વિટ જોયું જે આ રોગ માટેની સર્જરી પહેલા કરાવી ચૂક્યો હતો. એટલા માટે તેણે શેન મેકની મદદ કરવાનું વિચાર્યું હતું. આ મિત્રએ તેને સીધો જ મેસેજ કર્યો હતો. અને સ્ટેનપોર્ડ હોસ્પિટલના એમડી ડોક્ટર જેસન લી સાથે સંપર્ક કરાવ્યો હતો.



આ વર્ષે મેકની મા ટેમી મિકિમોવના પગમાં અસહ્ય દુઃખાવો થવાનો શરૂ થયો છે. મિકિમોવએ એબીસી7 ન્યૂઝને જણાવ્યું હતું કે તેણે પોતાના પગ, હૃદય અને ધમનીઓનો અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યો હતો. આ ઉપરાંત સ્ટ્રેસ ટેસ્ટ પણ કરાવ્યો હતો.

મિકિમોવને peripheral arterial disease નામનો રોગ થયો હતો. એમના પુત્ર પ્રમાણે લોસ એન્જલસમાં કેટલાક ડોક્ટરો કહી રહ્યા હતા કે ઓપરેશથી તેમના શરીરને ઉપરથી નીચે સુધી ચીરવું પડશે. આ સાંભળીને મેકને ખુબ જ ચિંતા થવા લાગી હતી. ત્યારબાદ તેણે પોતાની માતાની ફાઇલ ડોક્ટર જેસન લીને મોકલી હતી. આ એજ ડોક્ટર છે જેમની સાથે બીમારી માટે જેસને મુલાકાત કરી હતી. ડોક્ટર પ્રમાણે કોઇપણ સર્જરી વગર માતાની સારવાર થઇ શકશે.

ડોક્ટર લીના જણાવ્યા પ્રમાણે જ્યારે માઇક્રોસ્કોપિક સર્જરી કરાવી તો મિકિમોવના પગમાં ઘણો આરામ મળ્યો હતો. લોહીનું ફરવું નોર્મલ થયું હતું. આમે હોસ્પિટલમાંથી તેઓ પોતાના પગ પર ચાલીન બહાર આવ્યા હતા. આમે મેકે ટ્વિટરનો પણ આભાર માન્યો હતો.

-random-post-on-twitter-helped-a-man-save-his-mothers-life ap
First published: