માત્ર 1110 રૂપિયામાં ઘર લઈ આવો નવું ઈલેક્ટ્રીક સ્કૂટર, રક્ષાબંધન પર બહેન થઈ જશે ખુશ

News18 Gujarati
Updated: August 1, 2020, 3:24 PM IST
માત્ર 1110 રૂપિયામાં ઘર લઈ આવો નવું ઈલેક્ટ્રીક સ્કૂટર, રક્ષાબંધન પર બહેન થઈ જશે ખુશ
આ હેઠળ તમે સ્ટાન્ડર્ડ EMIથી ઓછી કિંમત પર એમ્પિયરનું ઈલેક્ટ્રીક સ્કૂટર ઘરે લઈ આવો. આ સ્કૂટરને લિઝ પ્રોગ્રામ હેઠળ લેવા પર તમારે દર મહિને 1110 રૂપિયા જ આપવા પડશે.

આ હેઠળ તમે સ્ટાન્ડર્ડ EMIથી ઓછી કિંમત પર એમ્પિયરનું ઈલેક્ટ્રીક સ્કૂટર ઘરે લઈ આવો. આ સ્કૂટરને લિઝ પ્રોગ્રામ હેઠળ લેવા પર તમારે દર મહિને 1110 રૂપિયા જ આપવા પડશે.

  • Share this:
Ampere Vehiclesએ વ્હીકલ લીઝ સ્ટાર્ટઅપ OTO Capital સાથે ભાગીદારીમાં લીઝ પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ હેઠળ તમે સ્ટાન્ડર્ડ EMIથી ઓછી કિંમત પર એમ્પિયરનું ઈલેક્ટ્રીક સ્કૂટર ઘરે લઈ આવો. આ સ્કૂટરને લિઝ પ્રોગ્રામ હેઠળ લેવા પર તમારે દર મહિને 1110 રૂપિયા જ આપવા પડશે. જો ઈલેક્ટ્રીક વાહનોની વાત કરીએ તો, ભારતમાં વર્ષ 2019માં તેને ખુબ પ્રમોટ કરવામાં આવ્યા છે. આ વાહનોથી પર્યાવરણ પ્રદૂષણ નથી થતું.

હાલમાં એમ્પિયર ઈલેક્ટ્રીક સ્કૂટર માટે આ લીઝિંગ પ્રોગ્રામ 1 ઓગસ્ટથી બેંગ્લોરમાં શરૂ થશે. ત્યારબાદ આ વર્ષના અંત સુધીમાં આ સુવિધા પુના, હૈદરાબાદ, દિલ્હી, ચેન્નાઈ અને કોચિનમાં પણ શરૂ કરવામાં આવશે.

આ પ્રકારે ઉઠાવો સ્કીમનો લાભ

- Ampere V48 ઈલેક્ટ્રીક સ્કૂટરની કિંમત 34249 રૂપિયા છે, જેની મંથલી EMI 1,610 રૂપિયા છે. જો તમે આ સ્કૂટરને લીઝ પ્રોગ્રામ હેઠળ લો છો તો, તેના માટે તમારે દર મહિને માત્ર 1110 રૂપિયા જ આપવા પડશે.

- આજ પ્રકારે Ampereનું Zeal ઈલેક્ટ્રીક સ્કૂટર ફાયનાન્સ કરાવવા પર તેની EMI 3,020 રૂપિયા હશે, જ્યારે લીઝ પર તે 2,220 રૂપિયા મંથલી પેમેન્ટ પર લઈ શકાશે. આ સ્કૂટરની ખાસીયત છે કે, આ સિંગલ ચાર્જમાં 75 કિમી ચાલી શકે છે.

આ પ્રકારે બુક કરાવોએમ્પિયરનું ઈલેક્ટ્રીક સ્કૂટર લીઝ પર લેવા માટે OTO Capitalની વેબસાઈટ જુઓ
વેબસાઈટ સિવાય ડિલરશિપના માધ્યમથી બુક કરાવી શકો છો
કંપની સ્કૂટરની હોમ ડિલેવરી પણ કરી રહી છે
નોર્મલ ગાડીની જેમ ડોક્યુમેન્ટેશન પ્રોસેસ પુરી કરવી પડશે
ડોક્યુમેન્ટ પ્રોસેસ થવા પર 48 કલાક બાદ ગ્રાહકને તેમનું ઈલેક્ટ્રીક સ્કૂટર મળી જશે.
Published by: kiran mehta
First published: August 1, 2020, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading