Home /News /tech /નોકરી બચાવવી હોય તો 200 ટકા મહેનત કરવી પડશે, નહીં તો... META CEO માર્ક ઝૂકરબર્ગની વોર્નિંગ
નોકરી બચાવવી હોય તો 200 ટકા મહેનત કરવી પડશે, નહીં તો... META CEO માર્ક ઝૂકરબર્ગની વોર્નિંગ
માર્ક ઝુકરબર્ગ - ફાઇલ તસવીર
મેટાએ આગામી વર્ષે કર્મચારીઓને સંખ્યા ઓછી કરવાની યોજના બનાવી છે. CEO માર્ક ઝૂકરબર્ગે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, વર્કફોર્સને અન્ય ક્ષેત્રમાં ટ્રાન્સફર કરી શકાય તે માટે ટીમ નાની થવા જઈ રહી છે.
આવનારા સમયમાં મેટામાં કામ કરતા લોકો માટે ખૂબ જ માઠા સમાચાર છે. ટેક સેક્ટર દિગ્ગજ કંપની કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. મેટાએ પોતાના કર્મચારીઓને પોતાની નોકરી સુરક્ષિત રાખવા માટે બમણી મહેનત કરવાની સલાહ આપી છે. કર્મચારીઓને જણાવવામાં આવ્યું છે કે, જો તેમણે કંપનીમાં નોકરી કરવી હોય તો 200 ટકા સુધી મહેનત કરવાની રહેશે.
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કર્મચારીએ CEO માર્ક ઝુકરબર્ગના મેસેજ અંગે જાણકારી આપી છે. માર્ક ઝુકરબર્ગે જણાવ્યું છે કે, તેમની પાસે પોતાની જાતને સાબિત કરવા માટે ત્રણ મહિનાનો સમય છે. 200 ટકા સુધી મહેનત કરો અને જો તમને આ પ્રકારે પસંદ નથી તો રાજીનામું આપી દો.
અહીં ઉલ્લેખનિય છે કે, મેટાના શેરની કિંમત સતત નીચે જઈ રહી છે, આ સમય દરમિયાન કર્મચારીઓને બમણી મહેનત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેટાવર્સ ક્ષેત્રમાં ખુદને સ્થાપિત કરવામાં કંપનીએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કર્મચારીઓ પર વધુ મહેનત કરવા માટે પ્રેશર આપવામાં આવી રહ્યું છે. મેટાએ પોતાની ટીમ અને મેનેજરને બદલી દીધા છે. હાલમાં કર્મચારીઓના મેનેજર અનુસાર સૌથી વધુ કામ કરતા લોકોની નોકરી પણ સુરક્ષિત નથી. એક કર્મચારીએ આરોપ મુક્યો છે કે, ‘ઝુકરબર્ગે જણાવ્યું છે કે, તેઓ બેકઅપ પ્લાન લઈને આવી રહ્યા છીએ અને હું પણ તે પ્રકારે જ કરી રહ્યો છું.’
કંપનીના આંતરિક સૂત્રો અનુસાર મેટામાં છટણી થવાને કારણે ખૂબ જ મોટી સંખ્યામાં કર્મચારીઓ પર અસર થઈ રહી છે. બીજા ક્વાર્ટરના પરિણામ અનુસાર સમગ્ર વિશ્વમાં મેટાની ત્રણ કંપની ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપમાં 83,500 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. આગામી વર્ષે 20 ટકા કર્મચારીઓ ઓછા કરવામાં આવે તેવી શક્યતા છે.
કર્મચારીઓ ઓછા કરવામાં આવશે: ઝુકરબર્ગ
ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર 27 જુલાઈના રોજ ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, મેટાએ આગામી વર્ષે કર્મચારીઓને સંખ્યા ઓછી કરવાની યોજના બનાવી છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે, વર્કફોર્સને અન્ય ક્ષેત્રમાં ટ્રાન્સફર કરી શકાય તે માટે અનેક ટીમ નાની થવા જઈ રહી છે. ઝુકરબર્ગે જણાવ્યું છે કે, હાલના સમયે વધુ કામ માગવામાં આવી રહ્યું છે. મને આશા છે કે, ઓછા સંસાધનમાં કામ કરી શકાય છે. અમે વર્તમાનમાં લક્ષ્યને વૃદ્ધિ આપવાની કોશિશ કરી રહ્યા છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર